Home /News /madhya-gujarat /

સાવધાન! અમદાવાદમાં HoneyTrapની ગેંગ થઇ છે સક્રિય, યુવતી આ રીતે કમાતા યુવકોને ફસાવી-ડરાવી ખંખેરે છે લાખો રૂપિયા

સાવધાન! અમદાવાદમાં HoneyTrapની ગેંગ થઇ છે સક્રિય, યુવતી આ રીતે કમાતા યુવકોને ફસાવી-ડરાવી ખંખેરે છે લાખો રૂપિયા

પ્રતીકાત્મક તસવીર : shutterstock

બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો.

અમદાવાદ: જો તમે સોશિયલ મીડિયાનો (social media) ઉપયોગ કરી રહ્યા છો તો facebook જેવા માધ્યમ પર કોઇક અજાણી વ્યક્તિની ફ્રેન્ડ રિક્વેસ્ટ આવે તો સ્વીકારતા પહેલા ચેતી જજો. કારણ કે, એક ભૂલથી આખીય જિંદગી પસ્તાવાનો વખત આવશે. ફેસબુક પર આવેલી અજાણી યુવતીની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારવાનું વેપારીને ભારે પડ્યું છે. અમદાવાદમાં (Ahmedabad) મહિલાએ (Women) પહેલા વેપારી સાથે સોશિયલ મીડિયા પર વાતો કરી જે બાદ પોતાનો મોબાઇલ નંબર આપ્યો અને તેની પર વાતો કરી. જે બાદ મહિલાએ તે યુવકને મળવા બોલાવ્યો અને બીજા દિવસે ધમકી આપી કે, તું મને પાંચ લાખ રૂપિયા નહીં આપે તો તને રેપના કેસમાં ફસાવી દઇશ.

શહેરના રબારી કોલોની ચાર રસ્તા નજીક રહેતા એક વેપારીએ પશ્ચિમ મહિલા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જે પ્રમાણે, વર્ષ 2020 ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં તેમના ફેસબુક એકાઉન્ટ પર રાધિકા મોદી નામની એક યુવતીએ ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી. જોકે વેપારીએ આ ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર પર વાતચીત થતી હતી ત્યારબાદ થોડા સમય બાદ યુવતીએ તેનો મોબાઈલ નંબર વેપારીને આપ્યો હતો. અને મોબાઇલથી પણ વાતચીત થતી હતી તે યુવતીએ કહ્યું હતું કે તે પોતે સુરત છે પરંતુ તેની બહેન અમદાવાદ રહે છે એટલે તે અમદાવાદ આવશે ત્યારે વેપારી ને મળવા બોલાવશે.

World Water Day 2021: કેમ ઉજવવામાં આવે છે વિશ્વ જળ દિવસ, શું છે કારણ?

21મી સપ્ટેમ્બરે યુવતીએ વેપારી વટવા બ્રિજ નીચે મળવા માટે બોલાવ્યા હતા. જોકે તેના બનેવી જોઈ જશે તેવું કહીને આ યુવતી વેપારીને અસલાલી પાસેના એક ગેસ્ટ હાઉસ નીચે લઈ ગઈ હતી. જ્યાં બંને થોડો સમય વાતચીત કરી હતી બાદમાં છુટા પડયા હતા. બીજે દિવસે વેપારીના ફોન પર મહિલા પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો હતો કે, આ યુવતીએ તેની વિરુદ્ધમાં અરજી આપી છે.

અમદાવાદ: ચોરીનો ગજબ કિસ્સો, ચોરોએ વૃદ્ધાને તેમના જ રૂમમાં પુરી દીધા અને મંદિરમાંથી કરી લીધી હજારોની ચોરી

જોકે બાદમાં રાધિકા મોદી અને જીતેન્દ્ર મોદી નામનો વ્યક્તિ તેઓ ને પૂર્વ મહિલા પોલીસ સ્ટેશન બહાર બોલાવ્યા હતા.  જીતેન્દ્રએ તેમને કહ્યું હતું કે, પોતે ક્રાઈમ બ્રાંચમાં નોકરી કરતા હતા અને હાલ રીટાયર્ડ છે અને સેવાનું કામ કરે છે. ફરિયાદીને કહ્યું હતું કે, જો તમારે સમાધાન કરવું હોય તો રૂપિયા પાંચ લાખ આપવા પડશે અઢી લાખ અમને અને અઢી લાખ રૂપિયા પોલીસને વહીવટ કરવો પડશે. જોકે, ફરિયાદીએ ગભરાઈને રૂપિયા પાંચ લાખ આપી દેતા અરજી પરત ખેંચી હતી અને સમાધાન કર્યું હતું.



આ ગેંગએ બીજી ફેબ્રુઆરી એ વધુ એક વેપારીને આ રીતે ફસાવી રૂપિયા પડાવ્યા હોવાની જાણ થતાં પશ્ચિમ   મહિલા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપી વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Honey trap, Threatens, અમદાવાદ, ગુજરાત, મહિલા

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन