Home /News /madhya-gujarat /અમદાવાદી પિતાએ બીમાર દીકરાને જાપાનની હૉસ્પિટલમાંથી પરત લાવવા PM મોદી-ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર

અમદાવાદી પિતાએ બીમાર દીકરાને જાપાનની હૉસ્પિટલમાંથી પરત લાવવા PM મોદી-ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર

જયેશ પટેલની પહેલાની તસવીર અને હાલની તસવીર

દીકરાની પત્ની થોડા સમય પહેલા જ ગર્ભવતી હોવાથી ભારત આવી હતી. તેમને સાત વર્ષની અને છ મહિનાની બે દીકરીઓ છે.

  અમદાવાદી (Ahmedabad) પિતા હાલ પોતાના દીકરાની સેવા કરવા માટે જાપાન (Japan) ગયા છે. દીકરાને ટીબી (tuberculosis) અંતર્ગત અનેક કોમ્પિલિકેશન આવ્યાં હતા. જેથી તે હાલ જાપાનની એક હૉસ્પિટલમાં દાખલ છે. 56 વર્ષનાં પિતા હરિભાઇ પટેલે ભારત સરકારને તેમના દીકરા જયેશ પટેલને ભારત પરત લાવવા માટે મદદ કરવા અંગેનો એક પત્ર લખ્યો છે. ભારત લાવવા રૂ.1.25 કરોડનો ખર્ચ થાય તેમ છે, જે પરિવાર ઉઠાવી શકે તેમ નથી. જેથી તેમણે દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) અને ગૃહમંત્રી અમિત શાહને (Home minister Amit Shah) પત્ર લખ્યો અને મદદ માટે અપીલ કરી છે. હરિભાઇ અમદાવાદના ધાટલોડિયા વિસ્તારમાં શાયના સિટીમાં રહે છે.

  પિતા દીકરા પાસે જાપાન ગયા છે

  પિતા હાલમાં ટૂંકા ગાળાના વિઝા પર જાપાન ગયા છે અને તેમના પુત્રને ઘરે પરત લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેઓ શહેરની ગ્રાંટેડ સ્કૂલમાં નોકરી કરતા હતા. હાલ તેઓએ નિવૃત્તિ લીધી છે. જયેશની પત્ની જલ્પા અને સાત વર્ષ અને છ મહિનાની બે પુત્રીઓ તેમના ઘાટલોડિયાવાળા ઘરમાં સાથે રહે છે. એમએ અને બીએડની ડિગ્રી ધરાવતો જયેશ પટેલ છેલ્લા 2.5 વર્ષથી જાપાનમાં એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને ઓતાશીમાં રહે છે. જયેશને 5 ઓક્ટબર, 2020ના રોજ જાપાનના શિબુકાવા મેડિકલ સેન્ટર ગનમેકનમાં દાખલ કરવામાં આવ્યો હતો. 7 જાન્યુઆરીએ તેને બ્રેઇન સ્ટ્રોક થયા બાદ તેમની તબિયત વધુ ખરાબ થઈ હતી. પિતાના જણાવ્યાં પ્રમાણે, તે દિવસથી પુત્રની હાસત બગડતી જ જાય છે.

  અમદાવાદમાં ઓક્સિજનની અછત વચ્ચે થોડી રાહત! ઔધોગિક સિલિન્ડરોને મેડિકલ યુઝ માટે ડાયવર્ટ કરાયા

  પિતાની એક જ અરજી, દીકરો ભારત પાછો આવી જાય

  પિતાએ એક અંગ્રેજી સમાચાર પત્રને જણાવ્યાં પ્રમાણે, શિબુકાવા મેડિકલ સેન્ટર ખાતેના હોસ્પિટલના ચાર્જ તેમના જેવા મધ્યમ વર્ગના કુટુંબમાંથી આવતા કોઈ માટે પરવડી શકે તેમ નથી. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે તેમના પુત્રની સંપૂર્ણ જવાબદારી લેવા તૈયાર છે. પરંતુ પહેલા એકવાર દીકરો ભારતમાં આવી જાય. તે માટે મને ભારતનાં ઓથોરિટીઝની મદદ જોઇએ છે. તેઓ આગળ જણાવે છે કે, મારા પુત્રને ટીબીમાં 80 ટકા સારું થઇ ગયું હતું. પરંતુ તે તેના મગજમાં ફેલાયો છે અને તેના કારણે તે વધારે નબળો થઇ ગયો. આખો પરિવાર તેના માટે ચિંતિત છે. તેની પત્નીએ તેમની નાની દીકરીને છ માસ પહેલા જ જન્મ આપ્યો હતો. મારો પુત્ર પાછલા 2-2.5 વર્ષથી જાપાનમાં કામ કરે છે.

  રાજય સરકારનો નિર્ણય: મા કાર્ડ-આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ ખાનગી હૉસ્પિટલમાં પણ કોરોનાની સારવાર લઈ શકશે
  " isDesktop="true" id="1089301" >  સાંસદે પણ આપ્યું આશ્વાસન

  પિતા વધુમાં જણાવે છે કે, તેમણે સાંસદ હસમુખ પટેલને પણ પત્ર લખ્યો હતો. જેનો જવાબ પણ તેમણે આપ્યો છે. હસમુખ પટેલે જાપાનમાં ભારતના કોન્સ્યુલેટ જનરલને પત્ર લખ્યો છે કે, તેઓ તેમના પુત્રને ડૉક્ટરની સાથે એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસાડવામાં મદદ કરે જેથી તે ભારત પરત આવી શકે અને પરવડે તેવી સારવાર મેળવી શકે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: અમદાવાદ, અમિત શાહ, ગુજરાત, જાપાન, પીઅેમ નરેન્દ્ર મોદી

  विज्ञापन
  विज्ञापन