ફાયર વિભાગને Diwali 2020માં હાશકારો : અમદાવાદમાં ફાયરની ઘટનામાં 40 ટકાનો ધટાડો નોંધાયો

ફાયર વિભાગને Diwali 2020માં હાશકારો : અમદાવાદમાં ફાયરની ઘટનામાં 40 ટકાનો ધટાડો નોંધાયો

  • Share this:
અમદાવાદ : સામાન્ય રીતે દિવાળીના તહેવારમાં આગની ઘટનાઓ બનતી હોય છે પરંતુ આ વખતે જ્યારે કોરોના વાયરસનું સંક્રમણ જોવા મળી રહ્યું છે ત્યારે અમદાવાદ ફાયર વિભાગ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. દર વર્ષ કરતા આ વર્ષે અમદાવાદમાં આગ અકસ્માતની ઘટનામાં 40 ટકાનો ઘટાડો નોંધાયો છે. સરકારે દ્વારા ફટાકડા ફોડવા માટે નિયત કરવામાં આવેલ સમય મર્યાદાના કારણે આગની ઘટનામાં ઘટાડો નોંધાયો હોવાનું જોવા મળી રહ્યું છે.

દરવર્ષે સામાન્ય રીતે દિવાળીના તહેવારથી લાભ પાચમ સુધી અમદાવાદ ફાયર બ્રિગેડને રોજ 80થી 100 કોલ્સ આગની ઘટનાના  મળતા હોય છે. પરંતુ આ વખતે આશ્ચર્યની વાત છે કે, દિવાળીના આ તહેવારમાં આગની ઘટનાઓમાં 40 ટકાનો ઘટાડો થયો છે. જે હમેંશા એલર્ટ મોડ પર અને ઉચાટમાં રહેતા ફાયરના જવાનો માટે રાહતરૂપ બન્યા છે. આ અંગે અમદાવાદ ફાયર ડિપાર્ટમેન્ટના  એડિશનલ ચીફ ફાયર ઓફિસર રાજેશ ભટ્ટે જણાવ્યું કે, આ દિવાળીના તહેવાર એટલે કે, શનિવારથી મંગળવાર સુધીમાં ફાયર વિભાગને માત્ર 95 કોલ્સ મળ્યા છે જેમાં આગના 57 કોલ્સ હતા. બાકીના કોઈ નાની મોટી ઘટનાના રહ્યા છે.



અમદાવાદનાં વિદ્યાર્થીએ બનાવ્યું 'વાયુરક્ષક', જે હવામાંથી મારશે કોરોના સહિતના વાયરસ!

અમદાવાદઃ જાહેરમાં તલવાર વડે કેક કાપી જન્મદિવસ ઉજવવો ભારે પડ્યો, દેવ બાદશાહ સહિત 9 લોકો ઝડપાયા

સૌથી મહત્વની વાત એ રહી છે કે, દરવર્ષે દિવાળીના તહેવારમાં આગની 8થી 10 એવી મોટી ઘટના બનતી હોય છે, જેમાં ફાયરના તમામ અધિકારીઓ અને 20થી 25 ફાયરની ગાડીઓ આગ બુજવવાની કામગીરીમાં રહેતી હોય છે. રાહતની વાત છે કે, આ વખતે આવી એક પણ મોટી ઘટના બની નથી. કોરોના વાયરસના સંક્રમણને કારણે તંત્ર દ્વારા ફટાકડા ફોડવા માટે 8થી 10 વાગ્યાનો સમય મર્યાદિત કરાયો હતો જેના લીધે પણ ફટાકડા દરવર્ષ કરતા ઓછા ફૂટ્યા છે.



બીજું કે લોકોમાં પણ ફટાકડા ફોડવા બાબતે જાગૃતિ આવી છે કે ફટાકડા ફોડવાથી પ્રદુષણ વધશે અને કોરોનાનું સંક્રમણ વધશે. આ તમામ પરિબળોના કારણે આ વખતે આગની ઘટનાઓમાં ઘટાડો નોંધાયો છે. મહત્વનું છે કે, દિવાળીના તહેવારમાં આગની ઘટનાઓને ધ્યાને લઇ તંત્ર દ્વારા અધિકારીઓ અને ફાયરના જવાનો સહિત 580 સ્ટાફને તૈનાત રાખવામાં આવ્યો હતો. દિવાળીના તહેવારને ધ્યાને રાખીને તમામની રજાઓ પણ રદ કરવામાં આવી હતી.
Published by:Kaushal Pancholi
First published:November 17, 2020, 14:43 pm

ટૉપ ન્યૂઝ