અમદાવાદ કરફ્યૂ : બહારગામનાં મુસાફરોને રેલવે સ્ટેશનથી રિંગ રોડ લઇ જવા તંત્રનો ગજબ આઇડિયા

અમદાવાદ કરફ્યૂ : બહારગામનાં મુસાફરોને રેલવે સ્ટેશનથી રિંગ રોડ લઇ જવા તંત્રનો ગજબ આઇડિયા
આજે પણ રેલવે સ્ટેશન પર લોકોના ટોળેટોળા દેખાઇ રહ્યાં છે પરંતુ આજે તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.

આજે પણ રેલવે સ્ટેશન પર લોકોના ટોળેટોળા દેખાઇ રહ્યાં છે પરંતુ આજે તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.

 • Share this:
  અમદાવાદ શહેરમાં (Ahmedabad) શુક્રવારે રાતથી સોમવાર સવારનાં 6 કલાક સુધી કરફ્યૂ (curfew) રહેવાનો છે. ત્યારે આ દરમિયાન અમદાવાદમાં આવતા અને જતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે, શહેરમાં એસ.ટી.બસોના (S. T. Bus) પ્રવેશ પ્રતિબંધ વચ્ચે શનિવારે સરદાર પટેલ રિંગ રોડ, એસ.જી.હાઇવે થઇને બસોને બાયપાસ કઢાઇ હતી. અમદાવાદ શહેરમાં એસ.ટી.બસોના પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જેથી કરફ્યૂનાં પહેલા દિવસે પણ ટ્રેન અને બસ દ્વારા આવતા મુસાફરોને પોતાના ઘરે પહોંચવામાં ભારે હાલાકી થઇ હતી. તેમાંથી કેટલાક પ્રવાસીઓ તો ચાલતા તો કેટલાક વધારે ભાડુ ચૂકવીને ઘરે પહોંચ્યા હતા. ત્યારે આજે પણ રેલવે સ્ટેશન (Ahmedabad Railway station) પર લોકોના ટોળેટોળા દેખાઇ રહ્યાં છે પરંતુ આજે તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે.

  તંત્રની સરાહનીય વ્યવસ્થા

  આજે રવિવારે પણ અમદાવાદ રેલવે સ્ટેશન પર પ્રવાસીઓના ટોળેટોળા દેખાઇ રહ્યાં છે પરંતુ આજે તંત્ર દ્વારા એક સારી વ્યવસ્થા કરવામાં આવી છે. તંત્રએ રલવે સ્ટેશનથી રિંગરોડ પર જવા માટે પ્રવાસીઓ માટે એસટીની જ વ્યવસ્થા કરવામાં આવી છે. આ સાથે શહેરનાં અલગ અલગ વિસ્તારમાં જવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જેથી લોકોને રીક્ષા અને ટેક્સીનાં મસમોટા ભાડા આપવા નહીં પડે અને શાંતિથી પોતાના વિસ્તારમાં પહોંચી શકશે.

  Curfew Effect: અમદાવાદની હવા શુદ્ધ બની, એર ક્વોલિટી ઇન્ડેક્સ 88 પર પહોંચ્યો

  ગુજરાતમાં દિવાળી બાદ 'કોરોના વિસ્ફોટ': સારવારમાં ઓક્સિજનના વપરાશમાં થયો અનેકગણો વધારો

  પહેલા દિવસે મુસાફરો પગપાળા પણ ઘરે પહોંચ્યા

  નોંધનીય છે કે, શનિવાર સવારથી જ શહેરને ફરતે આવેલા રિંગરોડ પર બહારગામ ગયેલા અને પરત ફરેલા લોકોના ટોળા જોવા મળ્યા હતા. શહેરમાં કરફ્યુ હોવાથી વાહનોની અવર-જવર બંધ હોવાથી અનેક લોકો પગપાળા જ ઘરે જવા નીકળી પડયા હતા.

  જોકે કેટલાક મુસાફરોએ ઓળખીતાને ફોન કરીને પોતાને લેવા બોલાવ્યા હતા. આ સંજોગોમાં મુસાફરને લેવા આવેલા વાહનોને પોલીસે રોક્યા નહોતા. જોકે મોટાભાગના મુસાફરોએ કરફ્યુમાં ભારે હાલાકી ભોગવવી પડી હતી.
  Published by:Kaushal Pancholi
  First published:November 22, 2020, 10:46 am