Instant loan લેવી છે? તો પહેલા વાંચો આ કિસ્સો, યુવાને 25 લાખની લોન લેવા ગુમાવ્યા બે લાખ

Instant loan લેવી છે? તો પહેલા વાંચો આ કિસ્સો, યુવાને 25 લાખની લોન લેવા ગુમાવ્યા બે લાખ
પ્રતીકાત્મક તસવીર (shutterstock image)

આ વાત તેમની પાસે બેઠેલો એક વ્યક્તિ સાંભળી ગયો હતો. આ વ્યક્તિએ જણાવ્યું કે, તે લોનનું કામ કરે છે અને એક જ માસમાં લોન કરાવી દેશે.

  • Share this:
અમદાવાદ: આજકાલ મોંઘવારી એટલી વધી ગઈ છે કે, લોકો તરત જ રૂપિયા મેળવવા માટે ક્યાંયથી પણ ફટાફટ લોન (instant loan)  લઇ લેતા હોય છે. જોકે, બજારમાં અનેક એજન્ટો એવા પણ હોય છે કે, તેઓ લોનની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી (cheating) કરતા હોય છે. આવો જ એક કિસ્સો શહેરના (Ahmedabad) ઘાટલોડિયામાં સામે આવ્યો છે. જેમાં એક યુવક મકાનની લોન કરાવવા તેના ભાઈ સાથે વાત કરતો હતો ત્યારે ત્રીજી વ્યકતિ આ વાત સાંભળી યુવકને લોન ફટાફટ કરાવી દેવાની લાલચ આપી હતી. યુવક પાસે ફટાફટ લોન કરાવી આપવા બે લાખ ખંખેરી લીધા બાદ લોન ન થતા યુવક છેતરાયો (fraud) હોવાની જાણ થતા જ તેણે આખરે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ઘાટલોડિયાની કાંતિપાર્ક સોસાયટીમાં રહેતા શ્યામુભાઈ દેસાઈ મકાન ભાડે આપવાનું અને વેચવાનું કામ કરે છે. તેમની સાથે તેમના માતા પિતા પણ રહે છે. આજથી આશરે સાતેક માસ પહેલા તેઓ શંભુ કોફી બાર પર બેઠા હતા. ત્યારે તેમના કાકાના દીકરા સાથે ફોન પર વાત કરતા હતા. તેઓએ જણાવ્યું કે, તેઓએ મકાન લીધું છે અને લોન કરાવવી છે. આ વાત તેમની પાસે બેઠેલો એક વ્યક્તિ સાંભળી ગયો હતો. આ વ્યક્તિએ જણાવ્યું કે, તે લોનનું કામ કરે છે અને એક જ માસમાં લોન કરાવી દેશે. આ વાતચીત કરતા આ વ્યક્તિનું નામ દિપક આહુજા હોવાનું તેણે જણાવ્યું અને તે નરોડા ખાતે રહેતો હોવાનું કહ્યું હતુ.



રાજકોટ: ગુજરાત સ્ક્રેપનાં ગોડાઉનમાં મોડી રાતે લાગી ભીષણ આગ, કલાકોની જહેમત બાદ આવી કાબૂમાં

બાદમાં બંનેની લોન બાબતે મુલાકાત ઘાટલોડિયામાં થઈ હતી. શ્યામુભાઈએ મકાનના દસ્તાવેજની નકલો આપી હતી. બાદમાં એકાદ અઠવાડિયા પછી આ દીપકનો શ્યામુ ભાઈ પર ફોન આવ્યો અને જણાવ્યું કે, 25 લાખની લોન કરાવવી હોય તો ઉપર બે લાખ આપવા પડશે તો લોન જલ્દી થઈ જશે. જેથી શ્યામુ ભાઈ કોફી બાર પર જઈને એક લાખ આપ્યા અને બાદમાં ચારેક દિવસ પછી 40 હજાર અને થોડા દિવસ બાદ 60 હજાર આપી કુલ બે લાખ આપ્યા હતા. જોકે કેટલાય દિવસો વીતી ગયા છતાંય લોન ન થતા શ્યામુ ભાઈએ ફોન કર્યો હતો. પણ થોડો સમય લાગશે તેમ કહી દિપક છટકી રહ્યો હતો. ત્રણેક માસ થઈ જતા લોન ન થઈ હોવાનું જણાતા શ્યામુ ભાઈએ લોન ન થતા રૂપિયા પરત માગતા આ દિપક ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો.

જેથી શ્યામુ ભાઈએ આ મામલે પોલીસને જાણ કરતા દિપક આહુજા સામે તેઓએ છેતરપીંડીની ફરિયાદ નોંધાવતા ઘાટલોડિયા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:March 08, 2021, 07:32 am

ટૉપ ન્યૂઝ