અમદાવાદ: કોરોનાની બીજા લહેર (Corona second wave) બાદ હવે ત્રીજી લહેરથી બચવા માટે રસીકરણ મહા અભિયાન (Corona Vaccine) શરૂ કર્યું છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી લોકો વહેલી સવારથી રસીકરણ કેન્દ્ર પર તો જાય છે પરંતુ રસીનાં અભાવને કારણે લોકો કલાકો રાહ જુવે તો પણ રસી મૂકાવી શકતા ન હતા આ સાથે શહેરનાં (Ahmedabad) અનેક રસીકરણ કેન્દ્રો બંધ કરવામાં આવ્યા હતા. હજારો અમદાવાદીઓને રસી મુકાવવા માટેનાં ધરમધક્કા ખાવા પડતા હતા. તો આજે આ અંગે સારા સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદમાં ફરી તમામ રસીકરણ કેન્દ્રો પર રસી મળશે. એક અંદાજ પ્રમાણે, શહેરને આજે 35થી 37 હજાર જેટલી રસી મળી છે.
તમામ રસીકરણ કેન્દ્રો શરુ
આ અંગે ન્યૂઝ18ગુજરાતીએ સ્ટેન્ડિંગ કમિટિનાં ચેરમેન હિતેશ બારોટ સાથે ખાસ વાતચીત કરી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજે અમદાવાદ શહેરને 37હજારથી વધુ રસી મળવાની છે. જેના કારણે 400 જગ્યા પર રસીકરણની કામગીરી ચાલી રહી છે. અર્બન હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટિ સેન્ટર સાથે જે સોસાયટીઓની રસીની માંગ હતી ત્યાં તમામ જગ્યા પર આજે રસીકરણની કામગીરી ચાલુ કરવામાં આવી છે.
શહેરમાં સામાન્ય રીતે 400 સેન્ટર પર વેક્સિનની કામગીરી શરૂ કરાતી હોય છે, પરંતુ એક સપ્તાહથી શહેરમાં વેક્સિનનો જથ્થો 25 હજાર કે તેથી પણ ઓછો આપવામાં આવતો હતો.
જેના કારણે, શહેરના 140 જેટલા કેન્દ્રો પર જ વેક્સિનેશન ચાલુ રખાતું હતું, જેમાં તમામ અર્બન હેલ્થ સેન્ટર અને કેટલાક મહત્ત્વના હોલ સહિતના સેન્ટર પર વેક્સિન કામગીરી કરાતી હતી. જોકે સરકાર રસીનાં વધુ ડોઝ ફાળવવાની હોવાથી હવે તમામ 400 સેન્ટર પર શનિવારે મ્યુનિ. વેક્સિન આપવામાં આવી રહ્યાં છે.
નોંધનીય છે કે, અમદાવાદ મ્યુનિ.એ શુક્રવારે 25,675 નાગરિકોને વેક્સિન આપી હતી, જેમાં 18થી 44 વર્ષના 11874 નાગરિકોનો સમાવેશ થાય છે. 7 ટ્રાન્સજેન્ડર નાગરિકોએ પણ રસી મેળવી હતી. શહેરમાં અત્યાર સુધીમાં 14,305 સુપરસ્પ્રેડર્સે વેક્સિન લીધી છે. આ સાથે રાજ્યમાં શુક્રવારે કોરોના વાયરસના (Coronavirus)નવા 80 કેસ નોંધાયા હતા. જેની સામે 228 દર્દીઓ સાજા થયા છે. કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં સતત વધારો યથાવત્ છે.
" isDesktop="true" id="1110656" >
શુક્રવારે રાજ્યમાં કોવિડ-19ના કારણે 2 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,064 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.46 ટકા છે. અત્યાર સુધીમાં 2,62,11,578 ડોઝ કોરોના વેક્સીનના આપવામાં આવ્યા છે. આજે કુલ 2,48,796 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.