ગઠિયાએ મામા બની 'મામુ' બનાવી પડાવ્યા લાખો રૂપિયા, છેતરાતા પહેલા વાંચવા જેવો છે આ કિસ્સો

ગઠિયાએ મામા બની 'મામુ' બનાવી પડાવ્યા લાખો રૂપિયા, છેતરાતા પહેલા વાંચવા જેવો છે આ કિસ્સો
પ્રતિકાત્મક તસવીર

એક ભેજાબાજે અમદાવાદના બાપુનગરમાં રહેતા એક યુવાનના મામા બનીને તેને મામુ બનાવી દીધો છે.

  • Share this:
અમદાવાદ : કેટલાક ભેજાબાજ લોકો પોતાની આવડત અને જ્ઞાનનો ઉપયોગ સારી જગ્યા એ કરવાના બદલે વેડફતા હોય છે, અને તેમની આવડતનો વ્યય કરતા હોય છે. એક ભેજાબાજે અમદાવાદના બાપુનગરમાં રહેતા એક યુવાનના મામા બનીને તેને મામુ બનાવી દીધો અને રૂપિયા 2.50 લાખ પડાવી લીધા.

શહેરનાં બાપુનગર ઇન્ડિયા કોલોનીમાં રહેતા અને સિલાઈ કામ કરતા દિપકભાઈ પટેલે ફરિયાદ નોંધાવી છે કે, કેટલાક દિવસ અગાઉ તેમના વોટસએપ પર એક મેસેજ આવ્યો હતો.જે નંબરના ડિપીમાં તેમના મામાના ફેમિલીનો ફોટો હતો. જેથી ફરિયાદી આ વ્યક્તિને તેમના લંડનમાં રહેતા મામા સમજીને વાત કરતા હતાં. આ ગઠીયાએ ફરિયાદી ને વિશ્વાસમાં લઈને કહ્યું કે, મારા એક મિત્ર ડેનમાર્કમાં રહે છે જે હાલમાં ભારત આવ્યા છે. તેમને રૂપિયાની જરૂર હોવાથી મદદ કરશો અને ફરિયાદીને રાકેશ શર્મા નામના વ્યક્તિનો કોન્ટેક્ટ નંબર આપ્યો હતો. જોકે ,રાકેશે પોતાના બેંક એકાઉન્ટની જે વિગતો આપી હતી તે બેંકમાં રૂપિયા ભરવા જતા બેંક બંધ હોવાથી ફરિયાદીએ રાકેશ પાસે બીજા બેંક એકાઉન્ટની વિગત માંગી હતી.



આ પણ વાંચો - અમદાવાદ : પુત્રને ઓનલાઇન ક્લાસ લેવામાં પડતી હતી તકલીફ, માતાને નાસ લેતા લેતા ઘરમાંથી કાઢી મૂકી

જેમાં ગઠિયાએ તેને વિકાસ દુબે જેનું બેંક એકાઉન્ટ આઈસીઆઈસીઆઈ બેંકમાં હોવાથી તેની વિગતો આપી હતી. જેથી ફરિયાદીએ પોતાના બેંક એકાઉન્ટમાંથી આ એકાઉન્ટમાં રૂપિયા અઢી લાખ RTGS મારફતે ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં આ ગઠીયાએ ફરિયાદીને મેસેજ કરવાનુ બંધ કરી દીધું હતું. એટલે ફરિયાદીએ તેના મામાને ફોન કરી તેમના મિત્ર કે જે ડેનમાર્કથી આવ્યા હતા તેમને રૂપિયાની મદદ કરી હોવાની જાણ કરતા હકીકત સામે આવી હતી. અને જાણવા મળ્યું હતું કે કોઈ ગઠીયા એ ફરિયાદીના મામા બનીને તેની સાથે છેતરપિંડી કરેલ છે.

આ પણ જુઓ - 



જે અંગે ફરિયાદીએ પોલીસને જાણ કરતા હાલમાં પોલીસને આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:October 03, 2020, 10:19 am

टॉप स्टोरीज