Home /News /madhya-gujarat /

અમદાવાદ: આઈબીએ સરકારને રથયાત્રા ન યોજવા માટે આપ્યો પ્રાથમિક અહેવાલ, જાણો એલર્ટ

અમદાવાદ: આઈબીએ સરકારને રથયાત્રા ન યોજવા માટે આપ્યો પ્રાથમિક અહેવાલ, જાણો એલર્ટ

'બીજી લહેર બાદ આપવામાં આવેલી છૂટછાટને કારણે ફરીથી લોકો બેદરકાર બની ગયા છે અને કોવિડ 19ના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે'

'બીજી લહેર બાદ આપવામાં આવેલી છૂટછાટને કારણે ફરીથી લોકો બેદરકાર બની ગયા છે અને કોવિડ 19ના નિયમોનું ઉલ્લંઘન થઇ રહ્યું છે'

  અમદાવાદ: ગુજરાતમાં (Gujarat) કોરોનાવાયરસની બીજી લહેર (Corona second wave) નરમ પડતા હવે મોટાભાગના વેપાર, ધંધા અને ઓફિસો શરૂ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે અમદાવાદીઓનાં (Ahmedabad) મનમાં એક જ સવાલ છે કે આ વખતે રથયાત્રા (Rathyatara) નીકળે કે ગયા વર્ષની જેમ જ ભક્તોને પ્રવેશ આપવામાં નહીં આવે. જોકે, આ અંગે જગન્નાથ મંદિર ટ્રસ્ટ અને સરકાર વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ વખતે અમદાવાદમાં ભગવાન જગન્નાથની (lord Jagannath) 144મી રથચાત્રા (Ahmedabad 144th Rathyatra) યોજવામાં આવશે. આ રથયાત્રા અંગે સેન્ટ્રલ આઇબીએ (central IB) એક રિપોર્ટ તૈયાર કર્યો છે જે કેન્દ્ર અને રાજ્ય સરકારને સોંપવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, અમદાવાદ સહિત તમામ રથયાત્રાનું આયોજન રદ કરવામાં આવે. ત્યારે આ રિપોર્ટનાં આધારે રાજ્ય સરકાર રથયાત્રાને કઇ રીતે યોજવી છે તે અંગે 24મી જૂન બાદ જાહેરાત કરી શકે છે.

  રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

  રાજ્યમાં રથયાત્રા સહિત આવનારા તહેવારો અંગે એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, રથયાત્રાના પરંપરાગત રૂટ પર કરફ્યૂ રાખીને પણ જો રથયાત્રા યોજવામાં આવે તો પણ લોકો ભેગા થઇ શકે છે. જેના કારણે સંજોગો બગડી શકે છે. જેથી મંદિરમાં કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જ પ્રદક્ષિણા કરાવવામાં આવે. જ્યારે ગુજરાતના સ્ટેટ આઇબીએ પણ રથયાત્રા ન યોજવા માટેનો પ્રાથમિક અહેવાલ આપ્યો હતો.  અમદાવાદ: પતિ કમાવવું ન પડે તે માટે બન્યો વ્યંડળ, પત્નીએ ચબરાકીથી આ રીતે શીખવાડ્યો પાઠ

  તૈયાર કરવામાં આવેલા આ રિપોર્ટમાં એ પણ જણાવાયું છે કે, બીજી લહેર બાદ આપવામાં આવેલી છૂટછાટને કારણે ફરીથી લોકો બેદરકાર બની ગયા છે અને કોવિડ 19ના નિયમોનું છડે ચોક ઉલ્લંઘન થઇ રહ્યું છે. જેમાં ઘાર્મિક સ્થળોમાં વધારે ભીડભાડ જોવા મળે છે. તો ગુજરાતમાં લગ્ન, જન્મદિવસની પાર્ટી અને સાથે વિવિધ પાર્ટીઓમાં નિયત મર્યાદા કરતા પણ વધારે લોકો ભેગા થઇ રહ્યાં છે.

  'બધાની લાગણી છે કે રથયાત્રા નીકળે'

  થોડા દિવસ પહેલા મંદિરમાં રાજ્યના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજા, મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા અને મહંત દિલીપદાસજી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં રથયાત્રાને લઈને મહત્વની ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વ નીકળતી હોય છે ત્યારે તેને લઈને મંદિરના મહંત દિલીપદાસજી જણાવ્યું હતું કે, બધાની લાગણી છે કે, રથયાત્રા નીકળે ત્યારે આગામી સમયમાં ભગવાન જગન્નાથજીને પ્રાર્થના કરીએ છીએ કે કોરોના સંક્રમણ ઘટે અને લોકોના સ્વાસ્થ્ય હમેશા સ્વસ્થ્ય રહે. નોંધનીય છે કે, તંત્ર દ્વારા આ વર્ષે રથયાત્રા ટ્રક, અખાડા, ભજન મંડળીઓ, ભક્તો વગર માત્ર ત્રણ રથ સાથે જ કાઢવાની દિશામાં તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે. ગયા વર્ષે પણ માત્ર ત્રણ રથ સાથે રથયાત્રા કાઢવાની પ્રપોઝલ સરકારે મંદિર ટ્રસ્ટી મંડળ સમક્ષ મૂકી હતી, પરંતુ તે પ્રમાણે રથયાત્રા કાઢી શકાઈ ન હતી અને મંદિર પરિસરમાં જ ત્રણેય રથની પરિક્રમા કરાવવામાં આવી હતી.

  સુરત: પરિણીતાને લગ્નની લાલચ આપી કરાવ્યાં છૂટાછેડા, યુવાને વિશ્વાસમાં લઇ આચર્યું દુષ્કર્મ

  રથયાત્રા પૂર્વેની જળયાત્રા પ્રોટોકોલ સાથે યોજાશે

  રથયાત્રા પૂર્વેની તમામ વિધિ માટે આયોજનો થવા લાગ્યા છે. ભગવાન જગન્નાથજી મંદિરની રથયાત્રાની જળયાત્રાના આયોજનને લઈને મિટિંગ યોજાઈ હતી. જેમાં જળયાત્રા યોજવાનો નિર્ણય લેવાયો હતો. સાથે જ મિટંગના અંતે નક્કી કરાયુ કે, જળયાત્રામાં શક્યો હોય તો ગજરાજને પણ હાજર રાખવામાં નહિ આવે. જો જરૂર હશે તો, માત્ર એક જ ગજરાજ રાખવામાં આવશે. જળયાત્રામાં 50થી ઓછા લોકોની હાજરી રહેશે. જેઓ મંદિરના જ સભ્યો હશે. સામાન્ય નાગરિકો રથયાત્રામાં નહિ જોડાઈ શકે.  કેવી રીતે નીકળશે જળયાત્રા

  દર વર્ષે 108 કળશની સાથે વાજતે-ગાજતે જળયાત્રા નીકળતી હોય છે. પરંતુ આ વર્ષે માત્ર પાંચ કળશ સાથે જળયાત્રા નીકળશે. જેમાં મંદિરના સેવકો તેમજ ગાદીપતિ અને ટ્રસ્ટીઓ જ જોડાશે. નદીના કિનારે વિધિવત રીતે ગંગા પૂજન થશે. જેમાં નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે ગંગા પૂજન કરવામાં આવશે. જોકે કોરોના સંક્રમણ ન ફેલાય તે માટે આ યાત્રામાં ભજન મંડળી અને અખાડાને જોડવામાં નહિ આવે. 50થી પણ ઓછા લોકો આ યાત્રામાં ભાગ લેશે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Coronavirus, Jal Yatra, Rath Yatra, અમદાવાદ, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन