અમદાવાદ : શહેરમાં ઘણા સમયથી રિક્ષામાં પેસેન્જર તરીકે બેસાડી પાછળ પેસેન્જરના સ્વાંગમાં બેઠેલા શખશો નજર ચૂકવી ચોરી કરતા હોય તેવા અનેક કિસ્સાઓ સામે આવ્યાં છે. હવે આ ગેંગના લોકોએ મોડ્સ ઓપરેન્ડી બદલી સરનામું પૂછવાના બહાને એકલ દોકલ વ્યક્તિઓની નજીક જઈને લૂંટ ચલાવી રહ્યા છે. આવી જ ઘટના શાહીબાગમાં બની હતી. એક વૃદ્ધ સરનામું બતાવવા જતા રિક્ષામાં બેઠેલા લોકોએ 58 હજારની સોનાની ચેઇન લૂંટી લીધી હતી.
ન્યુ સિવિલ રોડ પર આવેલી, કે. જે. કડીયાની ચાલીમાં રહેતા 67 વર્ષીય રમેશચંદ્ર ગોહિલ ઝેરોક્ષની દુકાન ધરાવે છે. તેઓ તેમના પરિવાર સાથે રહે છે. તેઓ આજે સવારે નવ વાગ્યે તેમની દુકાને આવ્યા હતા. બાદમાં તેઓને કોઈ કામ હોવાથી મેડાવાળી ચાલી ખાતે ગયા હતા. ત્યાંથી કામ પતાવીને પરત આવતા હતા ત્યારે તેમની પાસે એક રિક્ષા આવી હતી.
રિક્ષામાં ડ્રાઈવર બેઠેલો હતો અને પાછળ બે પેસેન્જર બેઠા હતા. ડ્રાઈવરે રમેશચંદ્રને બોપલ તરફનું સરનામું પૂછતાં તેઓ હજુ રસ્તો બતાવવા જાય ત્યાં રિક્ષામાં બેઠેલા શખશોએ રમેશચંદ્રના ગળામાં હાથ નાખીને 58 હજારની ચેઇન અને પેન્ડન્ટ લૂંટી ફરાર થઈ ગયા હતા. આ મામલે રમેશચંદ્રએ પોલીસને જાણ કરતા શાહીબાગ પોલીસે ગુનો નોંધી બનાવને અંજામ આપનાર ટોળકીની તપાસ હાથ ધરી છે.
થોડા દિવસ પહેલા અમદાવાદ શહેરમાં એક મહિલાના ઘરમાં ચોરી થતા હાહાકાર મચી જવા પામ્યો હતો. એક મહિલા ધનતેરસના દિવસે ધન એવા લાખોના દાગીના ડબ્બામાંથી કાઢવા ગઈ ત્યારે 4.27 લાખના દાગીના ભરેલો ડબ્બો જ ગાયબ હતો. આ ડબ્બામાં તેમના માતાના બારમામાં આવેલી બુટ્ટીઓ પણ હતી. જેથી આ મામલે હવે છેક મહિલાએ ફરિયાદ નોંધાવતા સેટેલાઇટ પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
સેટેલાઇટ જોધપુર ચાર રસ્તા પાસે આવેલી અનુપમ સોસાયટીમાં રહેતા 54 વર્ષીય પ્રેરણા બહેન શુકલા તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ કેતનકુમાર નારોલ આર.વી.ડેનિમ ફેકટરીમાં નોકરી કરે છે. ગત 18 ઓકટોબરના રોજ પ્રેરણાબહેન તેમના માતાના અવસાન બાદ બારમું પતાવી ઘરે આવ્યા હતા. ત્યાર બાદ આ ઘટના બની હતી.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર