Home /News /madhya-gujarat /GMDC ગ્રાઉન્ડ ખાતે ઊભી કરાયેલી કોવિડ હૉસ્પિટલના તમામ દર્દીઓ તેમજ સ્ટાફ માટે આ ગ્રુપ કરશે ભોજનની વ્યવસ્થા

GMDC ગ્રાઉન્ડ ખાતે ઊભી કરાયેલી કોવિડ હૉસ્પિટલના તમામ દર્દીઓ તેમજ સ્ટાફ માટે આ ગ્રુપ કરશે ભોજનની વ્યવસ્થા

અંદાજે આ કાર્ય પાછળ રોજના સાડાત્રણથી ચાર લાખ રૂપિયા જેટલાનો ખર્ચ થશે જેનો માસિક ખર્ચ અંદાજે એક કરોડ જેટલો ખર્ચ થશે તેવો અંદાજ છે. 

અંદાજે આ કાર્ય પાછળ રોજના સાડાત્રણથી ચાર લાખ રૂપિયા જેટલાનો ખર્ચ થશે જેનો માસિક ખર્ચ અંદાજે એક કરોડ જેટલો ખર્ચ થશે તેવો અંદાજ છે. 

ગાંધીનગરનું ઉમિયા ધામ ટ્રસ્ટ સેકટર -૧૨ ખાતે આવેલા તેમના મંદિર પ્રાંગણમા ૬૦ બેડ તેમજ રાયસણની ફિઝિયોથેરાપી કોલેજમા ૧૨૦ બેડ ઉભી કરવા માટે યોગદાન આપશે.  તો ગુજરાત રાજ્યના અગ્રણી અને પ્રતિષ્ઠિત બિલ્ડર તેમજ લોહાણા મહાપરિષદના પૂર્વ પ્રમુખ પ્રવીણ કોટક અને તેમના લઘુબંધુ જયેશભાઈ કોટકની કંપની જે.પી.ઇસ્કોન ગ્રુપ દ્વારા  કેન્દ્ર સરકારના ડી.આર.ડી.વિભાગ અને ગુજરાત સરકાર સાનિધ્યમાં નવનિર્મિત ૯00 બેડની ધન્વન્તરી કોવિડ હોસ્પિટલ જી.એમ.ડી.સી.ખાતે તમામ દર્દીઓને, મેડીકલ સ્ટાફને, પેરામેડીકલ સ્ટાફને , ઉપસ્થિત સિક્યુરીટીના તમામ જવાનોને તેમજ દર્દીના સગાઓ માટે નિઃશુલ્ક ભોજન વ્યવસ્થા કરશે.

વાત સમાજની હોય કે રાષ્ટ્રની હોય દાન અને સખાવતની વાત આવે ત્યાં સ્વ . શેઠ તલકશીભાઈ દલછારામ કોટકનો પરિવાર સદા અગ્રેસર રહ્યો છે, કોરોના મહામારીના શરૂઆતના તબક્કા દરમ્યાન ગત વર્ષે અમદાવાદ મ્યુ . કોર્પોરેશનની વિનંતીને માન આપી જે.પી. ઇસ્કોન પરિવાર દ્વારા અમદાવાદના રામદેવ નગર વિસ્તારમાં અનેક લોકોને દવા અને ભોજન નિઃશુલ્ક પુરા પાડ્યા હતા. તેજ અરસામાં અનેક શ્રમજીવી પરિવારોને ઇસ્કોન મેગામોલમાં આશરો આપી તેમની તમામ વ્યવસ્થા અનેક દિવસો સુધી જે.પી.ઇસ્કોન પરિવાર દ્વારા કરવામાં આવી હતી . લોહાણા મહાપરીષદના પ્રમુખ તરીકે પણ પ્રવીણ કોટકે કોરોના મહામારીમાં વ્યકતિગત મદદ કરી માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું .



હવે જે.પી.ઇસ્કોના ગ્રુપ અને શ્રી રામ જલારામ સદાવ્રત દ્વારા ૯00 બેડની નવી તૈયાર કરવામાં આવેલી ધન્વન્તરી કોવિલ હોસ્પીટલમાં તમામ દર્દીઓ , ડોક્ટર્સ , પેરામેડીકલ સ્ટાફ , ૧૦૮ ના ડ્રાઈવર્સ , દર્દીઓના સ્વજનો , પોલીસ કર્મીઓ તેમજ સિક્યુરીટી સ્ટાફને ઉત્તમ અને ઉચ્ચ ક્વોલીટીનું ભોજન આપવામાં આવશે .



રોજ બ રોજ જે ભોજન પીરસાશે તેનું મેનું પણ તેઓએ રેડી કર્યું છે , એ મેનું આ મુજબ રહેશે. પ્રવીણ કોટક તથા જયેશભાઈ કોટક પોતાનું એક વિશાળ મિત્રમંડળ ધરાવે છે અને આજે તેમના તમામ મિત્રો પણ તેમના આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા આજથી જ કામે લાગી ગયા છે.
" isDesktop="true" id="1091224" >



અંદાજે આ કાર્ય પાછળ રોજના સાડાત્રણથી ચાર લાખ રૂપિયા જેટલાનો ખર્ચ થશે જેનો માસિક ખર્ચ અંદાજે એક કરોડ જેટલો ખર્ચ થશે તેવો અંદાજ છે .
આ અંગે જે.પી.ઇસ્કોન ગ્રુપના ચેરમેનપ્રવીણ કોટકને પૂછતાં તેમણે મક્કમતાથી જણાવ્યું હતું કે મારા ગુજરાતી ભાઈઓને મદદ કરવા માટે ગમે તેટલો ખર્ચ થાય અમે અહીં આવેલા તમામને શુદ્ધ , સ્વાદિષ્ટ , પૌષ્ટિક અને ઉત્તમ ભોજન જમાડીશું
First published:

Tags: Corona patient, Covid hospital, અમદાવાદ, ગુજરાત, જીએમડીસી