Home /News /madhya-gujarat /Ground Report: અમદાવાદમાં કોરોના દર્દીઓનાં સરકારી આંકડા અને ઓક્સિજનની માંગ વચ્ચે છે મોટો તફાવત

Ground Report: અમદાવાદમાં કોરોના દર્દીઓનાં સરકારી આંકડા અને ઓક્સિજનની માંગ વચ્ચે છે મોટો તફાવત

બોટલિગ પ્લાન્ટ 2 અઠવડિયામાં બની શકે તેમ છે પરંતુ ગુજરાત પાસે પ્લાન્ટ જ નથી.

બોટલિગ પ્લાન્ટ 2 અઠવડિયામાં બની શકે તેમ છે પરંતુ ગુજરાત પાસે પ્લાન્ટ જ નથી.

અમદાવાદની હોસ્પિટલમાં દર્દીઓની કથળતી સ્થિતિ વચ્ચે મહત્તમ ઓક્સિજન સિલિન્ડરનો વપરાશ વધી રહ્યો છે. ઓક્સિજનના વપરાશ અંગે સતત આવતી દર્દીઓની ફરિયાદ બાદ ન્યૂઝ18ગુજરાતીએ આ સ્થિતિની હકીકત શું તે જાણવોનો પ્રયત્ન કર્યો છે. તે માટે ક્યાંથી ઓક્સિજન આવે છે અને કોણ ડીલર છે, કેવી રીતે અમદાવાદની હોસ્પિટલમાં ઓક્સિજન સિલિન્ડર પહોંચાડે છે અને સૌથી મોટો સવાલ શા માટે હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડ્યા છે. તો આ અંગેનો એક સ્પેશિઅલ રિપોર્ટ અહીં પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે.

શહેરની એલ. જી. હોસ્પિટલ, નગરી હોસ્પિટલ, એસવીપી હોસ્પિટલ, શારદાબેન હોસ્પિટલ, તપન હોસ્પિટલ અને એશિયા બેરિયાટ્રિક હોસ્પિટલ - આ તમામ હોસ્પિટલમાં ઓક્સિજનનો જથ્થો પહોંચાડનાર ડીલર સાથે અમે વિગતો મેળવીને હકીકત સામે લાવવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે જણાવેલી હકીકત ખરેખર ચોંકાવનારી છે.

ગુજરાતનાં ધોળકા, ભાવનગર, હજીરા, દહેજ આ ચાર જગ્યાએ લીકવીડ ઓક્સિજન ઉત્પાદનના પ્લાન્ટ છે. જ્યાંથી ઓક્સિજન ગુજરાતના અલગ અલગ જગ્યાએ આવેલાં બોટલિંગ પ્લાન્ટ પર પહોંચે છે. ચોંકાવનારી વાત છે કે, અમદાવાદમાં માત્ર 10 અને આખાય ગુજરાતમાં માત્ર 50 જેટલાં બોટલિંગ પ્લાન્ટ છે. એક દિવસમાં કુલ 50 હજાર ઓક્સિજન સિલિન્ડરની માંગ વચ્ચે માત્ર 25000 જ ઓક્સિજન સપ્લાય થઈ શકે છે. આ અંગે ઓક્સિજન ડીલર મધુકર અવસ્થીયાના કહેવા પ્રમાણે, લોકોને ઓક્સિજન નથી મળતો જેની પાછળ આખીય ચેનલમાં સર્જાતી ખામી છે. બોટલિગ પ્લાન્ટ 2 અઠવડિયામાં બની શકે તેમ છે પરંતુ ગુજરાત પાસે પ્લાન્ટ જ નથી.

