અમદાવાદ: તમને કોઇ કહે કે કારમાંથી ઓઇલ ટપકી રહ્યું છે તો થઇ જજો સાવધાન, ગઠિયાઓ આવી રીતે કરે છે ચોરી

અમદાવાદ: તમને કોઇ કહે કે કારમાંથી ઓઇલ ટપકી રહ્યું છે તો થઇ જજો સાવધાન, ગઠિયાઓ આવી રીતે કરે છે ચોરી
પ્રતીકાત્મક તસવીર

કારમાં બેસવા ગયા ત્યારે ખબર પડી કે. તેઓનું લેપટોપ ચોરી થઈ ગયું છે.

  • Share this:
અમદાવાદ : શહેરમાં કારમાંથી ઓઇલ ટપકે છે તેવું કહી અનેકવાર કાર ચાલક જોવા જાય ત્યારે કારમાં રહેલી વસ્તુઓ ચોરી ગેંગના સભ્યો ફરાર થઈ જતા હતા. આવો જ એક કિસ્સો ફરી બન્યો છે. વાસણા અંજલિબ્રિજ પાસે એક કાર ચાલક ફોન પર વાત કરતા હતા. ત્યારે કાર નીચે ઈશારો કરતા ચાલક જોવા ગયા તો ઓઇલ હતું. કાર બોનેટ ખોલીને જોયું તો ઓઇલ ટપકતું ન હતું. જેથી કારમાં બેસવા ગયા ત્યારે ખબર પડી કે. તેઓનું લેપટોપ ચોરી થઈ ગયું છે. સમગ્ર મામલે વાસણા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

વેજલપુરમાં આવેલી શ્યામ સુંદર સોસાયટીમાં રહેતા જગદીશભાઈ પરમાર ફાયનાન્સ કમ્પનીમાં નોકરી કરે છે. તેઓ પોતાની કાર લઈને કંપનીના કામર્થે નિકળયા હતા. અંજલિ ફ્લાયઓવર ચઢતા પહેલા તેઓને એક કોલ આવતા તેઓએ ગાડી સાઈડમાં ઉભી રાખી હતી. તેઓ ફોનમાં વાતચીત કરતા હતા. ત્યારે સામેની સાઈડથી એક છોકરાએ હાથથી ગાડીની નીચે ઈશારો કર્યો હતો. જેથી જગદીશભાઈએ ગાડીમાંથી નીચે ઉતરીને જોયું તો ઓઇલ ઢોળાયેલું હતું.કન્યા રાશિના જાતકો મિત્રો સાથે માણી શકશે આનંદ, જાણો કેવો રહેશે આપનો દિવસ

બાદમાં જગદીશ ભાઈએ પોતાની ગાડીનું બોનેટ ખોલીને જોયું તો ઓઇલ લીક થતું ન હતું. જેથી તેઓ બોનેટ બંધ કરી ગાડીમાં બેસવા જતા હતા ત્યારે પાછળનો દરવાજો અડધો ખુલ્લો હતો. તેમાં જોયું તો લેપટોપ બેગમાંથી લેપટોપ ગાયબ હતું. બેગમાંથી અન્ય ડોક્યુમેન્ટ ચોરી થયા ન હતા.

રાજકોટ : હીનાની બહેનની Audio ક્લીપની વાત પહોંચી જીજ્ઞેશ દાદાની વ્યાસપીઠ સુધી, જુઓ Video

જેથી તેઓએ પોલીસને જાણ કરતા પોલીસે ઘટનાસ્થળે પહોંચી ચોરીની ફરિયાદ નોંધી આ ટાબરીયા ને શોધવા તજવીજ હાથ ધરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 23, 2021, 07:36 am

ટૉપ ન્યૂઝ