'જમીન, ઘર, દાગીના વેચી રૂપિયા મને આપી દો,' પિતાએ ના પાડતા પુત્રએ કરી હત્યા

'જમીન, ઘર, દાગીના વેચી રૂપિયા મને આપી દો,' પિતાએ ના પાડતા પુત્રએ કરી હત્યા
પ્રતિકાત્મક તસવીર

પુત્રને પિતાએ રૂપિયા આપવાની ના પાડતા જ પુત્રએ નીંદર માણી રહેલા પિતા પર વાર કર્યો.

  • Share this:
અમદાવાદ :કહેવાય છે કે, જળ, જમીન અને જોરૂ આ ત્રણેય કજિયાના છોરું. મિલકત માટે અનેક વખત લોહિયાળ જંગ ખેલાયો હોય તેવા બનાવો સામે આવ્યા છે. ક્યારેક મિલકતના ઝઘડામાં સબંધોની પણ હત્યા થયેલી જોવા મળી મળી છે. આવો જ એક બનાવ શહેરના શીલજ રોડ - આંબલી વિસ્તારમાં જોવા મળ્યો છે. મિલકત વહેચી રૂપિયાની માંગણી કરતા પુત્રને પિતાએ રૂપિયા આપવાની ના પાડતા જ પુત્રએ નીંદર માણી રહેલા પિતા પર વાર કર્યો. જેમાં ઇજાગ્રસ્ત પિતાનું મોત નિપજ્યું છે.

શીલજ રોડ પર ઔડાના મકાનમાં રહેતા સુરેખા રબારી નામની યુવતીએ ફરિયાદ નોંધાવી છે કે, બે દિવસ પહેલા તેનો ભાઈ સુરેશ ઉર્ફે ગમને તેના પિતા સાથે ઝઘડો કરીને કહ્યું હતું કે, આપણે ગામડાની જમીન અને મમ્મીના સોનાના દાગીના વેચીને મને રૂપિયા આપી દો. જેથી તેના પિતાએ તેને રૂપિયા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. આ સમયે ફરિયાદી બહેન વચ્ચે પડીને બંને વચ્ચેનો ઝઘડો અટકાવ્યો હતો.જ્યારે શુક્રવારે સવારે નવેક વાગ્યાની આસપાસ પિતાની પુત્રી નોકરીથી પરત ફર્યા બાદ પિતાની નાઈટ ડ્યુટી હોવાથી તેઓ બપોરે જમીને સુઈ ગયા હતા. આ દરમિયાન દોઢેક વાગ્યાની આસપાસ ફરિયાદી બહેન ઊંઘમાંથી જાગી જતાં તેમણે જોયું તો, તેનો ભાઈ સુરેશ તેના પિતાને માથાના અને કાનના ભાગે લાકડી વડે ઈજા પહોંચાડી રહ્યો હતો. જોકે ફરિયાદીએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. આરોપીના હાથમાંથી લાકડી લઇ લીધી હતી.

મોટી સંખ્યામાં લોકો એકઠા થતા આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો હતો. જ્યારે ઇજાગ્રસ્ત પિતાને સારવાર માટે સોલા સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત વધુ લથડતા તેમને અસારવા સિવિલ લઇ જવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું.

આ પણ વાંચો - રાજ્યમાં વિધાનસભાની આઠ બેઠક પર યોજાનાર પેટા ચૂંટણીના પ્રચારની માર્ગદર્શિકા જાહેર

શાપિત અમર યોદ્ધા 'અશ્વત્થામા'નો રોલ અદા કરશે વિક્કી કૌશલ, વધારશે 100 KG વજન

આ પણ જુઓ - સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસે હત્યારા પુત્ર વિરૂઘ્ધ હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:October 10, 2020, 11:34 am

ટૉપ ન્યૂઝ