અમદાવાદ : સામાન્ય સભા મળે તે પહેલા તમામ કોર્પોરેટરોનો થશે કોરોના ટેસ્ટ, રાત સુધી મળી જશે રિપોર્ટ


Updated: September 24, 2020, 12:31 PM IST
અમદાવાદ : સામાન્ય સભા મળે તે પહેલા તમામ કોર્પોરેટરોનો થશે કોરોના ટેસ્ટ, રાત સુધી મળી જશે રિપોર્ટ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે .

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે .

  • Share this:
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની (AMC) આવતીકાલે સામાન્ય સભા મળવાની છે. કોરોનાના કારણે અત્યાર સુધી મિટિંગ ઓનલાઈન થતી હતી. પરંતુ આવતીકાલે સામાન્ય સભા ટાગોર હોલમાં (Tagore hall) મળવા જઈએ રહી છે. સભામાં ઉપસ્થિત રહેનાર તમામે કોરોના રિપોર્ટ (Corona report) ફરજીયાત કરાવવા માટે તમામ કોર્પોરેટરને સૂચના આપવામાં આવી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના ટેસ્ટ કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે .ગઈકાલે દંડક સહિત 65 કાઉન્સિલરો કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને આજે બાકી રહેલા 125 જેટલા કાઉન્સિલરો ટેસ્ટ કરાવ્યા છે.

મેયર બિજલબેન પટેલ પણ કોરોનાના રિપોર્ટ કરાવ્યો છે. તેમજ મેયર બિજલબેન પટેલે ન્યૂઝ18ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતુ કે, સામાન્ય સભા મળે તે પહેલાં તમામ કાઉન્સિલરો કોરોના ટેસ્ટ કરાવવાનો છે. પોઝિટિવ આવશે તે લોકોએ ઓનલાઈન હાજરી આપવાની રહેશે. આ સાથે સભામાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહશે.

અમદાવાદના પૂર્વ મેયર અને નારણપુરાના કોરપોરેટર ગૌતમ શાહ કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ સારવાર માટે હોસ્પિટલમાં એડમિટ થયા છે. જોકે, આજે મોડી રાત સુધીમાં મેયર સહિત તમામના રિપોર્ટ આવી જશે.જેનો રિપોર્ટ નેગેટિવ હશે તે જ સામાન્ય સભામાં ઉપસ્થિત રહેશે. સામાન્ય સભામાં સતાપક્ષને ઘેરવા માટે વિપક્ષે પણ તૈયારીઓ કરી લીધી છે. કોરોના, રોગચાળો અને રસ્તાના મુદ્દે વિપક્ષ સતાપક્ષને ઘેરવાના પ્રયાસો કરશે.

આ પણ જુઓ - રાજ્યમાં 23મી સપ્ટેમ્બરે કોરોના વાયરસના 1372 નવા કેસ પોઝિટિવ (23 September Gujarat corona cases) નોંધાયા છે, જ્યારે 1289 દર્દીઓ સાજા થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે. 24 કલાક દરમિયાન રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં કોરોના વાયરસના (gujarat covid deaths) 15 દર્દીનાં મોત થયા છે. દરમિયાન રાજ્યમાં પોઝિટિવ કેસનો આંકડો ને 1,17,709 એ પહોંચી ગયો છે.રાજ્યમાં બુધવારે  સુરતમાં 294, અમદાવાદમાં 185, રાજકોટમાં 141, વડોદરામાં 134, જામનગરમાં 94, બનાસકાંઠામાં 51, મહેસાણામાં 45, અમરેલી, કચ્છ, પંમહાલમાં 27-27, મોરબીમાં 26, ભરૂચ, પાટણ, સુરેન્દ્રનગરમાં 22-22, ગાંધીનગરમાં 38, ભાવનગરમાં 37, જૂનાગઢમાં 38, સાબરકાંઠામાં 18 કેસ નોંધાયા છે.આ પણ વાંચો - અમદાવાદ : મોડી રાતે રિક્ષામાં ખુલ્લી તલવાર લઈ ચિચિયારીઓ પાડવી પડી ભારે, થઇ જોવા જેવી
Published by: Kaushal Pancholi
First published: September 24, 2020, 12:19 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading