અમદાવાદમાં ગણપતિ બાપ્પાની 2 ફૂટથી ઊંચી મૂર્તિ રાખી હોય તો સાવધાન, તમારી પર છે ખાસ નજર

અમદાવાદમાં ગણપતિ બાપ્પાની 2 ફૂટથી ઊંચી મૂર્તિ રાખી હોય તો સાવધાન, તમારી પર છે ખાસ નજર
આ વખતે ગણેશ ચતુર્થીના તહેવારમાં શહેરમાં એક પણ પંડાલ જોવા નહીં મળે. આ નિર્ણય શહેર પોલીસ કમિશનર અને સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

આ વખતે ગણેશ ચતુર્થીના તહેવારમાં શહેરમાં એક પણ પંડાલ જોવા નહીં મળે. આ નિર્ણય શહેર પોલીસ કમિશનર અને સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.

  • Share this:
અમદાવાદ : આ વખતે ગણેશ ચતુર્થીના તહેવારમાં શહેરમાં એક પણ પંડાલ જોવા નહીં મળે. આ નિર્ણય શહેર પોલીસ કમિશનર અને સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. કારણ કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના લીધે આ નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. સાથે સાથે શહેર પોલીસ દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે, ગણેશ વિસર્જનમાં આ વખતે નાગરિકોએ ભગવાન ગણેશજીને પોત પોતાના ઘરોમાંજ વિસર્જિત કરવાના રહેશે. કારણકે કોરોના વાયરસના કહેરથી બચવા માટે સોશિયલ ડિસટન્સીંગ ખૂબ જ મહત્વનું છે. માટે આ પ્રકારનો નિર્ણય તંત્ર દ્વારા લેવામાં આવ્યો છે. અને આ તમામ નિયમો લોકો પાળે તે માટે પોલીસની શી ટીમને ખાસ જવાબદારી પણ સોંપાઈ છે.

કોરોના સંક્રમણને લઈને ગણેશ ચતુર્થી માટે શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. જેમાં આદેશ કરાયો છે કે, શહેરીજનો ગણેશજીની માટીની જ મૂર્તિ ની સ્થાપના કરી શકશે. બે ફૂટથી વધારે ઊંચી મૂર્તિની સ્થાપના નહિ કરી શકાય.તો મંડળો દ્વારા ગણેશ સ્થાપના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. મંડપ, પંડાલ કે ડીજે અથવા સાઉન્ડ સિસ્ટમ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. ગણેશ વિસર્જન પણ ઘરમાં જ કરવાનું રહેશે અને લોકો નદી નાળા, તળાવમાં વિસર્જન ન કરે તે માટે પોલીસ દ્વારા લોકોને અપીલ કરાઈ છે. સાથે સાથે શોભાયાત્રા કે કોઈપણ કાર્યક્રમ કે વિસર્જન યાત્રા ન કરવા લોકોને આદેશ કરાયો હોવાનું શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના ડીસીપી ડૉ. હર્ષદ પટેલ એ જણાવ્યું છે.



આ પણ વાંચો - Ganesh Chaturthi 2020: બનાવો પરંપરાગત ચોખાના લોટનાં મોદક, બાપ્પા ચોક્કસ થશે ખુશ

બીજીતરફ હાલ કોરોના મહામારીને લઈને આ વખતે ગણેશ ચતુર્થીના રંગ ફિક્કા જોવા મળી રહ્યા છે. ગણેશની મૂર્તિઓના વેચાણ કેન્દ્રો પર ભીડ ઓછી જોવા મળે છે. ત્યાં લોકો આ વખતે સોશિયલ ડિસ્ટન્સ સાથે પોતાના ઘરમાં જ મૂર્તિની સ્થાપના કરે તેવો આદેશ શહેર પોલીસ અને સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. સાથે સાથે બે ફૂટની જ માટીની મૂર્તિની સ્થાપના લોકોએ કરવાની રહેશે. જ્યાં જ્યાં આ મૂર્તિનું વેચાણ થાય છે ત્યાં ગંદકી ન થાય અને ટ્રાફિક જામ ન થાય તેનું પણ જે તે વ્યક્તિઓએ ધ્યાન રાખવું ફરજિયાત બનશે નહિ તો પોલીસ જાહેરનામા ભંગનો ગુનો નોંધશે.

આ પણ જુઓ - 

દર વર્ષે જાહેર કાર્યક્રમોને લઈને શહેર પોલીસ દ્વારા બંદોબસ્ત યોજાતો હોય છે. કારણકે રેલી, કાર્યક્રમો અને ડીજેના ઉપયોગ સાથે કરાતો હોય છે. આમ તો વધુ બંદોબસ્ત વિસર્જન સમયે નદી કિનારે રખાતો હોય છે પણ આ વખતે હવે પોલીસ બંદોબસ્ત પણ ઓછો રખાશે અને અધિકારીઓ સાથે મુખ્ય ફિલ્ડ વર્કમાં પોલીસની શી ટીમને સાથે રખાશે.

આ પણ વાંચો - મુંબઇનું સિદ્ધિવિનાયક મંદિર નથી ખુલ્યું પણ અહીં કરો ગજાનંદનાં Online દર્શન
Published by:Kaushal Pancholi
First published:August 22, 2020, 13:59 pm

ટૉપ ન્યૂઝ