ગુજરાતના પ્રથમ ન્યૂરો સર્જન જેમણ મગજના રોગો માટેની નવી ટેકનોલોજીમાં મેળવી નિપુણતા

ગુજરાતના પ્રથમ ન્યૂરો સર્જન જેમણ મગજના રોગો માટેની નવી ટેકનોલોજીમાં મેળવી નિપુણતા
પ્રતીકાત્મક તસવીર

ઝાયડસ હોસ્પિટલના ડો. શાહ ગુજરાતના પ્રથમ ન્યૂરો સર્જન છે કે, જેમણે જાપાનમાં ટોકિયો ખાતે મગજના રોગોની સારવાર માટે તમામ આધુનિક ટેકનોલોજીમાં નિપુણતા પ્રાપ્ત કરતી તાલિમ મેળવી છે.

  • Share this:
અમદાવાદ:  ઝાયડસ હોસ્પિટલના ડો. શાહ ગુજરાતના પ્રથમ ન્યૂરો સર્જન છે કે, જેમણે જાપાનમાં ટોકિયો ખાતે મગજના રોગોની સારવાર માટે તમામ આધુનિક ટેકનોલોજીમાં નિપુણતા પ્રાપ્ત કરતી તાલિમ મેળવી છે. અમદાવાદના એન્ડોવાસ્ક્યુલર ન્યૂરો સર્જન ડો. કલ્પેશ શાહે તેમની સિધ્ધિઓમાં વધુ એક ઉમેરો કર્યો છે. તે એક એવા માત્ર વ્યક્તિગત ઓપરેટર છે કે, જેમણે બ્રેઈન એન્યુરિઝમ માટે સૌથી વધુ ફ્લો ડાયવર્ઝન સ્ટેન્ટીંગ કર્યા છે. આથી તે ગુજરાતમાં આધુનિક બ્રેઈન સર્જરીની ટેકનોલોજી સુસ્થાપિત કરવામાં પાયોનિયર ગણાય છે.

છેલ્લા કેટલાંક વર્ષોમાં ડો. શાહે ન્યૂરો ઈન્વર્ટર પ્રોસીજર્સ મારફતે 1500થી વધુ દર્દીઓની સારવાર કરીને સાજા કર્યા છે. આમાંની અત્યંત આધુનિક પધ્ધતિમાં ચામડીમાં નાનો છેદ કરીને તેમાં કેથેટર દાખલ કરીને લોહીની નલિકાઓ મારફતે મગજ અને કરોડરજ્જુના પ્રોબ્લેમ એરિયામાં પહોંચવાનો પ્રયાસ કર્યો છે.
શરીરના લોહીના પૂરવઠાનો 20 ટકા જ હિસ્સો મગજ સુધી પહોંચે છે અને નાનામાં નાની રક્તનલિકામાં બ્લોકેજ કે છેદ થાય તો શક્તિ અને બાઉલ કન્ટ્રોલ, પેરાલિસીસ, હેમરેજ અને મૃત્યુ સુધીની સ્થિતિ પેદા થઈ શકે છે. કોઇલીંગ પધ્ધતિથી કરવામાં આવતા એન્ડોવાસ્ક્યુલર ઈન્ટરવેન્શનથી એન્યુરિઝમની સારવારમાં મૃત્યુનો દર ઘટાડી શકાયો છે.

રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડબ્રેક 8920 કેસ, 94 દર્દીના મોત, અમદાવાદ, સુરતમાં સ્થિતિ ખરાબમોટા એન્યુરિઝમમાં કોઈલીંગ કામ આવતું નથી. ફ્લોને ડાયવર્ટ કરતી સ્ટેન્ટ રક્તનલિકાને લગભગ સામાન્ય બનાવી દેતી હોવાથી તેમણે ફ્લો ડાયવર્ઝન પધ્ધતિની આ પ્રકારની 25 શસ્ત્રક્રિયાઓ કરી છે. શસ્ત્રક્રિયાના આ પાયોનિયરીંગ પધ્ધતિના કારણે ક્ષતિ થવાની શક્યતા નહીંવત્ત રહે છે અને ઈન્વેઝીંવ પ્રોસીઝરની જરૂર પડતી નથી.Covid 19 Second Wave જીવલેણ : કોરોનાના મોટાભાગના દર્દીઓમાં દેખાઈ રહ્યા છે આ લક્ષણો - Doctors

ડો. શાહ જણાવે છે કે “અગાઉ ન્યૂરો ઈન્ટરવેન્શન પ્રોસીઝર માટે આપણે મસ્તિષ્કમાં કાપ મૂકીને અથવા સ્પાયનલ કોલમ ખૂલ્લી કરતા હતા, પરંતુ હવે ફ્લો ડાયવર્ટર ડિવાઈસના કારણે અત્યંત જટીલ એન્યુરિઝમ સર્જરીમાં પણ ઈન્વેઝીવ પ્રોસીઝરની જરૂર પડતી નથી.”

15 વર્ષથી વધુ સમયની વિશિષ્ટ કારકીર્દિ ધરાવતા ડો. શાહે 9,000થી વધુ દર્દીઓને માઈક્રો સર્જરી કરીને મોટી સફળતાનો ઉંચો દર હાંસલ કર્યો છે. હવે તેમણે તાલિમ અને ન્યૂરોજીકલ સાયન્સની પ્રવૃત્તિઓમાં વધુ સંશોધનાત્મક પ્રવૃત્તિઓ માટે એન્યુરિઝમ ક્લિનીક શરૂ કર્યું છે.
Published by:Kaushal Pancholi
First published:April 17, 2021, 07:26 am

ટૉપ ન્યૂઝ