Home /News /madhya-gujarat /પત્નીએ પતિને રંગેહાથે ઝડપ્યો, પ્રેમિકાએ આપી ધમકી, 'હું આડા સંબંધ રાખીશ, વચ્ચે આવી તો મારી નાંખીશ'

પત્નીએ પતિને રંગેહાથે ઝડપ્યો, પ્રેમિકાએ આપી ધમકી, 'હું આડા સંબંધ રાખીશ, વચ્ચે આવી તો મારી નાંખીશ'

પ્રતીકાત્મક તસવીર - shutterstock

પતિએ આ દરમિયાન ધમકી આપી કે તે સબંધ ચાલુ જ રાખશે થાય તે કરી લે. જેથી યુવતી તેના પિયરમાં આવી ગઈ હતી.

અમદાવાદ:  શહેરના (Ahmedabad) માધવપુરા પોલીસ સ્ટેશનમાં (Madhavpura police station) એક યુવતીએ (married woman) તેના પતિ, સાસુ-સસરા અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપો કર્યા છે કે, લગ્ન બાદ જ્યારે તેણે પુત્રને જન્મ આપ્યો ત્યારથી જ તેના પતિના વર્તનમાં ફેરફાર આવી ગયો હતો. યુવતીને લગ્નમાં પિયરજનોએ દહેજમાં એક એક્ટિવા આપ્યું હોવા છતાં પણ તેનો પતિ ધંધા માટે ચાર લાખ રૂપિયા દહેજ માગતો હતો. પતિએ દાણીલીમડાની યુવતી સાથે પ્રેમ સંબંધ (extra marital affair)  રચ્યો હતો અને જ્યારે રંગેહાથ તે બંનેને પકડ્યા ત્યારે યુવતીને તેના પતિની (husband wife) પ્રેમિકાએ ધમકી આપી હતી કે "હું આડાસંબંધ રાખીશ જ અને જો તું વચ્ચે આવીશ તો તને જાનથી મારી નાખીશ". જેથી યુવતીએ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવતાં માધવપુરા પોલીસે તપાસ શરૂ કરી છે.

યુવતીના 2016માં લગ્ન થયા હતા

શહેરના શાહપુર દરવાજા પાસે રહેતી 22 વર્ષીય યુવતી ના લગ્ન વર્ષ 2016 માં શાહપુરના એક યુવક સાથે થયા હતા. યુવતીના પરિવારે લગ્નમાં એક્ટિવા પણ દહેજમાં આપ્યું હતું. લગ્નના થોડા સમય બાદ જ્યારે યુવતીએ પુત્રને જન્મ આપ્યો ત્યારબાદ પતિના વર્તનમાં ફેર આવી ગયો હતો. પણ ક્યારેક પતિના વર્તનમાં ફેર આવશે તેમ માની ઘર કરીને આ યુવતી રહી હતી. છતાંય સાસુ, સસરા, પતિ અલગ અલગ બહાના કરી કામ બાબતે બોલાચાલી કરી માર મારતા હતા.

Pics: અમદાવાદ વટવા GIDCની ફેક્ટરીમાં લાગેલી આગ બુઝાવવા આવ્યો રોબોટ, જાણો વિશેષતાઓ

પિયરમાંથી ચાર મંગાવ્યા

બાદમાં તો પતિએ આ યુવતીને પિયરમાંથી ચાર લાખ ધંધામાં જરૂર હોવાથી લઈ આવવા કહ્યું હતું. યુવતીએ મોટી રકમ ક્યાંથી લાવે તેવું કહેતા જ પતિ આવેશમાં આવી ગયો અને નહિ રાખવાનું કહી છૂટાછેડા પણ નહીં આપે અને બીજે લગ્ન કરી લેશે તેવી ધમકી આપી હતી.

પતિએ પત્નીને ધમકાવી

આ યુવતીને થોડા સમય બાદ જાણ થઈ કે, તેને દાણીલીમડાની યાસમીન નામની યુવતી સાથે પ્રેમ સબંધ છે. જેથી તે બાબતે પતિને વાત કરતા તે આવેશમાં આવી ગયો અને તેને બોલાચાલી કરી માર માર્યો હતો. યુવતીએ પતિની પ્રેમિકાને શોધી તેની સાથે વાત કરી હતી. સમજાવવા છતાંય પતિએ આ સ્ત્રી સાથે સબંધ ચાલુ રાખ્યા હતા. પતિએ આ દરમિયાન ધમકી આપી કે તે સબંધ ચાલુ જ રાખશે થાય તે કરી લે. જેથી યુવતી તેના પિયરમાં આવી ગઈ હતી.

Corona returns: રાજ્યના મહાનગરોમાં શાળા અને કોલેજો બાદ હવે ટ્યુશન ક્લાસીસ પણ બંધ

વડીલોએ કરાવ્યું સમાધાન

બાદમાં વડીલોએ આ બાબતે સમાધાન કરાવી યુવતીનો પતિ યાસમીન સાથે સબંધ નહિ રાખે તેવી બાંયધરી આપતા યુવતી સાસરે આવી હતી. જોકે, બાદમાં ફરી એવું સામે આવ્યું કે, યુવતીનો પતિ દાણીલીમડા ખાતે પ્રેમિકાના ઘરે જઈને રહે છે. સાસરિયાઓએ યુવતીના દાગીના પણ રાખી લીધા હતા અને તેને લગ્ન પ્રસંગમાં પહેરવા પણ આપ્યા ન હતા.
" isDesktop="true" id="1081405" >

પ્રેમિકાની ધમકી

એક દિવસ યુવતીએ પતિ અને પ્રેમિકા ને રંગેહાથ ફરતા પકડી લીધા હતા. ત્યારે પતિની પ્રેમિકાએ પત્નીને ધમકી આપી હતી કે, 'હું તારા પતિ સાથે આડાસબંધ રાખીશ અને જો તું વચ્ચે આવીશ તો તને મારી નાખીશ.' આવી ધમકીઓથી કંટાળીને આખરે પત્નીએ પતિ, સાસુ, સસરા અને પતિની પ્રેમિકા સામે ફરિયાદ નોંધાવતા માધવપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Domestic violence, Extra marital affair, અમદાવાદ, ગુજરાત, પતિ-પત્ની, મહિલા

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन