દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ વોટ્સએપ સ્ટેટસ પર પતિની સ્ત્રી મિત્રનો ફોટો મૂકી લખ્યું બીભત્સ લખાણ

દંપતી વચ્ચે ઝઘડો થતા પત્નીએ વોટ્સએપ સ્ટેટસ પર પતિની સ્ત્રી મિત્રનો ફોટો મૂકી લખ્યું બીભત્સ લખાણ
પ્રતીકાત્મક તસવીર

સોલામાં પતિ-પત્ની વચ્ચે તકરાર થતા ઉશ્કેરાયેલી પત્નીએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પતિની જૂની સ્ત્રી મિત્રનો ફોટો મૂકી બિભસ્ત લખાણ લખ્યું હતું

  • Share this:
અમદાવાદ: પતિ-પત્ની વચ્ચે હવે ઝઘડામાં સોશિયલ મીડિયા પર ટીકા ટિપ્પણી કરવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે.  સોલામાં પતિ-પત્ની વચ્ચે તકરાર થતા ઉશ્કેરાયેલી પત્નીએ પોતાના વોટ્સએપ સ્ટેટસ પર પતિની જૂની સ્ત્રી મિત્રનો ફોટો મૂકી બિભસ્ત લખાણ લખ્યું હતું. આ મામલે યુવતીએ યુવકની પત્ની સામે સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગોતા વિસ્તારમાં વંદેમાતરમ રોડ પર રહેતી અને વસ્ત્રાપુરમાં ખાનગી કંપનીમાં ફરજ બજાવતી 29 વર્ષીય યુવતીએ સોલા પોલીસ સ્ટેશનમાં તેના મિત્રની પત્ની સામે ફરિયાદ કરી છે કે, તેના મિત્રને તેની પત્ની સાથે કૌટુબિંક તકરાર થઈ હતી. જેમાં તેના મિત્ર સામે તેની પત્નીએ રાજસ્થાનમાં ફરિયાદ નોંધાવી હતી.આ દેશનાં રાષ્ટ્રપ્રમુખને માસ્ક વગર ફોટો પડાવવા બદલ થયો 2.57 લાખ રૂપિયાનો દંડ

આ તકરારને પગલે યુવતી અવારનવાર બે વર્ષથી ગંદી અને બિભસ્ત ભાષામાં યુવતી, તેની માતા અને ફિયાન્સના મોબાઈલ પર મેસેજ કરી હેરાન કરતી હતી. જ્યારે પણ ફોન અને મેસેજ આવે તો તેને બ્લોક કરતી હતી.

અમદાવાદ : લગ્ન બાદ પતિએ પત્નીને ફોનમાં કરી દીધી બ્લોક, કહ્યું - 'તું મને ગમતી નથી'

ગત 4 ડિસેમ્બરના રોજ યુવકની પત્નીએ તેના પોતાના વ્હોટ્સએપ સ્ટેટસ પર યુવતીનો ફોટો મૂકી તેની પર નામ જોગ બિભસ્ત ભાષામાં મેસેજ કર્યો હતો. આ સ્ક્રીન શોટ ફરિયાદી યુવતીના મિત્રએ તેને મોકલ્યો હતો.ચાર દિવસ પહેલાના યુવતીના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ તેના ઈન્સ્ટાગ્રામ આઈડીથી બિભસ્ત ભાષામાં મેસેજો કરેલા હતા. આ સ્ટેટ્સના ફોટો પણ યુવતીના ફિયાન્સને મોકલ્યા હતા. જેથી આ હરક્તને લઈ યુવતીએ મહિલા વિરુદ્ધ સોલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Published by:Kaushal Pancholi
First published:December 21, 2020, 12:02 pm