અમદાવાદ : છેલ્લા કેટલાક સમયથી શહેરમાં (Ahmedabad) નકલી પોલીસનો આતંક ધીમે ધીમે વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. બે દિવસ અગાઉ જમાલપુર વિસ્તારમાં ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા હોવાનું કહીને એક આરોપીએ ધંધો કરવો હશે તો રૂપિયા આપવા પડશે એમ કહીને ઉઘરાવ્યા હોવા નો વિડીયો વાયરલ (Viral video) થયો હતો. ત્યારબાદ હવે બાપુનગરમાં (Bapunagar) મટન લઈને ઘરે જઈ રહેલા દંપતીને (couple) ડરાવી ધમકાવી (`threatens) પોલીસની ઓળખ આપીને એક ઈસમે રૂપિયા પાંચ હજાર પડાવી લેતા પોલીસ ફરિયાદ દાખલ થઇ છે.
અમરાઈવાડી વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ વાઘેલા અને તેમની પત્ની ગઈકાલે બપોરે મચ્છી માર્કેટમાંથી મટન લઈનેેેે ઘરે જઈ રહ્યા હતા. તેે દરમિયાન ગરીબનગર ચાર રસ્તામાં મોટર સાાયકલ પર એક વ્યક્તિ તેની પાછળ આવ્યો હતો અને તેમનું ટુ વ્હિલર સાઈડમાં કરાવી. પોતે પોલીસ તરીકેની ઓળખ આપી હતી. અને તેની પત્નીની હાથમાં રહેલી પ્લાસ્ટિકની બેગ ખોલાવીને કહ્યું હતું કે, તમે આ રીતે મટન લઈ જઈ શકો નહીં તમારા બંને પર કેસ થઈ શકે છે અને 6 મહિનાની જેલ થઇ શકે છે. હું મારા સાહેબને બોલાવું છું, લેડીઝ પોલીસ બોલાવીને તમને બંનેને પોલીસ સ્ટેશન લઈ જઈશ. જેલમાં પુરાવી દઇશ.
આવી વાતોથી ધમકાવીને ખર્ચાપાણી પેટે ફરિયાદીના ખિસ્સામાં રહેલ રૂપિયા એક હજાર પડાવી લીધા હતા. અને ફરિયાદીના ટુવ્હિલરની ડેકી પણ તપાસી હતી. ફરિયાદીના ખિસ્સામાં રહેલ એટીએમ કાર્ડ જોઈ જતા આરોપીએ નજીકમાં આવેલ એટીએમ સેન્ટર પરથી તેમાંથી રૂપિયા 4000 પણ ઉપાડી લીધા હતા. બાદમાં આ ઈસમ ત્યાંથી નીકળી ગયો હતો અને ફરિયાદી ગભરાઈ ગયા હોવાથી ઘરે પહોચી ગયા હતા.
" isDesktop="true" id="1069403" >
બાદમાં પોલીસને જાણ કરતા પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.