Home /News /madhya-gujarat /

અમદાવાદ: ઓફિસમાં સહકર્મી ડૉક્ટરને મશ્કરી કરવી ભારે પડી, ખુરશી ખેંચતા જ મહિલા પડી અને ...

અમદાવાદ: ઓફિસમાં સહકર્મી ડૉક્ટરને મશ્કરી કરવી ભારે પડી, ખુરશી ખેંચતા જ મહિલા પડી અને ...

પ્રતીકાત્મક તસવીર

પેટા: હાલ મહીલાએ અનેક મહિનાઓ બાદ ફરિયાદ નોંધાવી, આરોપીએ સમાધાન કરવાનું કહી ખર્ચ ન આપતા આખરે ગુનો નોંધાયો

અમદાવાદ: સામાન્ય રીતે ઓફિસમાં કર્મચારીઓ એકબીજા સાથે મજાક મશ્કરી કરતા હોય છે પરંતુ ક્યારેક કોઈ વ્યક્તિને મશ્કરી કરવું ભારે પડી જતું હોય છે અને આવો જ એક કિસ્સો નારોલ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે જેમાં એક સરકારી ઓફિસમાં કામ કરતી મહિલા જ્યારે ખુરશી ઉપર બેસવા ગઇ ત્યારે તેના સહ કર્મી એવા ડોક્ટરે ખુરશી ખેંચી લેતા આ મહિલા જમીન ઉપર જોરથી પટકાઈ હતી જેથી તેને કમરના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને તેણે અલગ અલગ અનેક ડોક્ટરો અને પાસે સારવાર પણ લીધી હતી જે તે સમયે સામેવાળા એટલે કે આરોપી ડોક્ટરે સમાધાન કરવાનું કહી તમામ ખર્ચ આપવાની વાત કરી હતી પરંતુ તે તેની શરત પૂર્ણ કરતાં આખરે મહિલાએ આ અંગે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

શહેરના ઇસનપુર વિસ્તારમાં રહેતા 31 વર્ષીય મહિલા દસ્ક્રોઇ તાલુકા હેલ્થ ઓફિસ ખાતે મેડીકલ ઓફિસર તરીકે ત્રણેક વર્ષથી ફરજ બજાવે છે. ગત વર્ષ 2020 માં બપોરે તેઓ દસકોઈ તાલુકા હેલ્થ ઓફિસ નારોલ ખાતે હાજર હતા.ત્યારે ઓફિસમાં અન્ય ડોક્ટર પણ હાજર હતા. તે વખતે મહિલા ડોકટર ખુરશી ઉપર બેસવા જતાં અચાનક તેમની સાથે કામ કરતા ડોક્ટર ભાવેશ લીમ્બાચીયાએ ખુરશી ખેંચી લેતા તેઓ નીચે જોરથી પડી ગયા હતા. જેથી તેઓને કમરમાં દુખાવો ચાલુ થઈ ગયો હતો અને તેઓ ઉભા થઇ શકતા ન હતા. ત્યારે આ ડોક્ટર ભાવેશે મશ્કરીરૂપ ગણી આવી ગંભીર હરક્તને અવગણીને મહિલાને જણાવ્યું હતું કે, બેન હું મજાક કરવા ગયો અને મજાકમાં ખુરશી ખેંચી અને આવું થઈ ગયું. બાદમાં મહિલાને કમરના ભાગે દુખાવો થતો હોવાથી માંડ તેઓ તેમના ઘરે પહોંચ્યા હતા.

વડોદરામાં લવ જેહાદ: વિધર્મી યુવકે સગીરાને લગ્નની લાલચ આપી અનેકવાર આચર્યું દુષ્કર્મ, ભગાડી બિહાર લઇ ગયો

બાદમાં તેઓએ અલગ-અલગ ડોક્ટરને બતાવ્યું હતું. છતાં દુખાવામાં ફેર પડ્યો ન હતો. બે મહિનાથી વધુ સમય સુધી તેઓને દુખાવો ઓછો થતો ન હતો. ત્યારબાદ તેઓએ નવરંગપુરા ખાતે એક ડાયગ્નોસ્ટિક સેન્ટર ખાતે એમ.આર.આઈ કરાવતા તેઓને કરોડરજ્જુની પૂંછડીમાં ફ્રેક્ચર થયું હોવાનું સામે આવ્યું હતું. બાદમાં તેઓ મણિનગર ખાતે આવેલી એક ઓર્થોપેડિક હોસ્પિટલ ખાતે સારવાર કરાવવા ગયા હતા.

આઠ વર્ષની બાળકીને પીંખી નાંખનાર ઘાતકી હત્યારો MPથી ભાગીને આવ્યો હતો અમદાવાદ, આ રીતે ઝડપાયો

ત્યાં તેઓને ડોક્ટરે જણાવ્યું હતું કે, લિનિયર ક્રેક ઇન સેક્ર છે. બાદમાં તેઓ મેમનગર ખાતે અન્ય ડોક્ટર પાસે તબિયત ન સુધરતા બતાવવા ગયા હતા. બાદમાં ડોક્ટર ભાવેશે આવું મશ્કરીમાં અપમાનજનક વર્તન કર્યું હોવાનું જણાવી તેઓ પોતાની શરતોએ રૂપિયા આપવા માટે તૈયાર થયા હતા અને સમાધાનની વાત ચાલતી હતી. જેથી મહિલાએ આ અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. બાદમાં ભાવેશભાઈ લીમ્બાચીયા આ વાત ઉપર મંજુર ન થતા જેને લઇને મહિલાએ આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ અંગે ipc 338 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Police complaine, Prank, Woman, અમદાવાદ, ગુજરાત, ડોક્ટર

આગામી સમાચાર