અમદાવાદ: પ્રેમલગ્ન બાદ જાણ થઇ કે, પતિને પહેલેથી જ પત્ની-બાળકો છે, બબાલ થતા મહિલા પર રેડ્યું જ્વલનશીલ પ્રવાહી

અમદાવાદ: પ્રેમલગ્ન બાદ જાણ થઇ કે, પતિને પહેલેથી જ પત્ની-બાળકો છે, બબાલ થતા મહિલા પર રેડ્યું  જ્વલનશીલ પ્રવાહી
પ્રતીકાત્મક તસવીર: Shutterstock

હિતેશને પહેલેથી જ પત્ની તથા બાળકો પણ છે અને તે લગ્ન તેનાથી છુપાવ્યા છે. જેથી મહિલાએ કોર્ટમાં હિતેશ સાથે છૂટાછેડા લીધા હતા.

  • Share this:
અમદાવાદ: શહેરના સોલા પોલીસ સ્ટેશનમાં એક યુવતીએ તેના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવી છે. આ યુવતીએ આક્ષેપ કર્યો છે કે, જ્યારે તેણે તેના પ્રેમી સાથે લગ્ન કર્યા અને બાદમાં તેની સાથે અલગ રહેવા લાગી હતી ત્યારે તેને જાણ થઈ હતી કે, તેના પતિના અગાઉ પણ એક લગ્ન થયેલાં છે. તેની પત્ની અને બાળકો પણ છે. છતાંય તેને અંધારામાં રાખી તેની સાથે લગ્ન કર્યા હતા. જોકે બાદમાં આ યુવતીએ છુટાછેડા લીધા હતા. ત્યારે યુવતીના પીજી પર અવારનવાર જઈને આ શખ્સ હેરાન કરતો હતો. એક દિવસ યુવતીને બાઈક પર બેસાડી અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં એક બોટલ કાઢી તેમાંથી કોઈ જવલનશીલ પ્રવાહી તેની પર રેડ્યું હતું જેથી આ યુવતીને બળતરા થવા લાગી હતી. સમગ્ર બાબતને લઈને યુવતીએ તેના પૂર્વ પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના સોલા વિસ્તારમાં રહેતી 33 વર્ષીય મહિલા હાલ પીજી તરીકે રહે છે. બે વર્ષ પહેલા આ મહિલા તેના પિતાના ઘરે રાણીપ ખાતે રહેતી હતી. તે વખતે તે લાયબ્રેરીમાં અભ્યાસ કરવા જતી હતી અને ત્યારે આ જ વિસ્તારમાં રહેતા હિતેશ નામના યુવક સાથે સંપર્કમાં આવી હતી અને બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. જોકે, આ હિતેશ અન્ય સમાજનો હોવાથી તેણે જણાવ્યું હતું કે, તેમના લગ્ન તેના ઘરના સભ્યો સ્વીકારશે નહીં. જેથી થોડો ટાઈમ અલગ રહીએ. બાદમાં ચાંદખેડા ખાતે આ મહિલાને હિતેશ રહેવા લઈ ગયો હતો. જેથી મહિલા સાથે તેના ઘરના સભ્યોએ સંબંધ તોડી નાખ્યો હતો. મહિલાએ હિતેશને લગ્ન કરવાનું જણાવતાં તે વાયદા કરતો હતો અને તે વખતે તેની સાથે આ મહિલાએ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા.સફરનામા: બોલી અને સાંભળી ન શકનાર આ બે રાઇડર્સ કાપશે 12000 કિમીનું અંતર, આપી રહ્યાં છે ખાસ સંદેશ

ત્યારબાદ, તેને જાણવા મળ્યું કે, હિતેશને પહેલેથી જ પત્ની તથા બાળકો પણ છે અને તે લગ્ન તેનાથી છુપાવ્યા છે. જેથી મહિલાએ કોર્ટમાં હિતેશ સાથે છૂટાછેડા લીધા હતા. બાદમાં આ મહિલા તેના માતા-પિતાના ઘરે રહેવા ગઈ હતી. ત્યાર પછી ફરીથી હિતેશ તેની પાસે આવ્યો હતો અને જણાવ્યું હતું કે, તે તે આ મહિલા વગર રહી શકશે નહિ. જેથી તેની સાથે રહેવા લઈ ગયો હતો. છેલ્લા બે મહિના પહેલા આ હિતેશએ મહિલાને જણાવ્યું હતું કે, તેના ઘરવાળા તેને હવે બોલાવે છે તેમ કહી તે તેના ઘરે જતો રહ્યો હતો.

રાજકોટ: 'કોરોનામાં અન્યનાં માતા-પિતાની સારવાર કરીને હું મારા માતા પિતાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માંગુ છું'

જેથી આ મહિલા છેલ્લા દોઢ મહિનાથી પીજીમાં રહેવા લાગી હતી. તાજેતરમાં બપોરના સમયે હિતેશએ ફોન કરી પીજી પર આ મહિલાને બોલાવી અને તેનો સામાન પાછો આપી દે તેમ કહી માથાકૂટ કરી હતી. જેથી મહિલાએ અહીંયા માથાકૂટ ન કરવા જણાવતા તેને બાઈક પર બેસાડી ઓગણજ પાસે એક મંદિર પાછળ લઈ ગયો હતો. ત્યાં લોકોની અવરજવર ન હોવાથી બાઈક ઊભું રાખ્યું હતું અને બાદમાં મહિલાને નીચે ઉતારી, તું મારી સાથે પાછી રહેવા આવી જા તેમ કહી માથાકૂટ કરી ઉશ્કેરાઈ ગયો હતો. આ હિતેશે પોતાની પાસે રહેલી થેલીમાંથી એક બોટલ કાઢી હતી અને તેમાંથી જ્વલનશીલ પ્રવાહી મહિલાના ચહેરા ઉપર નાખતા મહિલાએ હાથથી ધક્કો માર્યો હતો.જેથી આ પ્રવાહી તેના હાથ ઉપર પડ્યું હતું અને જેના કારણે મહિલાને ચહેરા પર તથા હાથ ઉપર બળતરા થતાં તેણે બૂમાબૂમ કરી હતી. જેથી આ હિતેશ બાઈક લઈને ત્યાંથી ભાગી ગયો હતો. બાદમાં મહિલાએ પોલીસને જાણ કરતાં પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:May 01, 2021, 11:13 am

ટૉપ ન્યૂઝ