'કાલુ કે મેરી બીવી કે સાથ ગેરસંબંધ હે' : પત્નીના પાડોશી સાથેના સંબંધોથી કંટાળીને પતિએ કર્યો આપઘાત

'કાલુ કે મેરી બીવી કે સાથ ગેરસંબંધ હે' : પત્નીના પાડોશી સાથેના સંબંધોથી કંટાળીને પતિએ કર્યો આપઘાત
પ્રતિકાત્મક તસવીર

અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ તેઓને જાણવા મળ્યું કે, તેમના ભાઈ લિયાકતશાની પત્ની તસલીમ બાનુને ઘરની સામે રહેતા સલીમ ઉર્ફે કાલુ ખતાઈ સાથે આડા સંબંધો હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના સરખેજ ગામમાં યુવકે થોડા દિવસો પહેલા બકરી બાંધવાની સાંકળ છતમાં બાંધીને ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જેમાં પોલીસને એક સ્યુસાઇડ નોટ હાથ લાગી હતી. જેમાં તેણે આક્ષેપ કર્યો હતો કે તેના પાડોશમાં રહેતા કાલુ નામના યુવક સાથે તેની પત્નીના ગેરસંબંધ હતા. જેના કારણે કંટાળીને તેણે આપઘાત કર્યો છે. સમગ્ર બાબતને લઈને સ્યુસાઇડ નોટના પુરાવાના આધારે સરખેજ પોલીસે બે લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

શહેરના સરખેજ ગામમાં રહેતા ઇકબાલશા ફકીર તેમના પરિવાર સાથે રહે છે અને લોડિંગ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન કરે છે. તેમના પરિવારમાં ચાર ભાઈઓ અને ત્રણ બહેનો પણ છે. જેમાંથી એક ભાઈ લિયાકતશા સિપાઈ વાસમાં તેમના ઘર નજીક જ રહે છે. ગત તા. 18મીના રોજ તેઓ સાંજે ઘરે આવ્યા ત્યારે તેમના ભાઈને ઉપાડીને પરિવારજનો નીચે લાવતા હતા.

ઘર પાસે અન્ય લોકોનું ટોળું ભેગું થયું હતું. બનાવ બાબતે પૂછતાં તેઓને જાણવા મળ્યું કે તેમના ભાઈ લિયાકતશાએ બકરાને બાંધવાની સાંકળ છતની પાઇપ સાથે બાંધી આપઘાત કર્યો છે. લિયાકતશાને ટેમ્પામાં જ સોલા સિવિલ લઈ ગયા હતા જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

આ પણ વાંચો -  ચોરી ઉપરથી સીના જોરી : મારા એરિયામાં વીજ ચેકીંગ માટે આવ્યા છો તો છરી મારી દઈશ, વીજ અધિકારીને ધમકી

અંતિમવિધિ પૂર્ણ કર્યા બાદ તેઓને જાણવા મળ્યું કે, તેમના ભાઈ લિયાકતશાની પત્ની તસલીમ બાનુને ઘરની સામે રહેતા સલીમ ઉર્ફે કાલુ ખતાઈ સાથે આડા સંબંધો હતા. પાંચેક માસ પહેલા લિયાકતશાને આ અંગે જાણ થઈ ગઈ હતી. જેથી આ બાબતે ઘરના સભ્યો અને સલીમના ઘરના સભ્યો વચ્ચે તકરાર થઈ હતી. પરંતુ બાદમાં સમાધાન થયું હતું. ત્યારબાદ પણ તસલીમબાનુ સુધરી ન હતી અને લિયાકતશા જ્યારે ફેરો મારવા ટેમ્પો લઈને જાય ત્યારે આ તસલીમબાનુ જ્યાં કામ કરવા જતી હતી ત્યાંથી બારોબાર સલીમને મળવા જતી હતી. જેના કારણે લિયાકતશા અને તસલીમ બાનુ વચ્ચે ઝગડા પણ થતા હતા.

આ પણ જુઓ - જેના કારણે લિયાકતશા એ સરખેજ સિપાઈ વાસ ખાતેના પોતાના મકાનમાં આપઘાત કરી લીધો હતો. લિયાકતશા અલગ ભાડે મકાન રાખીને રહેવા જતો ત્યારે પત્ની કોઈ કારણસર ત્યાં જતી ન હતી. મૃતક લિયાકતશા પાસેથી એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી હતી. જેમાં લિયાકતશાએ લખ્યું હતું કે "મેં લિયાકતશા પૂરે હોશ મેં લિખ રહા હું કે મેરી મોત કા જીમેદાર મોહમ્મદ ભાઈકા છોકરા કાલુ હૈ, મેરી ઔરત કે સાથ ગેરસબન્ધ હોને કે કારણ મેં યે કદમ ઉઠા રહા હું". સરખેજ પોલીસે આ સ્યુસાઇડ નોટ કબ્જે કરી મૃતક લિયાકતશાની પત્ની અને તેના પ્રેમી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:September 30, 2020, 08:15 am

ટૉપ ન્યૂઝ