''કામસૂત્ર ગોલ્ડ પેકેજ' લો અને ઘરેબેઠાં કમાણી કરો,' અમદાવાદી યુવક રાતાપાણીએ રોયો

''કામસૂત્ર ગોલ્ડ પેકેજ' લો અને ઘરેબેઠાં કમાણી કરો,' અમદાવાદી યુવક રાતાપાણીએ રોયો
પ્રતીકાત્મક તસવીર - shutterstock

આ ઇન્ટર નેશનલ સાઈટ છે. જેમાં ૫ હજાર પેનલટી કપાઈ ને બીજા રૂપિયા બે મહીના માં પેટીએમમાં પરત આવશે.

  • Share this:
અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે, દુકાળમાં અધિક માસ. આ કહેવતને સાર્થક સાબિત કરતો કિસ્સો અમદાવાદમાં જોવા મળ્યો છે. જ્યાં ઘરે બેઠા રૂપિયા કમાવવાની જાહેરાત જોઈને જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કરતા યુવકે રૂપિયા ગુમાવવાનો વખત આવ્યો છે.

બોપલ વિસ્તારમાં રહેતા અને અભ્યાસ કરતા એક યુવકે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરાવી છે કે, તેને એક ન્યૂઝ પેપરમાં બેરોજગારોને રૂપિયા ૨૦ હજાર કમાવવાની તકની જાહેરાત જોઈને તેણે જાહેરાતમાં આપેલા નંબર પર સંપર્ક કર્યો હતો. જેમાં ફરિયાદીને રજીસ્ટ્રેશન માટે રૂપિયા ૯૯૯ ભરવા માટે કહ્યું હતું. જોકે, રૂપિયા ભર્યા બાદ ગઠીયાએ ફરિયાદીનો નંબર બ્લોક કરી દીધો હતો. પરંતુ બીજે દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો અને  ફરિયાદીએ આઇકન અર્નમની નામની સાઈટની મેમ્બરશિપ લીધેલી છે. જેમાં અમારી પાસે રૂપિયા કમાવવા માટે અલગ-અલગ સ્કીમ છે. જે પૈકી કામાસૂત્રનું ગોલ્ડ પેકેજ લેવા માટે ફરિયાદીને રૂપિયા ૧૫,૫૦૦ ભરવા માટે કહ્યું હતું.અરબી સમુદ્રમાં તૌક્તેનું તાંડવ: 18 મેના ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે, જાણો શું છે આગાહી

જે પેકેજમાં ફરિયાદીએ સારા ઘરની લેડીઝ અને હોટલમાં લઇ જવાની રહેશે અને તેની ઇચ્છા પુરી કરવાની રહેશે. જેના બદલામાં લેડીઝ તેઓને રૂપિયા આપશે. જોકે હોટલ અને લેડિઝની વ્યવસ્થા આ ગઠીયાઓએ કરી આપવા માટે કહ્યું હતું. બાદમાં ગઠિયાઓએ એક મોબાઈલ નંબર ફરિયાદીને આપ્યો હતો અને કહ્યું હતું કે, આ મોબાઈલ નંબર પર યુવતી માટે સંપર્ક કરજો. જેણે ફરિયાદીને બોપલ બ્રિજ નીચે બોલાવ્યા હતા.

તાપી: તલવારનાં 15 ઘા મારીને બિલ્ડરની જાહેરમાં કરાઇ નિર્મમ હત્યા, 4 હુમલાખોરો ફરારજો કે, રાહ જોયા બાદ પણ યુવતી ત્યાં પહોંચી ના હતી. અને ફરિયાદી પાસેથી બીજા ૧૦ હજાર રૂપિયા માંગ્યા હતા. પરંતુ આ ઇન્ટર નેશનલ સાઈટ છે. જેમાં ૫ હજાર પેનલટી કપાઈ ને બીજા રૂપિયા બે મહીના માં પેટીએમમાં પરત આવશે. આવા વાયદા કરીને ફરિયાદીનો નંબર બ્લોક કરી દેતા તેને અંતે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે.
Published by:Kaushal Pancholi
First published:May 15, 2021, 10:04 am

ટૉપ ન્યૂઝ