અમદાવાદમાં રેમડેસિવીરની વધુ એક કાળાબજારી, 26 હજારનાં ભાવે ખરીદી 40 હજાર સુધીમાં વેચતા મોતાના સોદાગર ઝડપાયા

અમદાવાદમાં રેમડેસિવીરની વધુ એક કાળાબજારી, 26 હજારનાં ભાવે ખરીદી 40 હજાર સુધીમાં વેચતા મોતાના સોદાગર ઝડપાયા
આરોપીઓ

રામોલ પોલીસની ગિરફતમાં રહેલા આ શખશો જીવ અને મોતના સોદાગર છે. જેઓના નામ છે શશાંક જયસવાલ, નિલ જયસવાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ મણવર.

  • Share this:
અમદાવાદ: ગુજરાતમાં કોરોના કાળ લોકોના જીવ ભરખી રહ્યો છે. તો દર્દીઓ જીવ બચાવવા માટે રામબાણ સમાન રેમડેસિવીર ઇન્જેક્શનનો ઉપયોગ કરી સ્વાસ્થ્ય સારું કરી રહ્યા છે. ત્યારે જ અમદાવાદમાં રેમડેસિવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ચાર આરોપીઓને ચાર ઇન્જેક્શન સાથે રામોલ પોલોસે ઝડપી પાડયા છે.

રામોલ પોલીસની ગિરફતમાં રહેલા આ શખશો જીવ અને મોતના સોદાગર છે. જેઓના નામ છે શશાંક જયસવાલ, નિલ જયસવાલ, વિકાસ અજમેરા અને પ્રવીણ મણવર. રામોલ પોલીસને બાતમી મળી હતી કે, કોરોના કાળમાં રામબાણ સમાન ,રેમડેસિવીર ઇન્જેક્શનના કાળા બજાર થઈ રહ્યા છે. આ બાતમી આધારે રામોલ પોલીસે છટકું ગોઠવી માધવ સ્કૂલ પાસેથી ચારેય આરોપીઓ ચાર ઇન્જેક્શન સાથે ઝડપાયા છે. આ ચારેય યુવાનોમાંથી ઇન્જેક્શન ખરીદનાર બે આરોપીઓ શશાંક અને નિલએ હોસ્પિટલના કર્મચારી પાસેથી ઇન્જેક્શન મેળવ્યા હતા.કોરોના કાળમાં ખેડૂતોને રાહત આપતો નિર્ણય: ગુજરાતનાં લાખો ખેડૂતોને થશે સીધો ફાયદો

શશાંક અને નિલ બંને રૂ.26 હજારમાં વિકાસ અને પ્રવીણને વેચવાના હતા. ત્યારે વિકાસ અને પ્રવીણ 26 હજારની ઉપર પોતાની રકમ નક્કી કરી આશરે 30થી 40 હજારમાં આ ઇન્જેકશન આપવાની ફિરાકમાં હતા.

સુરત: ડુપ્લીકેટ રેમડેસિવીર ઈન્જેકશનનાં મામલે ઇન્જેક્શન ખરીદનાર જયદેવસિંહ ઝાલાની ધરપકડ, માસ્ટર માઇન્ડ કૌશલ હજી વોન્ટેડ

ત્યારે રામોલ પોલીસની તપાસ હાલ એ ચાલી રહી છે કે, શશાંક અને નિલને ઇન્જેક્શન આપનાર હૉસ્પિટલનો સ્ટાફ કોણ છે અને કઈ હોસ્પિટલનો સ્ટાફ છે. ત્યારે રામોલ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ એ ઇન્જેક્શન છે એ જે દર્દીઓ ને અપાયેલા ડોઝમાંથી વધેલા ઇન્જેક્શન મેળવી કાળા બજારી કરવામાં આવી રહી હતી.એટલે કે જ્યારે પણ કોરોના દર્દીને ખાનગી કે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય છે ત્યારે જરૂરિયાત પ્રમાણે ,રેમડેસિવીર ઇન્જેક્શનનો ડોઝ અપાતો હોય છે અને વધેલા ઇન્જેક્શન દર્દીઓએ મેડિકલ અથવા ડોક્ટરને જમા કરાવવાના હોય છે પણ હોસ્પિટલ ના કર્મચારીઓએ જમા ન કરાવી કાળા બજારી કરવાનો રસ્તો અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
Published by:Kaushal Pancholi
First published:May 03, 2021, 15:08 pm

ટૉપ ન્યૂઝ