અમદાવાદના સ્મશાનમાં અંતિમવિધિમાં આગળ નંબર આવે તે માટે માંગ્યા 1500 રૂપિયા, Video Viral

અમદાવાદના સ્મશાનમાં અંતિમવિધિમાં આગળ નંબર આવે તે માટે માંગ્યા 1500 રૂપિયા, Video Viral
વીડિયોમાંથી લીધેલી તસવીર

 • Share this:
  અમદાવાદમાં (Ahmedabad) કોરોનાકાળમાં (coronavirus) સ્મશાનમાં પણ લાઇનો લાગી હોય તેવા અનેક વાયરલ વીડિયો (viral video) આપણે જોય છે. ત્યારે અમદાવાદના સ્મશાનમાં હવે મોતનો મલાજો પણ ન જળવાતો હોય તેવો પણ વીડિયો સામે આવ્યો છે. ચર્ચા એવી છે કે, વાયરલ વીડિયો બાપુનગરનાં ચામુડાં સ્મશાનગૃહનો છે. જેમાં અંતિમવિધિની (last ritual) લાઇનમાંથી આગળ આવવા માટે 1500 રૂપિયા માંગવામાં આવતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં મૃતકનાં સંબંધીઓએ જણાવે છે કે, સ્માશાનમાં કોઇ મૃતદેહ નથી ત્યારે મહિલાઓએ વેઈંટિંગમાં આગળ જવા માટે પણ રૂપિયાની માંગનો વીડિયો વાયરલ થતાની સાથે ચકચાર મચી ગઇ છે. જોકે, ન્યૂઝ18ગુજરાતી આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

  'કોણ પગાર આપે છે ભાઇ, કોઇ કોર્પોરેશન નથી આપતું'  આ વીડિયોમાં દેખાય છે તે પ્રમાણે, મૃતકનાં સંબંધીઓ સ્મશાનમાં આવીને મહિલાઓ સાથે વાત કરી રહ્યાં છે. જેમાં તેઓ બોલતા જણાય છે કે, તમે કહ્યું કે, બોડી લાઇનમાંથી બહાર લાવવાના 1500 રૂપિયા પણ અહીં ક્યાં કોઇ વેઇટિંગ છે. સ્મશાનના નિયમ પ્રમાણે અમે આપી દીધા, 200 રૂપિયા પેલા ભાઇને આપી દીધા. તો સામેથી બેઠેલી મહિલાઓએ કહ્યું કે, તો અમે શું કરીશું, અમારી મહેનતનું નઇ લેવાનું. તો સંબંધીઓએ જણાવ્યું કે, તમે નોકરીએ છો, તમને પગાર આપે છે. તો અમારી પાસે કેમ માંગો છે. તેના જવાબમાં મહિલાઓએ કહ્યું કે, કોણ પગાર આપે છે ભાઇ, કોઇ કોર્પોરેશન નહીં, અહીં તો કોન્ટ્રાક્ટ ચાલે છે. તો કોન્ટ્રાક્ટવાળા કેટલા રૂપિયા આપીને ઊંધા વળે છે.

  રેમડેસિવીર જીવન રક્ષક દવા નથી: ICMR દ્વારા દવાના ઉપયોગને લઈ અપાઈ ચેતવણી

  શહેરોની ઝૂંપડપટ્ટીઓમાં પોશ વિસ્તાર કરતાં કોરોનાના કેસ કેમ હોય છે ઓછા?  હાલ રાજ્યમાં 76,500 એક્ટિવ કેસ

  નોંધનીય છે કે, રાજ્યભરની હૉસ્પિટલમાં બેડની અછતની સાથે ઓક્સિજન અને દવાઓ મેળવવામાં પણ મુશ્કેલી પડી રહી છે. દિવસેને દિવસે કોરોનાના કેસોમાં વધારો થઈ રહ્યો છે. રાજ્યમાં મંગળવારે જ 12206 કેસ અને 121નાં મોત નોંધાયાં હતાં, જેની ગંભીરતા જોવામાં આવે તો ગુજરાતમાં દર કલાકે પાંચ વ્યક્તિનાં મોત કોરોનાને કારણે થઈ રહ્યાં છે. રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા મંગળવારનાં આંકડા મુજબ, 12206 નવા કેસ નોંધાયા છે અને 121 માનવમૃત્યુ થયાં છે. રાજ્યની ખાનગી અને સરકારી હોસ્પિટલો કોરોનાના દર્દીઓથી હાઉસફુલ થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકથી 353 દર્દી વેન્ટિલેટર હોવાનું જાહેર કરવામાં આવી રહ્યું છે. હાલ રાજ્યમાં 76,500 એક્ટિવ કેસ છે.
  Published by:Kaushal Pancholi
  First published:April 21, 2021, 14:35 pm

  ટૉપ ન્યૂઝ