અમદાવાદ: 'સવારે તારું મોઢું જોઇને દિવસ ખરાબ જાય છે, કોઈને લઈને ભાગી કેમ નથી જતી?' પત્નીએ કરી ફરિયાદ

અમદાવાદ: 'સવારે તારું મોઢું જોઇને દિવસ ખરાબ જાય છે, કોઈને લઈને ભાગી કેમ નથી જતી?' પત્નીએ કરી ફરિયાદ
પ્રતીકાત્મક તસવીર

પતિ સહિતના સાસરિયાઓના આ ટોર્ચરિંગથી કંટાળી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. 

  • Share this:
અમદાવાદ: શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. મહિલાએ આક્ષેપ કર્યો છે કે, તેના સાસુ સસરાએ સહિતના લોકો મહિલાને સારી નથી લાગતી કહીને ત્રાસ આપતા હતા. તેનો પતિ પણ કહેતો કે તારું મોઢું જોઈને ઉઠું તો દિવસ બગડે છે કોઈને લઈને ભાગી કેમ નથી જતી? પતિ સહિતના સાસરિયાઓના આ ટોર્ચરિંગથી કંટાળી મહિલાએ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

હાથીજણ રિંગ રોડ પર રહેતી 33 વર્ષીય યુવતીના વર્ષ 2009માં લગ્ન થયા હતા. તેનો પતિ લિફ્ટ એસેસરીઝનું કારખાનું ધરાવે છે અને મહિલાને 11 વર્ષનો પુત્ર પણ છે. લગ્ન બાદ સાસુ, સસરા, જેઠ, જેઠાણી ત્રાસ આપી ધમકાવતા હતા. તેેઓ કહેતા કે,  અમારા ઘરમાં તું સૂટ થતી નથી. એટલુ જ નહીં ઘરમાં બધા ડોક્યુમેન્ટ અને દસ્તાવેજ તું ગાયબ કરી દે છે તેવા આક્ષેપો કરતા હતા.સુરત: 15 શ્રમજીવીઓનાં કચડાઈને મોત થવાના બનાવમાં છ મહિનાની બાળકીનો આબાદ બચાવ, માતાપિતાનું મોત

અમદાવાદ: યુવતીનું બન્યું ફેક FB એકાઉન્ટ, ફોટા શેર કરી મોબાઇલ નંબર સાથે લખ્યુ -'I love u jaan, અકેલી હું'

મહિલાનો પતિ તેને કહેતો કે, તું કોઈને લઈને ભાગી કેમ જતી નથી? અમારો છૂટકારો થાય તેમ કહી ટોર્ચર કરતો હતો. આ વાતો મહિલા તેના પિયરમાં કહે તો તેનો પતિ અહીંની વાત કેમ ત્યાં કરે છે કહીને માર મારતો હતો અને ઝગડા કરતો હતો.

બિઝનેસ બાબતે પતિ અને સસરાને ઝગડો થતા અલગ રહેવા ગયા હતા. બાદમાં સમાધાન થતા સાથે રહેવા લાગ્યા હતા. પણ છતાંય મહિલાનો પતિ તું મને ગમતી નથી. પિયરમાં જતી કેમ નથી રહેતી તેમ કહી ત્રાસ આપતો હતો. એક દિવસ મહિલાના પતિએ સવારે ઉઠીને તારું મોઢું જોઈને દિવસ ખરાબ જાય છે તેમ કહેતા મહિલાએ આખરે રામોલ પોલીસસ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા રામોલ પોલીસે તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:January 19, 2021, 12:24 pm

ટૉપ ન્યૂઝ