અમદાવાદ: ગર્લફ્રેન્ડને ફેરવવા યુવકે ચોર્યા અધધધ એક્ટિવા, જુઓ માસ્ટર માઇન્ડની ક્રાઇમ કુંડળી

અમદાવાદ: ગર્લફ્રેન્ડને ફેરવવા યુવકે ચોર્યા અધધધ એક્ટિવા, જુઓ માસ્ટર માઇન્ડની ક્રાઇમ કુંડળી
ગલફ્રેન્ડની ઇમ્પ્રેસ કરવા માટે એક્ટીવાની ચોરી કરે છે. ગલફ્રેન્ડ મળવા માટે આવે ત્યારે તે એક્ટીવા ચોરી કરતો હતો. તે પરત ઘરે જાય ત્યારબાદ એક્ટીવાને બીનવારસી મુકી દેતો હતો.

ગલફ્રેન્ડની ઇમ્પ્રેસ કરવા માટે એક્ટીવાની ચોરી કરે છે. ગલફ્રેન્ડ મળવા માટે આવે ત્યારે તે એક્ટીવા ચોરી કરતો હતો. તે પરત ઘરે જાય ત્યારબાદ એક્ટીવાને બીનવારસી મુકી દેતો હતો.

  • Share this:
અમદાવાદ: ગર્લફ્રેન્ડને ઇમ્પ્રેસ કરવા અને અલગ અલગ એક્ટિવા પર ફેરવવા માટે એક્ટિવા ચોરતો યુવક આખરે પોલીસ ગિરફતમાં આવી ગયો છે. આરોપી તેની ગર્લફ્રેન્ડને ચોરેલા એક્ટીવા પર ફરવા લઇ જાય પછી એક્ટિવાને  બીનવારસી મૂકી દેતો હતો. વટવા જીઆઇડીસી પોલીસે આરોપીની ધરપકડ કરી અનેક ગુનાનો ભેદ ઉકેલતા આરોપીએ ઉંમર કરતા વધારે વાહનો ચોરી કર્યા હોવાનું સામે આવ્યું છે.

કોઇ શોર્ટકટથી રૂપિયા કમાવવા માટે ચોરી કરે તો કોઇ નશો કરવા માટે ચોરી કરે. પરંતુ વટવા જીઆઇડીસી પોલીસના હાથે એક એવો ચોર ઝડપાયો જે ગર્લ ફ્રેન્ડને ઇમપ્રેસ કરવા માટે ચોરીના રવાડે ચઢી ગયો છે. ચોરેલા એક્ટીવામાં ગર્લફ્રેન્ડને બેસાડીને અલગ અલગ જગ્યા પર ફરવા લઇ જતો હતો અને જ્યારે તે ઘરે જતી રહે તો ચોરેલા એક્ટીવાને બીનવારસી મકી દેતો હતો. વટવા જીઆઇડીસી વિસ્તારમાં એક્ટીવાની ચોરીનું પ્રમાણ સતત વધી રહ્યુ હતું ત્યારે પોલીસે ચોરને પકડવા માટે એડીચોટીનું જોર લાગવી દીધુ હતું. બે મહિનાની મહેનત બાદ સીસીટીવી ફુટેજના આધારે પોલીસે એક્ટીવા ચોરની રંગે હાથ ધરપકડ કરી છે.99 Not out: જિંદગી ઇન, કોરોના આઉટ, 'ફક્ત 4 દિવસમાં જ 99 વર્ષીય સામુબાએ કોરોનાને હરાવ્યો'

વટવા જીઆઇડીસી પોલીસે મુળ યુપીનો અને બાપુનગર વિસ્તારમાં રહેતા 23 વર્ષિય અસ્લમ ઉર્ફે છોટુ અહેમદ શેખની આઠ ચોરીના એક્ટીવા સાથે ધરપકડ કરી છે. અસ્લમની જેટલી ઉમર થઇ છે તેના કરતા વધુ તો તેણે એક્ટીવાની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. અસ્લમે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે, તે એક કારખાનામાં નોકરી કરે છે અને તે પોતાની ગલફ્રેન્ડની ઇમ્પ્રેસ કરવા માટે એક્ટીવાની ચોરી કરે છે. ગલફ્રેન્ડ મળવા માટે આવે ત્યારે તે એક્ટીવા ચોરી કરતો હતો અને ત્યારબાદ તેને અલગ અલગ જગ્યા પર ફેરવીને જ્યારે તે પરત ઘરે જાય ત્યારબાદ એક્ટીવાને બીનવારસી મુકી દેતો હતો.

રાજકોટ:'તારા ઘરે કોઈ ન હોય ત્યારે કોલ કરજે, હું તારો ફ્રેન્ડ બોલુ છું,' સામાજિક કાર્યકરને કરાઇ બીભત્સ માંગણી

પોલીસ સમક્ષ તેને 15 કરતા વધુ એક્ટીવા ચોરી કરી હોવાની કબુલાત કરી છે. જેમાંથી પોલીસે આઠ એક્ટીવા રીકવર કર્યા છે. એક્ટિવા માં જૂની ચાવી લાગી જતી હોવાથી જ તે એક્ટિવા ચોરી કરતો અને પેટ્રોલ પૂરું થઈ જાય એટલે બિનવારસી મૂકી દેતો હતો.

એવું નથી કે, ચોરીના ગુનામાં આ અસલમ પહેલી વાર ઝડપાયો છે. પણ હકીકત એ છે કે, અસલમઆ પહેલા 18 જેટલી ચોરીઓને અંજામ આપી જેલની હવા ખાઈ ચુક્યો છે. જેલની હવા જાણે કે માફક આવી ગઈ હોય તેમ હજુય ચોરી કરવાનું ચાલુ રાખતા આખરે પોલીસના હાથે ફરી એક વાર ઝડપાઇ ગયો છે.
Published by:Kaushal Pancholi
First published:May 04, 2021, 14:46 pm

ટૉપ ન્યૂઝ