અમદાવાદ : "તારે બાળક જોઇતું ન હતું તેથી મારી નાંખ્યુ," કહી પતિએ ગુજારતો હતો શારીરિક-માનસિક ત્રાસ

અમદાવાદ : "તારે બાળક જોઇતું ન હતું તેથી મારી નાંખ્યુ," કહી પતિએ ગુજારતો હતો શારીરિક-માનસિક ત્રાસ
પ્રતિકાત્મક તસવીર

અલગ રહેવા ગયા બાદ ઘરનો સામાન લાવવા પતિ પૈસા આપતો ન હતો. તેથી પત્ની પોતાના પગારમાંથી ઘર ચલાવતી હતી. 

  • Share this:
અમદાવાદ : શહેરના ઇસનપુર પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પતિ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે, તેના પહેલા બાળકના જન્મ બાદ વિટામિનની ઉણપને કારણે બાળકનું મોત થયું હતું. યુવતીનો પતિ એવું કહી ત્રાસ આપતો હતો કે, તારે બાળક જોઇતુ ન હતું તેથી મારી નાખ્યુ. ત્યારબાદ પતિ વારંવાર શારીરિક માનસિક ત્રાસ આપતો હતો અને નોકરી કરવા દુબઇ જતો રહ્યો હતો. દુબઇથી પરત આવ્યા બાદ પત્નીને પિયર કાઢી મુકી હતી. જેથી કંટાળી પત્નીએ ઇસનપુર પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતી યુવતીના લગ્ન વર્ષ 2011માં સામાજીક રીતરિવાજ મુજબ રાજસ્થાન ખાતે રહેતા એક યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પતિને એમબીએનો અભ્યાસ કરવાનો હોવાથી તે બેંગ્લોર જતો રહ્યો હતો અને યુવતી અમદાવાદ રહેવા આવી ગઇ હતી. બે મહિના બાદ પતિની એમબીએની પરીક્ષા પુર્ણ થતા પતિ પણ અમદાવાદ પત્ની સાથે રહેવા આવી ગયો હતો અને ખાનગી કંપનીમાં પતિ અને પત્નીએ નોકરી શરૂ કરી દીધી હતી. જોકે, થોડા મહિના બાદ બન્ને વચ્ચે યુવતીના મકાનમાં રહેવા બાબતે તકરાર શરૂ થઇ હતી. જેથી, યુવતી પતિ સાથે ભાડે મકાનમાં રહેવા જતી રહી હતી. જોકે ત્યાં રહેવા ગયા બાદ મકાનનો સર સામાન લાવવા પતિ પૈસા આપતો ન હતો. તેથી યુવતી પોતાના પગારમાંથી ઘર ચલાવતી હતી.



કોરોનાના કહેર વચ્ચે મહેસાણામાં માસ્ક વગરની હજારોની ભીડે ડીજેના તાલ સાથે કાઢી હતી શોભાયાત્રા, બે સામે ગુનો નોંધાયો

આ દરમિયાન યુવતીએ એક દીકરાને જન્મ આપ્યો હતો. પરંતુ વિટામિનની ખામીના કારણે તેનુ સવા માસમાં જ મોત નિપજ્યું હતું. જેથી પતિએ જણાવ્યું હતું કે, તારે બાળક જોઇતુ ન હતુ તેથી તે તારા બાળકને મારી નાખ્યું છે. આ મામલે ઝધડો થતા બન્નેએ ભાડાનું મકાન ખાલી કરી દીધુ હતું. પતિ રાજસ્થાન રહેવા જતો રહ્યો હતો.

'મારી રીક્ષામાં બેસી જાઓ હું તમને ઘરે મૂકી જઉં,' ગઠિયાઓએ નજર ચૂકવીને વૃદ્ધાની સોનાની બંગડીઓ ચોરી લીધી

ત્રણ મહિના બાદ યુવતીને પતિ લેવા આવતા તે સાસરીમાં રહેવા જતી રહી હતી. ત્યાં ગયા બાદ ઝઘડો થતા યુવતી પરત પિયર આવી ગઇ હતી. ત્યારે પતિએ ફોન કરી જણાવ્યું કે, તુ મને ગમતી નથી મારે છૂટાછેડા જોઇએ છે.

પછી પતિ દુબઇ નોકરી કરવા જતો રહ્યો હતો. ત્રણ વર્ષ પતિ ત્યાં રોકાયો હતો અને પછી પરત આવ્યો હતો. પછી સમાજના લોકોએ મળી ફરી સમાધાન કરાવ્યું હતું. પછી યુવતી પરત સાસરીમાં ગઇ હતી અને ત્યારબાદ બન્ને દુબઇ ગયા હતા. ત્યાં ત્રણ મહિના રોકાયા બાદ રાજસ્થાન પરત આવી ગયા હતા. 2015માં બીજા દીકરાનો જન્મ થયો હતો. જેથી યુવતી અહીંયા રહી અને પતિ દુબઇ જતો રહ્યો હતો.

એક વર્ષ બાદ પતિ દુબઇથી પરત આવ્યો હતો અને નાનીનાની વાતે તકરાર કરવા લાગ્યો હતો. યુવતીને અભ્યાસ માટે પૈસા આપતો ન હતો. ઉપરાંત તે નાનીનાની વાતે તકરાર કરી મારામારી કરતો હતો અને તેને ઘરમાંથી કાઢી મુકી હતી. જેથી કંટાળી યુવતીએ આ મામલે પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:November 29, 2020, 13:12 pm