કોરોનાના વધતા સંક્રમણને નાથવા મહત્ત્વનો નિર્ણય, અમદાવાદના બાગ હવે ચાર કલાક જ રહેશે ખુલ્લા

કોરોનાના વધતા સંક્રમણને નાથવા મહત્ત્વનો નિર્ણય, અમદાવાદના બાગ હવે ચાર કલાક જ રહેશે ખુલ્લા
ફાઇલ તસવીર

અમદાવાદ શહેરના નાના-મોટા થઈને 250 જેટલા બાગ-બગીચાઓ પર અમદાવા દીઓની રોક લાગે એ માટે સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે.

  • Share this:
કોરોનાના કપરા કાળમાં અમદાવાદ શહેરમાં હવે બાગ બગીચા સવાર અને સાંજ માત્ર બે કલાક ખુલ્લા રહેશે. કોરોનાના કેસને લઈને સમીક્ષા માટે યોજાયેલી એક બેઠકમાં મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે રાતના 9થી 6 દરમિયાન નાઈટ કરફ્યુ તો છે પરંતુ તેની સાથે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં લોકો એકત્ર થાય તેવા સ્થળને ખાસ શોધવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ શહેરના નાના-મોટા થઈને 250 જેટલા બાગ-બગીચાઓ પર અમદાવા દીઓની રોક લાગે એ માટે સમય ટૂંકાવી દેવામાં આવ્યો છે.

રાત્રિ કરફ્યૂ પતે તેના સમયગાળા બાદ અમદાવાદ શહેરમાં સવારના 7થી 9 દરમિયાન બાગ બગીચા ખુલશે. એ સિવાય સાંજના 5થી 7 દરમિયાન બાગ-બગીચા ખુલશે. અમદાવાદ મહાનગરપાલિકાના બાગ બગીચા વિભાગ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, કરફ્યૂના સમયને સાંકળીને બાગ-બગીચા ખુલ્લાં રાખવાના સમય નક્કી કરવામાં આવ્યો છે.'અહેમદ પટેલે ધાર્યું હોત તો રાષ્ટ્રપતિ બની શકતા, તેઓ હંમેશા સત્તાથી વિમુખ રહ્યા' : શંકરસિંહ વાઘેલા

અહેમદ પટેલનું નિધન: તેમના વતન પીરામણ ગામમાં શોકનો માહોલ, દફનવિધિની તૈયારી શરૂ

શહેરમાં વધી રહેલું સંક્રમણ

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન  નક્કી કરવામાં આવે છે.  જેમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. જેમાં 163 જેટલી સોસાયટી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં શામેલ હતી જેમાં વધારો થઈને હાલ 203 જેટલી સોસાયટી અમદાવાદ શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સામેલ થઈ છે. અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તાર બાદ હવે બોડકદેવ અને ઓઢવ વિસ્તારમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. જેમાં હાલ બોડકદેવ વિસ્તારની બે સોસાયટીમાં 25થી વધારે કેસ જ્યારે ઓઢવની છ સોસાયટીમાં 40થી વધારે કેસ સામે આવ્યા છે.
Published by:Kaushal Pancholi
First published:November 25, 2020, 12:26 pm

टॉप स्टोरीज