અમદાવાદ: દુશ્મનો પર ફાયરિંગ કરવાનું ટ્રાયલ કરતા ભાઈને વાગી ગોળી, ખોટી ફરિયાદની તપાસમાં ભાઈ-બનેવી પકડાયા

અમદાવાદ: દુશ્મનો પર ફાયરિંગ કરવાનું ટ્રાયલ કરતા ભાઈને વાગી ગોળી, ખોટી ફરિયાદની તપાસમાં ભાઈ-બનેવી પકડાયા
 જેથી પોલીસ તપાસમાં હકીકત સામે આવતા ઇજાગ્રસ્ત ફરિયાદીના ભાઈ આશિફ અને ફરિયાદીના બનેવી સલમાન સુલતાન મિર્ઝાને પકડી પૂછપરછ કરી હતી.

 જેથી પોલીસ તપાસમાં હકીકત સામે આવતા ઇજાગ્રસ્ત ફરિયાદીના ભાઈ આશિફ અને ફરિયાદીના બનેવી સલમાન સુલતાન મિર્ઝાને પકડી પૂછપરછ કરી હતી.

  • Share this:
અમદાવાદ: શહેરના વટવા વિસ્તારમાં થયેલા ફાયરિંગ મામલે નવો ખુલાસો થયો છે. જેમાં ભોગ બનનારએ જે બે લોકો સામે ફરિયાદ નોંધાવી હતી તે બને એ ફાયરિંગ ન કર્યું હોવાનું સામે આવ્યું હતું. પણ તે બે લોકો પર ફાયરિંગ કરવા ટ્રાયલ લેવા જતા ઇજાગ્રસ્તના ભાઈથી જ આ ફાયરિંગ થયું હોવાનું સામે આવ્યું હતું. પણ ઇજાગ્રસ્તએ અદાવતમાં ખોટી ફરિયાદ નોંધાવતા પોલીસે તે બાબતે તપાસ શરૂ કરી છે.

વટવા વિસ્તારમાં અબ્દુલ સાજીદ શેખ નામના 18 વર્ષિય યુવકે પોતાના ઉપર બે શખ્સોએ ફાયરિંગ કર્યું હોવાની ફરિયાદ આપતા પોલીસે મોસીન ઉર્ફે ચાચા અને પીલા અન્સારી અને ફિરોજ નામના બે વ્યક્તિ સામે ફરિયાદ નોંધી હતી. અગાઉની ઝઘડાની અદાવત રાખી ફરિયાદીએ બંને ઉપર આક્ષેપ કરતા પોલીસને જણાવ્યું હતું કે, વટવામાં ફ્લેટના પાર્કિંગમાં ટુ વ્હીલર પર આવીને આ બંને શખ્સોએ પિસ્તોલથી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે પેટમાં ગોળી મારી હત્યાનો પ્રયાસ કરી ભાગી ગયા હતા. જે બાબતે વટવા પોલીસે તપાસ કરતા આ બંને આરોપીઓની અટકાયત કરી પુછપરછ કરી હતી. જે પૂછપરછમાં સામે આવ્યું કે, તે બંને લોકોએ ફાયરિંગ કર્યું ન હતું.જેથી વટવા પોલીસે હ્યુમન અને ટેકનિકલ સોર્સથી તપાસ કરી અન્ય લોકોની પૂછપરછ કરતા આ બનાવનો આક્ષેપ અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં કરાયો હતો. ગોળી વાગી તે ફરિયાદીએ ફરિયાદમાં જણાવેલ આરોપીઓ સાથે એક વર્ષ અગાઉ આ ઇજાગ્રસ્તના ભાઈને ઝઘડો થયો હતો.

બનાસકાંઠામાં શરૂ થયું પહેલું ગૌશાળા કોવિડ સેન્ટર, 'વેદલક્ષણા પંચગવ્યાયુર્વેદ' પદ્ધતિથી દર્દીઓની થાય છે સારવાર

ત્યારબાદ બંને પક્ષના લોકોએ બીજાના ઘરે જઈ ઝઘડો કરતા બંને સામે ગુનો દાખલ થયા હતા. ફરિયાદમાં જણાવેલ આરોપી મોસીન ઉર્ફે ચાચાને મારવા માટે ફરિયાદીનો ભાઈ આસિફ ઉર્ફે તૈલીએ તેના બનેવી સલમાન સુલતાન મિર્ઝા મારફતે પિસ્તોલ અને કારતૂસ મંગાવી પોતાની પાસે રાખ્યા હતા. ગત 7મી તારીખે બપોરના સમયે ફરિયાદી ઇજાગ્રસ્તનો ભાઈ આસિફ ઉર્ફે તૈલી તથા ફરિયાદી ઉભા હતા અને આસિફે પોતાની પાસેની પિસ્તોલની ટ્રાયલ લેવા માટે ફાયર કર્યું હતું અને ગોળી તેના ભાઈ એટલે કે ફરિયાદને પેટના ભાગે વાગી હતી. જેથી સિવિલ હોસ્પિટલમાં તેની સારવાર દરમિયાન બે આરોપીઓ વિરુદ્ધ માં ખોટી ફરિયાદ લખાવી હતી.

Mothers Day Special: અમદાવાદની મધર મિલ્ક બેન્ક, જ્યાં માતાઓએ દાન કરેલું દૂધ પ્રિ-મેચ્યોર બેબી માટે આશીર્વાદરૂપ

જેથી પોલીસ તપાસમાં હકીકત સામે આવતા ઇજાગ્રસ્ત ફરિયાદીના ભાઈ આશિફ અને ફરિયાદીના બનેવી સલમાન સુલતાન મિર્ઝાને પકડી પૂછપરછ કરી હતી. પૂછપરછમાં સામે આવ્યું કે, તે બંને પક્ષો તડીપાર હતા અને ફાયરિંગનો ગુનો કબૂલ્યો હતો. આરોપીએ એક વર્ષ પહેલાં પોતાના બનેવી સલમાન મિર્ઝા પાસેથી હથિયાર લાવ્યો હોવાની કબુલાત કરતા પોલીસે પિસ્તોલ થતા ત્રણ જીવતા કારતૂસ કબજે કર્યા હતા. આરોપી આસિફના વિરોધમાં પ્રોહીબીશન જુગાર  મારામારીના વટવા પોલીસ સ્ટેશનમાં સાત ગુના નોંધાયા હતા અને તેની સામે પાસા તેમજ તડીપાર જેવા અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા હતા. જ્યારે અન્ય આરોપી સલમાન સુલતાન મિર્ઝાના વિરુદ્ધમાં પણ મારામારી, હત્યાની કોશિશ તેમજ હથિયાર રાખી જાહેરનામા ભંગના વટવા દાણીલીમડા એલિસ બ્રિજ પોલીસ સ્ટેશનમાં કુલ સાત ગુના નોંધાયા હતા.
Published by:Kaushal Pancholi
First published:May 09, 2021, 12:08 pm

ટૉપ ન્યૂઝ