અમદાવાદમાં Covid19નું સંક્રમણ ઘટાડવા માટે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધનો નિર્ણય ઘણો મહત્ત્વનો

News18 Gujarati
Updated: October 30, 2020, 8:12 AM IST
અમદાવાદમાં Covid19નું સંક્રમણ ઘટાડવા માટે જાહેરમાં થૂંકવા પર પ્રતિબંધનો નિર્ણય ઘણો મહત્ત્વનો
ચાવાવની તમાકુની વસ્તુઓ જેમકે, ગુટખા, ખૈની, ઝરદા, પાન અને પાન મસાલાથી બનતી લાળને થૂંકવાથી કોવિડ 19 ફેલાવવાનો ભય વધારે હોય છે.

ચાવાવની તમાકુની વસ્તુઓ જેમકે, ગુટખા, ખૈની, ઝરદા, પાન અને પાન મસાલાથી બનતી લાળને થૂંકવાથી કોવિડ 19 ફેલાવવાનો ભય વધારે હોય છે.

  • Share this:
અમદાવાદમાં વર્ષ 2020ની શરૂઆતમાં એક નિર્ણય લીધો હતો કે પાન અને અન્ય તમાકુની વસ્તુઓ વેચતી દુકાનોને બંધ કરવામાં આવે. ધુમાડાવગરની તમાકુ વસ્તુઓના સેવન અને તેને જાહેરમામં થૂંકવાથી કોવિડ 19 વધવાનો ખતરો વધી શકે છે જેના કારણે આ નિર્ણય મહત્ત્વનો ગણવામાં આવ્યો હતો.

કોવિડ 19 મહામારી દરમિયાન પહેલા કરતા સ્મોકલેસ તમાકુની વસ્તુઓ જાહેર જનતાનાં સ્વાસ્થ્ય માટે ઘણી અસરકારક હતી. ચાવાવની તમાકુની વસ્તુઓ જેમકે, ગુટખા, ખૈની, ઝરદા, પાન અને પાન મસાલાથી બનતી લાળને થૂંકવાથી કોવિડ 19 ફેલાવવાનો ભય વધારે માનવામાં આવતો હતો. આ ઉપરાંત આવી વસ્તુઓનાં સેવન માટે હાથ અને મોંનો ઉપયોગ કરવો પડે છે જેનાથી પણ આ વાયરસ વધારે ફેલાવવાનો ભય હતો.

આ વસ્તુઓ વેચતી દુકાનો બંધ કરવા પાછળ બે હેતુઓ હતા એક તો કોવિડ 19નાં સંક્રમણને ઓછો કરવો અને જાહેર જનતાનાં સ્વાસ્થ્યને સુધારવાનો. અન્ય દેશોની જેમ ભારત પણ શહેરોમાં કોવિડ19નાં કેસો ચિંતાજનક રીતે વધી રહ્યાં હતા. મેં માં પાંચ શહેરો - મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નાઇ અને થાનેમાં આખા દેશનાં 50 ટકા કેસો નોંધાયા હતા.

PM મોદીના ગુજરાત પ્રવાસમાં છેલ્લી ઘડીએ ફેરફાર, આજે સવારે કેશુબાપાનાં પરિવારને મળવા જશે

વૈશ્વિક આતંકવાદીઓને પાકિસ્તાન શરણ આપે છે, સમગ્ર દુનિયા જાણે છે સત્ય - ભારત

15 માર્ચ 2020એ જ્યારે કોરોના વાયરસનો ગુજરાતમાં પહેલો કેસ નોંધાયો હતો ત્યારે ગુજરાત ચીફ સેક્રેટરી અનિલ મુકીમે, જાહેરમાં થૂંકવાનો પ્રતિબંધ ફરમાવવમાં આવ્યો હતો. ત્યારે જાહેરમાં થૂંકવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને 500 રૂપિયાનો દંડ લગાવ્યો હતો. જેના કારણે આ દંડ લગાવ્યાં પહેલા દિવસે 1244 માણસો પાસેથી દંડ વસૂલવામાં આવ્યો હતો. જે બાદ 23 માર્ચ પછી આ દંડને વધારીને 1000 રૂપિયા કરવામાં આવ્યો હતો. અને જે લોકો આ દંડ ન ભરતા તેમની સામે એફઆઈઆર (first information reports) પણ દાખલ કરવામાં આવતી હતી.WHOનાં ભારતનાં પ્રિતિનિધી, ડૉ. રોડેરિકો એચ. ઓફરીનનાં જણાવ્યાં પ્રમાણે, ભારતમાં 200 મિલિયન સ્મોકલેસ તમાકૂનું સેવન કરતા લોકો છે. આ મહામારીને કારણે ફરીથી ટૉબેકો કન્ટ્રોલ પોલીસીને વધારે કડક બનાવવાની એક તક છે.
Published by: Kaushal Pancholi
First published: October 30, 2020, 8:10 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading