20 રૂપિયાના બિસ્કિટ સાથે ગુટખા લાવવાની લડાઈમાં થઈ ફિલ્મી સ્ટાઈલે મારામારી, આધેડ ઇજાગ્રસ્ત


Updated: September 26, 2020, 8:44 AM IST
20 રૂપિયાના બિસ્કિટ સાથે ગુટખા લાવવાની લડાઈમાં થઈ ફિલ્મી સ્ટાઈલે મારામારી, આધેડ ઇજાગ્રસ્ત
પ્રતિકાત્મક તસવીર

બિસ્કિટ લેવા ગયેલો માણસ સાથે ગુટખા પણ લાવ્યો હતો.

  • Share this:
અમદાવાદ : શહેરના (Ahmedabad) વટવા જીઆઇડીસીમાં  (GIDC) એક આધેડને બ્લડ પ્રેસર હોવાથી તેમને 20 રૂપિયા આપીને બિસ્કિટ મંગાવ્યા હતા. ત્યાં હાજર કર્મચારીએ 20 રૂપિયા પુરા કરીને આવવાનું કહ્યું હતું. જેથી બિસ્કિટ લેવા ગયેલો માણસ સાથે ગુટખા પણ લાવ્યો હતો. જેનો આધેડે વિરોધ કરી ઠપકો આપ્યો હતો. જેથી ગુટખા મંગાવનારે આધેડ પર હુમલો (attack) કરી દેતા મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે.

વટવામાં રહેતા સુમનભાઈ બારોટ એક ખાનગી કંપનીમાં વટવા જીઆઇડીસીમાં વાયરમેન તરીકે 15 વર્ષથી નોકરી કરે છે. તેઓને બીપીની બીમારી હોવાથી ગોળી ગળતા પહેલા નાસ્તો કરવો જરૂરી હોય છે. જેથી ત્યાં કામ કરતા ભરતભાઇને 20 રૂ. આપીને બિસ્કિટ લેવા મોકલ્યા હતા. ભરતભાઇ જતા હતા ત્યારે તેના કાકા ભૂરાભાઈએ કહ્યું કે, 20 રૂપિયા પુરા કરીને આવજે. ભરતભાઇ એક બિસ્કિટનું પેકેટ લઈને આવ્યા અને સાથે ગુટખા લઈને આવ્યા હતા.

જેથી સુમનભાઈએ કહ્યું કે, ગુટખા કેમ લાવ્યો. આ વાત સાંભળીને જ ભૂરાભાઈ આવેશમાં આવી ગયા અને જેમ ફાવે તેમ બોલવા લાગી મારામારી કરવા લાગ્યા હતા. સ્થળ પર પોતું કરવાનો દંડો પણ પડ્યો હોવાથી સુમનભાઈને તે મારી દેતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. બાદમાં સુમનભાઈને જશોદાનગર લઈ જઈ સારવાર કરાવી હતી. આ મામલે વટવા જીઆઇડીસી પોલીસને જાણ કરતા પોલીસે ભૂરાભાઈ અને અન્ય એક વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો - અમદાવાદમાં ચોરીની નવી રીત : ગાડીની નીચે કંઈ ફસાયું છે, જોવા જતા બેગ થઈ ગાયબ

આ પણ જુઓ - 
 

અમદાવાદમાં લૂંટની  બે ઘટના સામે આવી

અમદાવાદમાં તમંચો બતાવીને લૂંટની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરમાં શુક્રવારે મોડી રાત્રે લૂંટની બે ઘટના બની હતી. એક ઘટનામાં મિત્રના ઘરેથી પાછા ફરી રહેલા યુવકને રોકી તમંચો બતાવી લૂંટી લેવાયો હતો જ્યારે બીજી ઘટનામાં આલ્ફાવન મોલ પાસે પોતાના મિત્ર સાથે બેઠેલા એક યુવાનને પણ આ જ પ્રકારે લૂંટી લેવાયો હતો. આ ઘટના મામલે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ દાખલ થઈ છે. ગુરુકુળ ભગવતી સોસાયટીમા રહેતા દીપન પટેલ(27) શુક્રવારે રાતે 1.30 વાગ્યાની આસપાસ બોપલ રહેતા પોતાના એક મિત્રના ઘરેથી પરત ફરી રહ્યો હતો. ત્યારે થલતેજ ચાર રસ્તા પાસે ટુ વ્હીલર પર આવેલા બે લૂંટારુએ તેને રોકી તમંચો બતાવી મોબાઈલ અને રોકડા રૂ.બે હજાર લૂંટી ફરાર થઈ ગયા હતા.

આ પણ વાંચો - રાપરના વકીલની હત્યા બાદ ટાયરો સળગાવી વિરોધ પ્રદર્શન-ચક્કાજામ, શંકાસ્પદ આરોપીનાં ફોટા જાહેર
Published by: Kaushal Pancholi
First published: September 26, 2020, 8:44 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading