અમદાવાદ : હાસ્યાસ્પદ નજીવી બાબતનો ઝઘડો બન્યો ઉગ્ર, પત્નીએ નોંધાવી પતિ સામે ફરિયાદ

અમદાવાદ : હાસ્યાસ્પદ નજીવી બાબતનો ઝઘડો બન્યો ઉગ્ર, પત્નીએ નોંધાવી પતિ સામે ફરિયાદ
પ્રતિકાત્મક તસવીર

ક્યારેક પતિ પત્ની વચ્ચે નજીવી બાબતમાં થયેલા ઝઘડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે

  • Share this:
અમદાવાદ : ક્યારેક પતિ પત્ની વચ્ચે નજીવી બાબતમાં થયેલા ઝઘડા ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે અને મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. આવો જ એક બનાવ શહેરના ગોમતીપુર વિસ્તારમાં જોવા મળ્યો છે.

ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ ફરિયાદ આપી છે કે, તેમના પતિના મૃત્યુ બાદ તેમને સાતેક વર્ષથી અન્ય પુરુષ સાથે લગ્ન કર્યા હતા. હાલમા તેની સાથે રહે છે.  ફરિયાદી મહિલાના પતિ બાળકો માટે આઠ જેટલી બનિયાન લાવ્યા હતા. જેમાંથી એક બનીયાન ફરિયાદીના પહેલા પતિના સંતાને પહેરી હતી. જોકે, ફરિયાદીનો પતિ તેની જેઠની છોકરીને તેમના ઘરે લઈ આવ્યો હતો અને તેને પણ એક બનિયાન આપી હતી. પરંતુ છોકરી એ પતિના અગાઉના સંતાને પહેરેલી બનીયાન લેવાની જ જીદ પકડી હતી.  આ બાબતને લઈને પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. અને ફરિયાદીનો પતિ તેને બિભત્સ ગાળો આપવા લાગ્યો હતો.આ પણ વાંચો - અમદાવાદ : જામીન પર છૂટેલા એક તરફી પ્રેમીએ યુવતીને આપી ધમકી, 'હૈદરાબાદવાળી કરીશ, એસિડ નાંખીશ'

આ પણ જુઓ -

જેથી ફરિયાદી આમ ના કરવા કહેતા જ તે ઉશ્કેરાઈ ગયો હતો અને ફરિયાદીની પુત્રી ઘરમાં ખાંડણીમાં મરચું ખાંડતી હતી તે દસ્તો લઈને આરોપીએ ફરિયાદીના માથાના ભાગે મારી દીધો હતો. જેથી ફરિયાદીને લોહી નીકળતા તેમણે બૂમાબૂમ કરી હતી. જોકે આસપાસના લોકો એકઠા થઈ જતાં તેનો પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ફરિયાદી એ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા હાલમાં પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:September 14, 2020, 08:54 am

ટૉપ ન્યૂઝ