અમદાવાદમાં ઓક્સિજનની અછત વચ્ચે થોડી રાહત! ઔધોગિક સિલિન્ડરોને મેડિકલ યુઝ માટે ડાયવર્ટ કરાયા

અમદાવાદમાં ઓક્સિજનની અછત વચ્ચે થોડી રાહત! ઔધોગિક સિલિન્ડરોને મેડિકલ યુઝ માટે ડાયવર્ટ કરાયા
પ્રતીકાત્મક તસવીર

આ રીતે પ્રાઇવેટ હૉસ્પિટલને ઓક્સિેજન પુરો પાડતા વેન્ડર્સને આશરે ૧૦૦૦ જેટલા ઓક્સિેજનના સિલીન્ડરો મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરેલ છે.

  • Share this:
છેલ્લા દસ દિવસથી કોવિડ -૧૯ (covid19) વાયરસનું બીજા તબક્કાના  કોરોનાના સંક્રમણથી શહેરમાં (Ahmedabad) ઘણા બધા નાગરિકો સંક્રમિત બન્યા છે. આ બીજા તબક્કાના સંક્રમણમાં ઓક્સિજનની (oxygen) વધારે જરૂરિયાત પડતી હોય તેવા દર્દીઓ પણ પહેલા કરતા ધણો વધારો થયેલ છે. જેના કારણે મેડિકલ ઓક્સિજન જરૂરિયાતમાં ખુબ મોટા ઉછાળો આવવાનો કારણે શહેરમાં મેડિકલ ઓક્સિજન તંગી સર્જાઇ છે.

અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને ફુડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ ઓથોરિટી સાથે સંયુક્ત પ્રયાસ હાથ ધરી દરેક પ્રાઇવેટ હોસ્પિટલને પુરતા પ્રમાણમાં મેડિકલ ઓક્સિઝનનો પુરવઠો મળી રહે તે માટે સઘન પ્રયાસો હાથ ધરેલ છે. મેડિકલ ઓક્સિજનના પુરવઠાની અછત ન સર્જાય તે માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી ઔધોગિક હેતુ માટે વપરાતા ઓક્સિેજનને પણ હાલ પુરતા કામ ચલાઉ ધોરણે પ્રતિબંધિત કરી તેને મેડિકલ ઓક્સિજનમાં વાપરી શકાય તે પ્રમાણોની વ્યવસ્થા કરેલી છે.રાજય સરકારનો નિર્ણય: મા કાર્ડ-આયુષ્માન કાર્ડ ધરાવતા દર્દીઓ ખાનગી હૉસ્પિટલમાં પણ કોરોનાની સારવાર લઈ શકશે

આ પ્રયાસના ભાગરૂપે ૧૫૦૦ જેટલા ઔધિગીક સિલીન્ડરોને શહેરની હાલની જરૂરિયાતને ધ્યાને લઇ મેડિકલ યુઝ માટે ડાઇવર્ટ કરવામાં આવેલ છે. આ રીતે પ્રાઇવેટ હૉસ્પિટલને ઓક્સિેજન પુરો પાડતા વેન્ડર્સને આશરે ૧૦૦૦ જેટલા ઓક્સિેજનના સિલીન્ડરો મળી રહે તે માટે પ્રયાસ હાથ ધરેલ છે. જેના કારણે વધારે ઓક્સિજનની ડિમાન્ડવાળા આશરે ૮૦૦ જેટલા પેશન્ટને ઓક્સિજન પુરો પાડી શકાય છે. આ ઉપરાંત જરૂરિયાતવાળી જે તે પ્રાઇવેટ હોસ્પિટલ સાથે સંકલન કરી બીજા ૫૫૦ જેટલા સિલીન્ડર પુરા પાડવાની કામગીરી પણ હાલ પ્રગતિમાં છે. જેનાથી બીજા ૪૦૦ જેટલા વધારે ઓક્સિજનની ડિમાન્ડવાળા પેશન્ટનો સમાવેશ કરી શકાશે.

અમદાવાદમાં Corona રિયાલિટી ભયાવહ: મિનિટોમાં આવતી 108 હવે 5-6 કલાકે મળશે! રોજ 25000 Callમેડિકલ ઓક્સિજન સિલિન્ડરના સપ્લાયર્સ અને રીફીલર્સ સાથે પ્રાઇવેટ હૉસ્પિટલનું સંકલન અસરકાર રીતે કરવા માટે એએમસી અને જીપીસીબીના સહયોગથી સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન બિલ્ડીગ ખાતે કંટ્રોલ રૂમ શરૂ કરેલ છે. આ ઉપરાંત જરૂરિયાતવાળી હોસ્પિટલવે દૈનિક ૫૦ જેટલા ઓક્સિજન સિલિન્ડર રીફીલ કરી આપવા માટે હાલમાં એએમસી દ્વારા ભાડાના વાહનની વ્યવસ્થા પણ કરી આપવામાં આવેલ છે.
Published by:Kaushal Pancholi
First published:April 19, 2021, 07:36 am

ટૉપ ન્યૂઝ