ચેતજો! માત્ર અમદાવાદની બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં જમા થઇ લાખોની ડુપ્લિકેટ નોટો, તમારી પાસે તો નથી આવી ને?

ચેતજો! માત્ર અમદાવાદની બેંકોમાં છેલ્લા ત્રણ મહિનામાં જમા થઇ લાખોની ડુપ્લિકેટ નોટો, તમારી પાસે તો નથી આવી ને?

  • Share this:
અમદાવાદઃ એસઓજી ક્રાઇમે (SOG Crime) અનેક બેંકોમાં ડુપ્લીકેટ ચલણી નોટો (Duplicate currency) જમા થઇ હોવાના ખુલાસા સાથે ગુનો દાખલ કર્યો છે. છેલ્લા ત્રણ મહિનામાં અમદાવાદની (Ahmedabad) વિવિધ બેંકોમાં (Bank) ડુપ્લીકેટ ચલણી નોટો જમા થઇ છે. હાલ એસઓજી ક્રાઇમે કુલ 6.70 લાખની 1526 જેટલી ડુપ્લીકેટ ચલણી નોટો કબ્જે કરી છે. જો બેંકોમાં આટલી બધી ડુુપ્લિકેટ ચલણી નોટો આવી જતી હોય તો સામાન્ય માણસના ખિસ્સામાં પણ જઇ શકે છે. તો ચલણી નોટો અન્યો પાસેથી લેતા પહેલા ચોક્કસ એકવાર ચેક કરીને જ લેજો. ઉલ્લેખનીય છે કે, આ પહેલા જ્યારે ગુનો નોંધાયો હતો ત્યારે ત્રણ માસમાં લાખોની ડુપ્લીકેટ નોટો મળી આવી હતી. બાદમાં પાંચ લાખથી વધુની અને હવે અલગ અલગ દરની 1526 નકલી નોટો મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

છેલ્લા ત્રણ મહિનાથી અમદાવાદની વિવિધ બેંકોમાં ડુપ્લીકેટ નોટો જમા થઇ છે. જે નોટો એસઓજી ક્રાઇમ દ્વારા રિકવર કરવામાં આવી છે. આ તમામ નોટોને હાલ એફએસએલ ડિપાર્ટમેન્ટમાં મોકલી પણ આપવામાં આવી છે. નોટબંધીને લગભગ ઘણો સમય વીતી ગયો છે. નોટબંધી કરવા પાછળનું મહત્વનું કારણ વૈશ્વિક સ્તરે અને તેમાંય ભારતમાં ઘણી ડુપ્લીકેટ કરન્સી ફરતી હતી. જેના પગલે કેન્દ્ર સરકાર દ્વારા નોટબંધી લાદવામાં આવી હતી. પરંતુ હકીકત કંઈક જુદી છે અમદાવાદ એસઓજી ક્રાઇમે પોલીસે બેંકોમાંથી 1526 જેટલી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો ઝડપી પાડી છે.



જેમાં ઘણીખરી નોટો ઝેરોક્ષ અથવા તો પ્રિન્ટ થયા હોવાનું પ્રાથમિક તબક્કે પોલીસ માની રહી છે. ત્યારે આટલી મોટી માત્રામાં ડુપ્લિકેટ ચલણી નોટો બેંકોમાં આવી કઈ રીતે? આ અંગે પોલીસનું માનવું છે કે, બેન્કના વહીવટી વિભાગ જે મોટા જથ્થામાં નોટો મશીન વડે ગણાતા હોય છે તેમાં આવી નોટો આવી ગયા હોવાનું હાલ પોલીસ અને સત્તાધિશ એજન્સીઓ માની રહી છે.

મિથુન રાશિના જાતકોને આજે રોકાયેલું ધન મળી શકે છે, જાણો આપનું રાશિફળ

આપણે સૌ કોઈ જાણીએ, છીએ તેમ પાકિસ્તાન બાંગ્લાદેશ સરહદ મારફતે ભારત દેશમાં નકલી નોટો ઘુસાડતું આવ્યું છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી નાપાક પાકિસ્તાન પોતાની મેલી મુરાદોને પાર પાડવામાં અસક્ષમ રહ્યું છે તેવું સૌ કોઈને નોટબંધી બાદ લાગતું હતું. જયારે વાસ્તવિકતા કંઈક જુદી જ છે. હાલ એસઓજી ક્રાઇમે અમદાવાદની આશરે 12 જેટલી બેંકોમાંથી ડુપ્લીકેટ અને પ્રિન્ટેન્ડ ચલણી નોટો મળી આવી છે. પોલીસે બે હજારના દરની 169, 500ના દરની 410, 200ના દરની 174, 100ના દરની 635, 50ના દરની 105, 10ના દરની એક મળી આવી કુલ 1526 નકલી નોટો કબજે કરી છે.

પોલીસ જવાનને અમદાવાદની સરકારી કચેરીમાં છીંક ખાવી ભારે પડી, એટલો માર માર્યો કે થયું ફ્રેક્ચર

 

એટલું જ નહીં પણ, રદ થયેલી એક હજારની 16 અને 500ની 16 નોટો કબ્જે કરવામાં આવી છે. આ તમામ 6.70 લાખની નોટો કબ્જે કરી તપાસ શરૂ કરવામાં આવી છે. આ વાત તો માત્ર અમદાવાદની જ છે જયારે હજી ગુજરાતમાં આવી કેટલી બેંકોમાં કેટલી ડુપ્લીકેટ ચલણી નોટો ફરે છે તે કોઈ જાણતું નથી.
Published by:Kaushal Pancholi
First published:February 09, 2021, 07:27 am

ટૉપ ન્યૂઝ