અમદાવાદ: સામાન્ય રીતે કોરોનાના સંક્રમણ દરમિયાન અને કોરોના મટ્યા બાદ દર્દીઓને શરીરમાં અશક્તિની ફરિયાદ રહેતી હોય છે. તેવામાં ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણે બનાવેલી આયુર્વેદિક હર્બલ મેડિસિન કોરોનાની સારવાર માટે અસરકારક બની છે.
ફાફડા થોરના ઉગતા લાલ ફૂલમાંથી બનાવવામાં આવેલી આ દવા ઇમ્યુનિટી બુસ્ટર તરીકે સાબિત થઇ છે. શરીરમાં બ્લડની માત્રા વધારે છે. સાથે જ ફરીદાબાદની બાયોટેક્નોલોજી લેબમાં આ દવા પર કરવામાં આવેલા પરીક્ષણમાં 41 ટકા જેટલા સચોટ પરિણામ મળ્યા છે.
ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના પ્રોફેસર સંજય ચૌહાણ જણાવે છે કે, હેમપોઇન નામની દવા જે પાંડુરોગ માટે વપરાય છે એ દવા કોરોના મહામારીમાં કેટલી અસરકારક નીવડે છે તેના પર સંશોધન ગતવર્ષે કરવામાં આવ્યું હતું. જેમાં ફાર્મસીની ભાષામાં કહેવાય છે કે, કોમ્પિટિશનલ ડ્રગ ડિસ્કવરીના માધ્યમથી કોરોના વાયરસના સ્પાઈટ પ્રોટીન, ન્યુક્લિઓકેપ્સિટ પ્રોટીન અને પ્રોટીએજેનઝાઇન તેની ઉપર તેનું બાઇન્ડિગ જોવામાં આવ્યુ.
જેમાં 96 % બાઇન્ડિગ થાય છે તે જાણવા મળ્યું. જેના લીધે એ સંભાવના વધી જાય છે કે, કોરોના વાયરસનું રેપ્લિકેશન અટકી શકે. પછી રિજીયોનલ ટેકનોલોજી ઓફ બાયોટેક્નોલોજી ફરીદાબાદમાં તેનું પરીક્ષણ કરવામાં આવ્યું. જેમાં જાણવા મળ્યું કે, માત્ર 24 કલાકમાં જ 41.7 % વાયરલ રેપ્લિકેશનને આ મેડીસીન અટકાવે છે.
સંશોધનના આધારે તેને ડોકટર્સ અને મેડિકલ પ્રોફેશનમાં પ્રમોટ કરવામાં આવ્યું અને 480 દર્દીઓમાં તેના ટ્રાયલ્સ મળ્યા. જેમાં કોરોનાને લીધે પ્લેટલેટ્સ કાઉન્ટ ઘટવા, RBC ઘટવું, હિમોગ્લોબીન ઘટવા સાથે CRP અને LDH આ બે વધી જાય છે. તો આની ટ્રીટૈમેન્ટમાં જાણવા મળ્યું કે, સ્પોર્ટીવ ટ્રીટમેન્ટમાં હિમોગ્લોબીન વધે છે, RBC, WBC અને પ્લેટલેટ્સ કાઉન્ટ વધે છે અને સાથે CRP અને LDH નું લેવલ પણ ઘટે છે એટલે ક્યાંકને ક્યાંક કોરોનાના દર્દીઓને અસરકારક નીવડ્યું.
જેના કારણે અશક્તિ રહેતી હતી તે અશક્તિ દૂર થાય છે. એટલે સ્પોર્ટીવ અને પ્રિવેંટીવ ટ્રીટમેન્ટમાં આની અસર જોવા મળી છે. હાલ પાંડુરોગમાં તો આ દવાનું અસરકારક પરિણામ મળે છે સાથે કોરોના અને પોસ્ટ કોવિડમાં પણ ખૂબ સારું પરિણામ જોવા મળ્યું છે. પોસ્ટ કોવિડ RBC અને હિમોગ્લોબીન ઘટી ગયા હોય છે જેના કારણે અશક્તિ રહેતી હોય છે. તો આ દવા અશક્તિ દૂર કરવામાં કારગર નીવડી છે. આ દવા સૌરાષ્ટ્ર સહિત રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા ફાફડા થોરના ઉગતા લાલ ફૂલમાંથી દવા બનાવી છે. છેલ્લા 12 વર્ષના સંશોધનના આધારે આ દવા તૈયાર કરવામાં આવી છે.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર