અગમ્ય કારણોસર પુત્રએ માતાને માર મારતા નીપજ્યું મોત, બહેનને અકસ્માત થયો હોવાનું જુઠ્ઠાણું કહ્યું

અગમ્ય કારણોસર પુત્રએ માતાને માર મારતા નીપજ્યું મોત, બહેનને અકસ્માત થયો હોવાનું જુઠ્ઠાણું કહ્યું
માતાએ પુત્રએ જ માર માર્યો હોવાનું જણાવતા હકીકત સામે આવી અને પુત્રએ જ માતાની હત્યાની કોશિશ કરી

માતાએ પુત્રએ જ માર માર્યો હોવાનું જણાવતા હકીકત સામે આવી અને પુત્રએ જ માતાની હત્યાની કોશિશ કરી

  • Share this:
અમદાવાદ : શહેરના શાહીબાગમાં એક પુત્રએ જ તેની માતાને માર મારી તેની બહેનોને આ ઘટનાની જાણ કરી હતી. જોકે, પુત્રએ માતાને મારી છે તેમ ન કહ્યું અને અકસ્માત થયો છે તેવી ખોટી કહાનીઓ પરિવારજનોને સંભળાવી હતી. જોકે, સારવારમાં રહેલી માતાએ પુત્રએ જ માર માર્યો હોવાનું જણાવતા હકીકત સામે આવી અને પુત્રએ જ માતાની હત્યાની કોશિશ કરી હોવાની વાત પરથી પડદો ઉચકાતા આ મામલે બહેને ભાઈ સામે ફરિયાદ નોંધાવી છે. જોકે, માતાનું સારવાર દરમિયાન જ મોત નીપજ્યુ છે. જેથી પોલીસે પુત્ર સામે હત્યાની કલમ ઉમેરી ધરપકડ કરી છે.

અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા જહાંગીરપુરામાં રહેતા પાયલબેન ભીલ તેમના પરિવાર સાથે રહે છે. તેમના પતિ સુથારી કામ કરે છે. તેના પિયરમાં તે, ત્રણ બહેનો અને બે ભાઈઓ છે. જેમાં તેઓ સૌથી મોટા છે. જ્યારે તેમનો એક ભાઈ આશિષ તેની માતાની સાથે રહે છે. બે દિવસ પહેલા સવારે પાયલબેનના માતા જમનાબેન તથા તેમનો ભાઈ આશિષ બંને સવારે તેમના ઘરે આવ્યા હતા અને આખો દિવસ તેમના ઘરે રોકાયા હતા. સાંજે પાયલબેનના માતા અને તેમનો ભાઈ બાઈક લઈને દીવાબત્તી કરવા માટે ત્રિકમદાસની ચાલી ખાતે તેમના ઘરે ગયા હતા. રાત્રે નવ વાગ્યાની આજુબાજુ તેમના માતા અને ભાઈ બંને જમવા માટે પાયલબેનના ઘરે આવ્યા હતા. ત્યારે તેમના માતા જમ્યા પરંતુ તેમના ભાઈ જમ્યા ન હતા અને તેમના ભાઈએ સિવિલ બાજુ જમી લઈશ તેમ કહી માતાને બાઈક ઉપર બેસાડી રાત્રે ઘરે જવા નીકળ્યા હતા.માતાની ફાઇલ તસવીર


રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ પાયલ બહેનનો ભાઈ આશિષ બાઈક લઈને પાછો તેમના ઘરે આવ્યો હતો અને જણાવ્યું કે તેમની માતાને મોટરસાયકલ પર લઇ જતો હતો ત્યારે પડી ગયા છે. જેથી પાયલબેન બાઇક પર બેસીને તેના ભાઈ સાથે ઠાકોરવીલા ગામના મકાન પાસે ગયા હતા. ત્યાં તેમના માતા ફૂટપાથ પર બેસેલા હતા અને તેમના બેનને પણ તેમને ફોન ઉપર આ બાબતની જાણ કરી હતી. બાદમાં તપાસ કરી તો તેમણે માતાને ડાબા કાન માંથી તથા મોઢામાંથી લોહી નીકળતું હતો.

આ પણ જુઓ - આ પણ વાંચો -  સુરતમાં બાળકોની આંખની સામે જ જમીન દલાલની પત્નીએ ગળેફાંસો ખાઇ ટૂંકાવ્યું જીવન

જે બાબતે તેમની માતાએ તેમને જણાવ્યું કે, તેમનો પુત્ર આશિષે તેમને માર માર્યો હતો અને બાદમાં રીક્ષા બોલાવી હતી. બાદમા પાયલબેન તેમના માતાને હોસ્પિટલ લઈ ગયા હતા. બાદમાં તેમની માતાને પૂછ્યું તો તેઓએ જણાવ્યું કે, તેમના પુત્ર આશિષએ બેથી ત્રણ વાર માર માર્યો હતો. પરંતુ કયા કારણથી માર માર્યો હતો તે બાબતે કોઇ જાણકારી મળી ન હતી. જેથી આ અંગે પોલીસને જાણ કરતા શાહીબાગ પોલીસે આ મામલે હત્યાની કોશિષનો ગુનો નોંધ્યો હતો. જે બાદ માતાનું સારવાર દરમિયાન જ મોત નીપજતા પોલીસે પુત્ર સામે હત્યાની કલમ ઉમેરી ધરપકડ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:October 05, 2020, 11:08 am

ટૉપ ન્યૂઝ