અમદાવાદ: RT PCR નેગેટિવ આવ્યાં બાદ પણ  શરદી, કળતર કે ઓક્સિજન ઓછું રહે તો શું કરશો? જાણો HRCT શું છે

અમદાવાદ: RT PCR નેગેટિવ આવ્યાં બાદ પણ  શરદી, કળતર કે ઓક્સિજન ઓછું રહે તો શું કરશો? જાણો HRCT શું છે
પ્રતીકાત્મક તસવીર

આરટીપીસીઆર રિપોર્ટ પહેલા પણ જો HRCT રિપોર્ટ કરાવેલો હોય તો કોરોનાનુ સંક્રમણ છે કે નહી તે ઝડપથી ખબર પડી જાય છે.

  • Share this:
ગાંધીનગર - સુરત -અમદાવાદ જેવા શહેરોમાં કોરોના (Coronavirus) હવે કાબુ બહાર જતો રહ્યો છે . સંક્રમણ એટલી હદે ફેલાઈ રહ્યુ છે કે હોસ્પિટલોમાં વેન્ટિલેટરથી (ventilator) માંડીને ઓક્સિજન (oxygen) સહિતના બેડ ફૂલ થઈ ગયાં છે. ત્યારે ફરીવાર એક નવી જ ચિંતા ઉભી થઈ છે. જો RT - PCR રિપોર્ટમાં કોરોના નેગેટિવ (Corona nagative) આવ્યા બાદ પણ શરદી, કળતર કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું રહેતું હોય તો શુ સમજવું? આવા સંજોગોમાં ડોકટર પાસે નહી જઇને ઘરગથ્થુ ઉપચાર કરતા રહેવુ ભારે પડી શકેછે. આ પ્રકારના લક્ષણોમાં પણ તાત્કાલિક તબીબોની સલાહ લેવી જરૂરી બને છે.  RT - PCR ટેસ્ટમાં કોરોના નેગેટિવ આવ્યા બાદ HRCTમાં હાઇ સ્કોર રિપોર્ટના કિસ્સા વડોદરા અને અમદાવાદમાં સામે આવ્યા છે.

RT - PCRના ટેસ્ટિંગમાં જવલ્લે જ સર્જાતા આ પ્રકારના વિરોધાભાસ સંદર્ભે નિષ્ણાત તબીબોએ કહ્યું કે, સામાન્ય રીતે RT PCRનો રિપોર્ટ ૯૯ ટકા પરફેક્ટ હોય છે. એકાદ ટકા ફોલ્સ નેગેટિવ રહી શકે છે. પરંતુ , હાલમાં બે - ત્રણ ટકા રિપોર્ટમાં આ પ્રકારની ખામી જોવા મળી રહી છે. જેની પાછળ વ્યક્તિના ગળા , નાકમાંથી સેમ્પલ લેતી વખતની સ્થિતિ તેમજ ટેસ્ટિંગ ટયુબમાં દ્રવ્યનું મિશ્રણ જવાબદાર હોઈ શકે છે. HRCTમાં ર૫માંથી આઠનો સ્કોર હોય તો માઈલ્ડ, ૯થી ૧૫ના સ્કોરમાં મોડેરેટ અને ૧૫થી વધુ સ્કોર હોય તો દર્દીની સ્થિતિ ગંભીર કહેવાય છેે.અમદાવાદી પિતાએ બીમાર દીકરાને જાપાનની હૉસ્પિટલમાંથી પરત લાવવા PM મોદી-ગૃહમંત્રી શાહને લખ્યો પત્ર

સોલા ભાગવત પાસે રહેતા હિતેશ પટેલને ૧૪ એપ્રિલના રોજ શરદી - ખાંસી અને તાવ આવ્યો હતો. હિતેશના પરિવારજન ડૉ. નીલમ પટેલે જણાવ્યું હતું કે, હિતેશને બે દિવસ તાવ આવતા ઘરમાં બે દિવસમાં તાવ ન ઉતરતા સોલા સિવિલ હૉસ્પિટલમાં કોરોનાનો RTPCR ટેસ્ટ કરાવ્યો હતો.

સોલા સિવિલમાંથી કોરોનાનો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો.પણ તાવ ઉતરતો ન હતો અને ટેસ્ટ નેગેટિવ આવતા ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવવા આવ્યો હતો. ખાનગી લેબમાં કરાવેલો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બે અલગ અલગ રિપોર્ટ આવતાં પરિવાર ખુદ અચંબામાં પડી ગયો હતો.

મહેસાણા: નોકરી માટે જાપાન ગયેલા બે દીકરીઓના પિતા સાત મહિનાથી છે હૉસ્પિટલમાં, પરત લાવવા પરિવારની ગુહાર

વધુમાં તેમને જણાવ્યું હતું કે, સરકારી તંત્ર સાંભળવાં જ તૈયાર નથી. જો આ રીતે બે અલગ અલગ રિપોર્ટ હોય તો સંક્રમણ ફેલાઈ શકે છે. કારણ કે, નેગેટિવ માની લોકો તો બહાર ફરવા લાગે અને લોકો સાથે સંપર્કમાં આવે.  ત્યારે જરુરી બની જાય છે કે, રિપોર્ટ નેગેટીવ આવ્યા બાદ પણ જો કફ, શરદી, તાવ જેવા લક્ષણો હોય તો HRCTરિપોર્ટ અવશ્ય કરાવી લેવો જોઇએ.

આરટીપીસીઆર રિપોર્ટ પહેલા પણ જો HRCT રિપોર્ટ કરાવેલો હોય તો કોરોનાનુ સંક્રમણ છે કે નહી તે ઝડપથી ખબર પડી જાય છે. હાલમાં રાજ્યમાં RTPCR ટેસ્ટની વધતી જતી જરૂરિયાતને પહોંચી વળવા ર૬ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
માઇક્રોબાયોલોજી અને બાયોટેક્નોલોજી લેબોરેટરીની સુવિધાઓ ધરાવતી શૈક્ષણિક સંસ્થાનોમાં RTPCR ટેસ્ટ કરવામાં આવશે.મહત્વનું છે કે, દર્દીઓ સીધા આ સંસ્થામાં જઈ શકશે નહીં. આરોગ્ય તંત્ર જ તેમના સેમ્પલ કલેક્ટ કરીને મોકલશે. ત્યારબાદ રિપોર્ટ આપવામાં આવશે. મામલે આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ જણાવ્યું હતું કે, રાજ્યની ર૬ શૈક્ષણિક સંસ્થાનોમાં સોમવારથી જ RTPCR ટેસ્ટ શરૂ કરાશે. જેનાથી તમામ જિલ્લાઓમાં આરોગ્ય વહીવટી તંત્રને મોટી મદદ મળશે. જે તે જિલ્લાઓમાં આરોગ્ય તંત્ર RTPCR ટેસ્ટ માટે સેમ્પલ કલેક્ટ કરશે અને આ લેબોરેટરીઓને મોકલી આપશે .
Published by:Kaushal Pancholi
First published:April 20, 2021, 07:00 am

ટૉપ ન્યૂઝ