અમદાવાદનો ચેતવણીસમાન કિસ્સો: સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા થયો ભડકો, મહિલા સળગતા થયું મોત

અમદાવાદનો ચેતવણીસમાન કિસ્સો: સેનેટાઇઝર ચાલુ ગેસ પર પડતા થયો ભડકો, મહિલા સળગતા થયું મોત
પ્રતીકાત્મક તસવીર

આ ભડકાને કારણે મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તરત જ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

 • Share this:
  હાલ કોરોનાકાળમાં (Coronavirus Pandemic) સેનેટાઇઝરનો (Sanitizer) ઉપયોગ તમામ લોકો કરી રહ્યાં છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) શહેરમાં ચેતવણી સમાન કિસ્સો સામે આવ્યો છે. શહેરનાં નરોડા વિસ્તારમાં સેનેટાઇઝરની બોટલ ગેસ ઉપર પડતા મહિલા સગળી હતી અને સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ ઘટના અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

  આ અંગે મળતી માહિતી પ્રમાણે, 25 વર્ષનાં જયશ્રીબહેન દેવીલાલ લુહાર શહેરનાં નવા નરોડા વિસ્તારમાં મનોહરવિલા ચાર રસ્તા પાસે શ્યામલપાર્ક સોસાયટીમાં રહેતા હતા. તેઓ તારીખ 29મીનાં રોજ રાતના 11 વાગે પોતાના ઘરમાં દૂધ ગરમ કરતા હતા. આ સમયે રસોડોમાં ગેસની ઉપરની બાજુમાં મુકેલી ખાંડની બરણી લેવા જતાં ત્યાં બાજુમાં સેનેટાઇઝરની બોટલ હતી જે ગેસ ઉપર પડી હતી. જે બાદ અચાનક મોટો ભડકો થયો હતો.  આગની વધુ એક ઘટના: ભાવનગરની હોટલમાં ચાલતા કોવિડ કેર સેન્ટરમાં આગ ભભૂકતા 70 દર્દીઓને અન્ય જગ્યાએ ખસેડાયા

  આ ભડકાને કારણે મહિલા ગંભીર રીતે દાઝ્યા હતા. તેમને તરત જ સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે. આ અંગે કૃષ્ણનગર પોલીસે અકસ્માતે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  રાજ્યનાં મહીસાગર જિલ્લાનું આ અંતરિયાળ ગામ છે 'કોરોનામુક્ત', લોકો પાળી રહ્યાં છે કોરોનાના તમામ નિયમો

  થોડા સમય પહેલા મધ્ય પ્રદેશના ભીંડમાં હોળીના દિવસે ડ્રાય ડે હોવાથી શહેરમાં દારૂ મળ્યો ન હતો. જેથી 3 મિત્રોએ દારૂ ન મળતા નશો કરવા માટે સેનેટાઇઝર પી લીધું હતું. આવી બેદરકારીને કારણે બે લોકોનાં મોત નીપજ્યાં, જ્યારે ત્રીજાની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. ઘટના ભીંડના ચતુર્વેદી નગરની છે. અહીં રહેતા રિંકુ લોધી, અમિત રાજપૂત અને સંજુએ હોળીના દિવસે પાર્ટી કરી હતી. ડ્રાય ડેને કારણે આ લોકોને દારૂ ન મળી શક્યો, ત્યારબાદ ત્રણેય બે બોટલ સેનિટાઇઝરની વ્યવસ્થા કરી હતી.

  ત્રણેય નશો કરવા માટે સેનેટાઈઝર પીધું. આ પછી ત્રણેય તેમના ઘરે ગયા પરંતુ થોડા સમય પછી તેમની હાલત બગડવા લાગી. જેથી પરિવારજનો તેમને ભિંડની હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં રિંકુ લોધીનું મોત નીપજ્યું હતું. સારવાર માટે અમિત અને સંજુને ગ્વાલિયર રિફર કરાયા હતા. ગ્વાલિયર પહોંચ્યા બાદ અમિતનું પણ મોત નીપજ્યું હતું જ્યારે સંજુની સારવાર ચાલી રહી છે.
  Published by:Kaushal Pancholi
  First published:May 12, 2021, 09:01 am

  ટૉપ ન્યૂઝ