અમદાવાદ (Ahmedabad) શહેરમાં કોરોના કેસમાં (Corona cases) દિન પ્રતિદિન વધી રહ્યા છે. છેલ્લા બે દિવસથી અમદાવાદ શહેરમાં કોરોના કેસનો આંકડો ૨૫૦૦ પાર થઇ ગયો છે. ત્યારે અમદાવાદ શહેરના અઝગરી ભરડો લેતો કોરોના (coronavirus) પગલે અમદાવાદ મહાનગરપાલિકાએ જાહેર કરેલ કોવિડ ડેઝિગ્નેટેડ કોવિડ હોસ્પટિલમાં બેડ હાઉસ ફુલ થયા છે . અમદાવાદ શહેરમાં એએમસી દ્વારા ૧૫૮ ખાનગી હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરેલ છે . જેમા ૫૪૨૬ બેડની વ્યવસ્થા ઉભી કરાઇ છે . પરંતુ આજે આહનાની (અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસોસિએશન-ahmedabad hospital and nursing home association) વેબ સાઇટ પર થયેલા અપડેટ આંકડા મુજબ માત્ર ૩ આઇસીયુ વિથ વેન્ટિલટર અને ૧૧ આઇસીયુ ખાલી છે .
5426 બેડમાંથી હાલમા 5204 બેડ પર કોરોના દર્દીઓ સારવાર હેઠળ છ, જેમા 220 બેડ હાલ ખાલી છે . ખાનગી કોવિડ હૉસ્પિટલમાં ICU વિથ વેન્ટીલેટરના 393માંથી માત્ર 3 આઇસીયુ વિથ વેન્ટિલર ખાલી છે . ખાનગી કોવિડ હૉસ્પિટલમાં આઈસોલેશનના 1900 બેડ ફાળવાયા હતા. જેમાંથી માત્ર 49 આઈસોલેશનના બેડ ખાલી છે. 2035 HDUના બેડ ફાળવાયા, માત્ર 49 HDU બેડ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખાલી છે. ખાનગી કોવિડ હૉસ્પિટલમાં 878 ICU વિથઆઉટ વેન્ટીલેટરના બેડ ફાળવાયા છે જેમા માત્ર 11 બેડ ખાલી છે . આહનાએ જાહેર કરાયેલ આ આંકડા અમદાવાદીઓએ ચિંતામાં વધારો કરી રહ્યા છે .
અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ્સ એસો. વેબ સાઇટ પર અપટેડ થયેલા આંકડા મુજબ, શહેરમાં એએમસી જાહેર કરાયેલા કોવિડ કેર સેન્ટરમાં ૨૦૬ દર્દીઓ સારવાર પર છે . જેની સામે ૬૪૮ બેડ કોવિડ કેર સેન્ટરમાં ખાલી છે . તે જ રીતે ડેડિકેટેડ કોવિડ હેલ્થ સેન્ટરમાં એકપણ આઇસીયુ વિથ વેન્ટિલેટર ખાલી નથી. કોવિડ હેલ્થ કેર સેન્ટરમાં ૯૬૪ દર્દીઓ સારવાર હેઠળ છે. જ્યારે હજુ ૨૫૯ બેડ ખાલી છે .
કોરોના મહામારી વચ્ચે તબીબ જગતે પણ લોકોને સ્વૈચ્છિક લોકડાઉનની અપીલ કરી છે. આહના સેક્રેટરી અને તબીબ ડૉ. વિરેન શાહે જણાવ્યુ હતુ કે, છેલ્લાં એક વર્ષથી આપણે સહુ કોરોનાના રોગથી ત્રસ્ત છીએ. કોરોના રોગની સારવાર કરતા ડોકટર્સ, નર્સ, સફાઈ, સિકયોરીટી તથા અન્ય કર્મચારીઓ સતત અવિરત કામ કરી રહ્યા છે. આપણામાંથી ઘણાઓએ આપણા કોઈને કોઇ સ્વજન તથા મિત્રો ગુમાવ્યા છે. સારવાર દરમ્યાન આવા પ્રસંગે આ કર્મચારીઓને ઘણા અણસમજુ લોકોના રોષનો ભોગ બનવું પડ્યું છે. કેટલાક કિસ્સાઓમાં કર્મચારીઓએને ગંભીર શારીરિક ઇજાઓ પણ પહોંચાડી છે . અત્યારે આપણાં સૌની પરિસ્થિતીને કાબુમાં લાવવાની શુ જવાબદારી છે. આપણે સૌએ આગામી૧ ૫ દિવસનું સ્વૈચ્છિક લૉકડાઉન પાળવાની જરૂર છે. અગત્યના કામ વગર ઘરની બહાર ના નિકળીએ. જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે જરુર પડેતો જ ૩થી ૪ દિવસેજ ઘરમાંથી બાહર નીકળીએ.
" isDesktop="true" id="1088976" >
આ સાથે તેમમે જણાવ્યું કે, આગામી 6 મહિના માટે કોઈપણ પ્રકારના સમાજિક કે ધાર્મિક પ્રસંગો ન ઉજવીએ. આગામી 6 મહિના માટે ચૂંટણી સભાઓ કે રાજકીય રેલીઓમાં જવાનું સંપુર્ણ ટાળીએ.