અમદાવાદ: RT PCR ટેસ્ટમાં કરાયો વધારો, 20થી 25 ટકા લોકો આવી રહ્યા છે Positive

અમદાવાદ: RT PCR ટેસ્ટમાં કરાયો વધારો, 20થી 25 ટકા લોકો આવી રહ્યા છે Positive
પ્રતીકાત્મક તસવીર

હાલ 1500થી 1600 જેટલા RTPCR ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં 22થી 25 ટકા પોઝિટિવ આવી રહ્યા છે.

  • Share this:
અમદાવાદમાં (Ahmedabad) કોરોના કેસ (corona cases) દિવસેને દિવસે વધી રહ્યા છે.  તો બીજી તરફ RTPCR ટેસ્ટમાં પણ વધારો કરવામાં આવ્યો છે.  અમદાવાદની મોટાભાગની ખાનગી હોસ્પિટલો (private hospital) ભરાઇ જવા આવી છે. આ સાથે સિવિલ હૉસ્પિટલમાં પણ બેડની સંખ્યા વધારવામાં આવી છે. શહેરમાં કોરોનાને (Coronavirus)  કાબૂમાં લેવા માટે તંત્ર મેહનત કરતું દેખાય છે.

'RT PCR ટેસ્ટમાં 22થી 25 ટકા  લોકો પોઝિટિવ આવી રહ્યા છે'બી. જે.મેડિકલ કોલેજના ડિન ડો.પ્રણવ શાહે ન્યૂઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, બી.જે.મેડિકલ કોલેજમાં RTPCR ટેસ્ટ વધારવામાં આવ્યા છે. અગાઉ 600થી 800 ટેસ્ટ કરવામાં આવતા હતા જે બમણા કરવામાં આવ્યા છે. હાલ ટેસ્ટિંગની સંખ્યા વધારવામાં આવી છે. હાલ 1500થી 1600 જેટલા RTPCR ટેસ્ટિંગ કરવામાં આવ્યા છે. જેમાં 22થી 25 ટકા પોઝિટિવ આવી રહ્યા છે. બીજી વખત સંક્રમિત થયેલા લોકોના સેમ્પલ પુના મોકલવામાં આવ્યા છે. કયા સ્ટ્રેઇનના વાયરસથી પુનઃ સંક્રમિત થયા છે અંગેનો અભ્યાસ ચાલુ છે.

મહિસાગર: કોરોનાના કહેર વચ્ચે લગ્નમાં યોજાયો કમલેશ બારોટનો ડાયરો, બે હજારથી વધુ લોકો ભેગા થયા

'સિવિલ હોસ્પિટલમાં 1100 બેડની કરવામાં આવ્યા'

ત્યારે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિટેનડેન્ટ જે. વી. મોદીએ જણાવ્યું હતું કે, 645 દર્દીઓ 1200 બેડમાં દાખલ છે જેમાં 12 વેન્ટિલેટર ઉપર સારવાર હેઠળ છે. તેમજ કુલ દર્દીઓના 73 ટકા દર્દીઓ કૃત્રિમ હવા ઉપર સારવાર હેઠળ છે. 920 બેડના સ્થાને હવે સિવિલ કેમ્પસમાં હવે 1100 બેડ કરવામાં આવ્યા છે. કોરોનાની મહામારી અત્યાર સુધીમાં કુલ 545 આરોગ્ય કર્મચારીઓ હાલ સુધી સંક્રમિત થયા છે. તેમજ 12 તબીબો પૈકી 7 સારવાર હેઠળ હોમ આઇસોલેશનમાં છે. જેમાં 5 હોસ્પિટલમાં દાખલ છે.'ઓટોપસીમાં ઘણાં બદલાવ દેખાયા'

બી.જે.મેડિકલ કોલેજમાં કોવિડથી મૃત્યુ પામેલા 23 મૃતદેહની ઓટોપસી કરાઈ હતી. ત્યારે હેડ ઓફ ઓટોપસી કલ્પેશ શાહે જણાવ્યું છે કે, કોવિડથી મૃત્યુ પામેલા જુદી જુદી ઉંમરના લોકોનો સમાવેશ કરાયો હતો. જેના સામાન્ય વ્યક્તિના લંગ્સ જે 400 ગ્રામના હોય છે, તેનું વજન કોરોનાથી મૃત્યુ પામેલા લોકોમાં 3 ગણું થયેલું જોવા મળ્યું છે. કોરોના થયો હતો તેમના હૃદયમાં પણ ઘણા બદલાવ જોવા મળ્યા હતા. જે મૃતકના સગા ઓટોપસીની પરવાનગી આપે તેમની ઓટોપસી કરી રહ્યા છીએ. કોવિડથી મૃત્યુ પામેલા કોઈપણ વયના વ્યક્તિની ઓટોપસી થઈ શકે છે.
Published by:Kaushal Pancholi
First published:April 05, 2021, 12:39 pm

ટૉપ ન્યૂઝ