મોટી આફત ટળી! સુરતમાં કોવિડ હૉસ્પિટલના ICUમાં આગ લાગતા 10 દર્દીઓનું રેસ્ક્યૂ કરીને અન્ય હૉસ્પિટલમાં ખસેડાયા

રોજ 80થી 100 ટન ઓક્સિજન વપરાય છે. ખૂબ જ ચોંકાવનારી વાત એ છે કે, અમદાવાદની હોસ્પિટલમાં ઓક્સિજનનો સતત વપરાશ થઈ રહ્યો છે. એક સમય એવો હતો કે, અમદાવાદની હોસ્પિટલમાં માત્ર 40 ટન ટન વપરાતો હતો જેને બધા અત્યારે 200 ટન જેટલો રોજનો ઓક્સિજન વપરાય છે. કોરોનાવાયરસના દર્દી દર મિનિટે 80થી 100 લિટર જેટલો ઓક્સિજનનો વપરાશ કરે છે.ઓક્સિજનના ડીલર બધું કરવા અંગે જણાવ્યું કે, હાલ કોરોનાવાયરસના કેસ સૌથી વધારે છે અને હોસ્પિટલમાં ઓક્સિજનની જરૂરિયાત છે. અમદાવાદની આ પરિસ્થિતિ જાણ્યા અમે પણ દંગ રહી ગયા હતા. કારણકે ઓક્સિજનના ડીલરની વાત એ હતી કે, અમદાવાદમાં કોરોનાવાયરસના કેસ સૌથી વધારે છે. જ્યારે બીજી તરફ ગુજરાત સરકાર તરફથી આવતા કોરોનાવાયરસના આંકડાઓ કંઈક અલગ કર્યા છે. જો ગુજરાત સરકાર સાચી હોય તો સવાલ એ થાય છે કે, રોજનો 80 ટનનો ઉપયોગ કરે છે કોણ?

કપરી પરિસ્થિતિમાં ઓક્સીજન પ્રદાન કરવા માટે અંબાણી, ટાટા, ઝીંદાલ સહિતના ઉદ્યોગપતિઓની CAITએ પ્રસંશા કરી

આ સવાલ  સાથે અમે ડીલરની મુલાકાત લીધા બાદ પહોંચ્યા અમદાવાદના ચાંગોદરમાં ઓક્સિજન ઉત્પાદન કરતા બોટલિંગ પ્લાન્ટ પાસે. અમદાવાદમાં  વટવા ઓઢવ, ચાંગોદર સાતેજ અને નરોડા ઓક્સિજન ઉત્પાદક લાઇસન્સ ધારકો ઓક્સિજનના ઉત્પાદકો છે. આ લાઇસન્સ ધારકમાંનું વિધાતા એર પ્રોડક્ટ  ભાવનગરના હજીરાથી જે લિક્વિડ આવે છે તેને રૂપાંતરિત કરીને તેવો ઓક્સિજન બનાવે છે. તેઓ પણ રોજનો 800 ટનનો જથ્થો હોસ્પિટલને પહોંચાડે છે. આ અંગે ઓક્સિજન ઉત્પાદક કીર્તિ પટેલનું કહેવું છે કે, તેઓ ભાવનગરથી લિકવિડ મંગાવે છે પરંતુ પરિસ્થિતિ એવી છે કે ઓક્સિજન પૂરો પાડવા માટે તેમની પાસે જથ્થો એટલો આવતો નથી.
" isDesktop="true" id="1091229" >અમદાવાદમા 200 ટન ઓક્સિજનનો વપરાશ

ડીલર અને ઓક્સિજન ઉત્પાદકની વાત પરથી એ વાત તો સ્પષ્ટ થાય છે કે, અમદાવાદમાં ક્રિટીકલ દર્દીઓની સંખ્યા હાલ વધારે છે.  જ્યારે રોજનો ૨૦૦ ટન ઓક્સિજનનો વપરાશ અમદાવાદની તમામ covid હોસ્પિટલમાં થાય છે. આ હોસ્પિટલમાં મુખ્યત્વે પશ્ચિમ વિસ્તારની હોસ્પિટલ વધારે છે. આવી પરિસ્થિતિમાં એ સમજવું અઘરું નથી કે, અમદાવાદમાં કોરોનાના દર્દી ગંભીર સ્થિતિમાં પણ છે અને વેન્ટિલેટર પર. હકીકત તો એ પણ છે કે, જે અમદાવાદીઓ ગયા વર્ષે એપ્રિલ અને મે મહિનામાં શાકભાજીને અડવાથી પણ બચતા હતા તેઓ હવે બિન્દાસ બન્યા છે. આવી પરિસ્થિતિમાં સરકારની પણ ફરજ છે કે સાચા આંકડા આપીને અમદાવાદીઓની આંખ ખોલે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Corona patient, Coronavirus, COVID-19, Oxygen, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन