અમદાવાદ: પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ યાદવના ભાઈ પર ફાયરિંગ, આબાદ બચાવ

અમદાવાદ: પાકિસ્તાનની જેલમાં બંધ કુલદીપ યાદવના ભાઈ પર ફાયરિંગ, આબાદ બચાવ
પોલીસ સ્ટેશનની ફાઈલ તસવીર

જીતેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ ચાલતો ચાલતો તેમની નજીક આવ્યો હતો અને તેને દેશી કટ્ટો બહાર કાઢીને કંઈપણ બોલ્યા વગર ફરિયાદીનું મોત નિપજવાના ઇરાદે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું

  • Share this:
અમદાવાદ : પાકિસ્તાની જેલમાં (Pakistan Jail) છેલ્લા ત્રીસ વર્ષથી બંધ કુલદીપ યાદવના (Kuldeep Yadav) ભાઈ પર તેમના ઘરમાં પહેલા રહેતા ભાડુઆતે ફાયરિંગ (Firing) કર્યું છે. જેની સામે તેમણે સ્વ બચાવ (self protection) માટે પ્રતિકાર કરતા તેમનો આબદ બચાવ થયો છે. પરંતુ સામાન્ય ઇજા પહોંચી છે. આ અંગે ચાંદખેડા પોલીસે (Chandkheda Police) ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

ચાંદખેડા વિસ્તારમાં રહેતા કુલદીપ યાદવના ભાઇ સંજય યાદવે પોલીસ ફરિયાદ આપી છે કે, તેઓ ગઇકાલે સવારે સાતેક વાગ્યાની આસપાસ  નોકરીએ જવા માટે નીકળ્યા હતા. આ સમયે તેમની સોસાયટીમાં રોડ પર સાયકલ લઈને જઈ રહ્યા હતા. ત્યારે જીતેન્દ્ર શર્મા નામનો વ્યક્તિ ચાલતો ચાલતો તેમની નજીક આવ્યો હતો અને તેને દેશી કટ્ટો બહાર કાઢીને કંઈપણ બોલ્યા વગર ફરિયાદીનું મોત નિપજવાના ઇરાદે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જે દરમિયાન ફરિયાદીએ સમય સૂચકતા વાપરીને નીચે બેસી જતા ગોળી તેમના ડાબા હાથના અંગુઠાના ભાગે અડીને નીકળી ગઇ હતી.અમદાવાદ: દીકરીના જન્મ બાદ ખુલી પતિની પોલ, પરિણીતાના પગ નીચેથી સરકી ગઈ જમીન

જે બાદ છરાથી ફરિયાદીના પેટના ભાગે અને અંગુઠાના ભાગે ઇજા પહોંચી હતી. ફરિયાદીએ તેને પથ્થર મારવાની કોશિશ કરી હતી. પરંતુ તે ભાગી ગયો હતો. જે બનાવની જાણ ફરિયાદીએ તેમના બનેવીને કરતા તેઓ ત્યાં આવી પહોંચ્યા હતા.

કુંભ રાશિના જાતકોને પરિવારના સાથથી મળશે આનંદ, જાણો રાશિફળ પ્રમાણે કેવો રહેશે આપનો દિવસ

આરોપી જીતેન્દ્ર શર્મા ફરિયાદીના બનેવીનો પરિચિત હોવાથી તેને ચારેક વર્ષ પહેલાં મકાન ભાડે આપ્યું હતું. જ્યારે તે પરિચિત હોવાથી જે તે સમયે ફરિયાદીએ કોઈ ભાડા કરાર કે કોઈ પુરાવા લીધા ના હતા. ત્રણ વર્ષ સુધી રહ્યા બાદ તેને મકાન ખાલી કરાવી દેવામાં આવ્યું હતું. ત્યાર બાદ ફરિયાદીએ તેની સાથે કોઈ સબંધ રાખ્યો ના હતો.

સમગ્ર ઘટનાની જાણ ચાંદખેડા પોલીસને કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:February 25, 2021, 07:21 am

ટૉપ ન્યૂઝ