ધો.9થી 12નાં વિદ્યાર્થીઓને શાળામાં મોકલતા પહેલા જુઓ કેવી-કેવી આપવી પડશે સંમતિ

ધો.9થી 12નાં વિદ્યાર્થીઓને શાળામાં મોકલતા પહેલા જુઓ કેવી-કેવી આપવી પડશે સંમતિ
સંમતિપત્રક

વે ખાનગી અને સરકારી શાળાઓએ પણ 23મીથી વિદ્યાર્થીઓને શાળાઓ બોલાવવાની તૈયારીઓ કરી લીધી છે.

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસનું (coronavirus) સંક્રમણ વધી રહ્યું છે અને વધી રહેલા કેસ વચ્ચે આગામી 23 નવેમ્બરથી (23rd November) ધોરણ 9થી 12ની શાળાઓ (School reopen) ખોલવાનો નિર્ણય કરી લીધો છે. જેના પગલે હવે ખાનગી અને સરકારી શાળાઓએ પણ 23મીથી વિદ્યાર્થીઓને શાળાઓ બોલાવવાની તૈયારીઓ કરી લીધી છે. જેના પગલે શાળાઓએ  વાલીઓને (parents) મેસેજ કરી શાળાએ મોકલવા અંગે અભિપ્રાય અને સંમતિપત્રક મોકલી સંમતિ લેવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

વાલીઓએ શાળાએ એક સંમતિપત્રક ભરીને આપવું પડશેવાલીઓ તરફથી મળતી વિગતો પછી શાળાઓ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા કે વર્ગોની ફાળવણીની તૈયારીઓ કરી શકશે. 23 નવેમ્બરથી શાળાઓમાં ધોરણ 9થી ધોરણ 12 ના વર્ગો શરૂ થઈ રહ્યા છે. ત્યારે શું તમે તમારા બાળકને શાળાએ મોકલવા માંગો છો તે માટેની વાલીઓએ શાળાએ એક સંમતિપત્રક ભરીને આપવું પડશે. શુ છે એ સંમતી પત્રક એ જાણવું જરૂરી છે. જેના આધારે નક્કી થશે કે બાળક શાળાએ જશે કે નહીં.

સંમતિપત્રકમાં શું હશે?

સંમતિ પત્રમાં બાળકનો હાજરી નંબર હોવાની સાથે બાળકનું નામ, શાળાનું નામ તેમજ વિગત લખવામાં આવી છે કે, રાજ્ય સરકાર અને શિક્ષણ વિભાગની 9-11-20એ રાજ્ય સરકારની કેબીનેટની બેઠકમાં લેવાયેલ નિર્ણયના અનુસંધાનમાં શિક્ષણ મંત્રીએ કરેલી જાહેરાત મુજબ SOPને ધ્યાને રાખીને ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને શિક્ષણકાર્ય માટે શાળામાં,  23/11/20, સોમવારથી આવવા માટે જે ગાઈડલાઈન જાહેર કરેલી છે. તે મુજબ હું મારા બાળકને શાળાએ અભ્યાસ માટે મારા જોખમે અને મારી ઇચ્છાથી જવાની સંમતિ આપું છું. મારુ બાળક સોશિયલ ડિસ્ટનસ, માસ્ક અને સેનિટાઈઝર અને SMSના નિયમોનો સંપૂર્ણ અમલ કરશે. શાળા તરફથી વિદ્યાર્થીને અભ્યાસ અર્થે ફરજીયાત આવવા માટે ફરજ પાડેલ નથી. અભ્યાસ દરમિયાન બાળક કોરોના સંક્રમિત થશે તો તે માટે શાળાના સંચાલક મંડળ, શાળાના આચાર્ય કે શાળાના કોઇપણ સ્ટાફ જવાબદાર રહેશે નહીં. તે બદલ આ સંમતિ પત્ર લખી આપું છું.

અમદાવાદમાં વધુ એક ફાયરિંગનો વીડિયો થયો વાયરલ, સ્ટાઇલમાં બંદૂકમાંથી છોડી ગોળી

ગુજરાતમાં કોરોનાનો કહેર વચ્ચે નેતાઓ ભૂલ્યા ભાન, લોકોને ભેગા કરીને નિયમોના ઉડાવ્યા ધજાગરા

મેસેજ મારફતે મોકલાશે સંમતિપત્રક

આ સાથે સંમતિ પત્રમાં નીચે તારીખ અને વાલીએ સહી કરવાની રહેશે. વાલીઓ પાસેથી શાળાએ બાળકને મોકલવા તૈયાર છે કે નહીં તેનો અભિપ્રાય પણ માંગવામાં આવી રહ્યો છે. જે અંગે સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ ગુજરાતના પ્રમુખ ભરતભાઇ ગાજીપરાએ જણાવ્યું કે, સંમતિ પત્ર  વાલીઓને મેસેજ મારફતે મોકલવામાં આવી રહ્યા છે. અને વાલીઓ બાળકોને શાળાએ મોકલવા તૈયાર છે કે નહીં તે પણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. શાળાઓ 23 મીથી તમામ સરકારી ગાઈડલાઈન અને સૂચનાઓ સાથે શરૂ કરવા તૈયાર છે. વાલીઓ તરફથી બાળકોને શાળાએ મોકલવા રિસ્પોન્સ પણ આવી રહ્યા છે.

મહત્વનું છે કે, કોરોનાના બીજા રાઉન્ડ વચ્ચે આગામી 23મી તારીખથી શાળાઓ શરૂ કરવા અને બાળકોને શાળાએ મોકલવા હજુ પણ ઘણા વાલીઓ ડરી રહ્યા છે. અને ઘણા વાલીઓ થોડા સમય રાહ જોવાના મૂડમાં જણાઈ રહ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:November 19, 2020, 12:33 pm

टॉप स्टोरीज