અમદાવાદમમાં વાઈફ સ્વેપિંગ! પતિએ પત્નીને જેઠ સાથે અને ભાભીને પોતાની સાથે સેક્સ કરવા કહ્યું, પછી?

અમદાવાદમમાં વાઈફ સ્વેપિંગ! પતિએ પત્નીને જેઠ સાથે અને ભાભીને પોતાની સાથે સેક્સ કરવા કહ્યું, પછી?
પ્રતીકાત્મક તસવીર - shutterstock

મહિલાનો પતિ અને જેઠ બંને ભેગા મળીને તેને દબાણપૂર્વક કહેતા કે, તારે વાઈફ સ્વેપિંગ કરવું પડશે. ત્યારે યુવતીએ એટલે શું?

  • Share this:
અમદાવાદ: શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના પતિ જેઠ અને નણંદ સામે ફરિયાદ નોંધાવી છે. આ મહિલાએ આક્ષેપ કર્યો છે કે તેનો પતિ અને જેઠ માનસિક શારીરિક ત્રાસ આપતા હતા. એટલું જ નહીં પતિ અને જેઠે આ મહિલાને વાઈફ સ્વેપિંગ કરવાનું પણ કહ્યું હતું. પતિએ પત્નીને સ્પષ્ટ કહ્યું હતું કે, તેને તેના જેઠ સાથે સેક્સ કરવાનું અને તે તેની ભાભી સાથે સેક્સ કરશે. પરંતુ મહિલાએ આ બાબતે મનાઈ કરતાં તેને ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. એટલું જ નહીં આ મહિલા પાસે વધુ દહેજ પણ માગવામાં આવતું હતું. જ્યારે આ મહિલાનો જેઠ બદ ઈરાદાથી તેને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરતો હતો. આખરે કંટાળીને મહિલાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

મહેસાણા જિલ્લામાં આવેલા એક ગામની 34 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2009માં ચાણક્યપુરી ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. આ મહિલાને સંતાનમાં બે દીકરા છે જે હાલ તેની સાથે રહે છે. લગ્ન વખતે આ મહિલાના પતિએ અને તેના ભાઈએ મહિલાના માતા-પિતા સાથે પૈસાની માગણી કરતાં મહિલાના માતા પિતાએ લગ્ન વખતે પૈસા આપ્યા હતા. લગ્ન બાદ આ મહિલાનો પતિ બેકાર હતો તે સમયે મહિલાનો પતિ, જેઠ અને નણંદ કહેતા કે, પરણીને આવી છે તો બધાને કમાઈને તારે ખવડાવવું પડશે અને તારા ઘરેથી હજુ પણ પૈસા લાવવા પડશે એમ કહી તેને શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું. જેથી આ મહિલાએ પહેલા પોલિટેક્નિક કોલેજમાં લેક્ચરર તરીકે નોકરી શરૂ કરી હતી.અમદાવાદના આયુર્વેદિક ડોક્ટર માલતીબહેનનો 4 જ દિવસમાં કોરોનાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો, જાણો કેવી રીતે?

બાદમાં વર્ષ 2013માં મહિલાનો પતિ નાઇજીરીયા દેશના લાગોસ ખાતે નોકરી માટે ગયો હતો અને તેના છ મહિના પછી આ મહિલા પણ ત્યાં ગઈ હતી. બાદમાં પતિ-પત્ની અલગ અલગ કંપનીમાં કામ કરતા હતા. ત્યારે પણ મહિલાનો પતિ કહેતો કે, તું તારા ઘરેથી પૈસા મંગાવી લે અને પૈસા ના મંગાવી શકતી હોય તો તું તારા ઘરે જતી રહે તેમ કહી તેને ત્રાસ આપતો હતો.

આ સમયે મહિલા ગર્ભવતી થતાં વર્ષ 2015માં તે ભારત ખાતે પ્રસૂતિ માટે આવી હતી અને દીકરાને જન્મ આપ્યો હતો. જ્યારે મહિલા પ્રસુતિ માટે ભારત આવી હતી ત્યારે તેના જેઠે ખોટી માગણીઓ કરી તેને માનસિક શારીરિક ત્રાસ આપ્યો હતો. જે બાબતે મહિલાએ તેના પતિને આ વાત કરતાં તેમણે કહ્યું કે, આ ઘરમાં રહેવું હોય તો આ બધું તો સહન કરવું પડશે અને સહન ના થાય તો તારા પિતાના ઘરે જતી રહે. વર્ષ 2017માં બીજી પ્રસુતિ માટે જ્યારે આ મહિલા ભારત આવી હતી ત્યારે પણ તેને દીકરાને જન્મ આપ્યો હતો અને વર્ષ 2017માં આ મહિલાના સસરાનું મૃત્યુ થતાં તેનો પતિ પણ પરત ભારત આવી ગયો હતો.

Horoscope 11 May 2021: મેષ, વૃષભ અને મિથુન રાશિના લોકો માટે સારો દિવસ, જાણો આજનું રાશિફળ

ત્યારબાદ મહિલાનો પતિ અને જેઠ બંને ભેગા મળીને તેને દબાણપૂર્વક કહેતા કે, તારે વાઈફ સ્વેપિંગ કરવું પડશે. ત્યારે યુવતીએ એટલે શું? તેવુ પૂછતાં તેના પતિએ કહ્યું કે, તેને તેના ભાઈ એટલે કે જેઠ સાથે સેક્સ કરવાનું અને ભાઈની પત્ની સાથે મારે એટલે કે, એક બીજાની પત્નીઓ બદલીને સેક્સ કરવાનું. જેથી મહિલાએ આ બાબતે સ્પષ્ટ ના પાડતા બંનેએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. વર્ષ 2018માં મહિલા અને તેનો પતિ નાઇજીરીયા ગયા હતા. ત્યારે દારૂ પીને તેનો પતિ તેને માર પણ મારતો હતો. એટલું જ નહીં વર્ષ 2020માં જ્યારે મહિલા પછી અમદાવાદ આવી ત્યારે તેના જેઠે તેની સાથે જાતિય માગણી કરતા તેના શરીરે બદદાનતથી સ્પર્શ કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે મહિલાએ ઇનકાર કરતાં તેના જેઠએ તેને ગાળો દીધી હતી.મહિલાએ તેના પતિને તેના ભાઈના વર્તનની વાત કરી તો તેને કહ્યું કે, મારો ભાઈ કહે તે તારે કરવાનું અને ના કરવું હોય તો મારે છુટાછેડા આપી દે. જેથી આ બાબતે મહિલાએ કંટાળીને પોલીસને મદદ લીધી હતી. જેથી સોલા પોલીસે આ મામલે આરોપી પતિ જેઠ અને ફોઈની દીકરી એવી નણંદ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:May 11, 2021, 07:32 am

ટૉપ ન્યૂઝ