રાજ્યમાં દિવાળી (Diwali) પહેલાની ખરીદી અને રજાઓમાં લોકો કોરોનાની ગાઇડલાઇનને બાજુ પર મુકીને મનભરીને ઘરની બહાર નીકળ્યા છે. ત્યારે દિવાળી બાદ કરોના સંક્રમણનાં કેસોમાં ધરખમ વધારા થયા છે. જેમાં શનિવારે ગુજરાતમાં (Gujarat) કોરોના વાયરસના (Coronavirus)1515 નવા કેસ નોંધાયા છે. જેની સામે 1271 દર્દીઓ સાજા થયા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19 (Covid19)ના કારણે 9 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 3846 થયો છે. આ આંક ઘણો વધારે છે. આ કોરોના કેસનાં વધતા આંક સાથે દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજન (Oxygen) અને કોરોનાની સારવાર (corona treatment) માટેની દવાઓનો વપરાશ વધારે થયો છે. દિવાળી પછીનાં પાંચ દિવસોમાં ઓક્સિજનનો વપરાશ દૈનિક 30 મેટ્રિક ટન જેટલો વધી ગયો છે. જેના કારણે રાજ્ય સરકાર પણ એલર્ટ મોડ પર આવી ગયા છે.
ઓક્ટોબરમાં ઓક્સિજનનો વપરાશમાં ઘટાડો થયો હતો
મહત્વનું છે કે, ઓક્સિજનનો સૌથ વધુ વપરાશ સપ્ટેમ્બરમાં હતો. ત્યારે પ્રતિ દિવસ 240 મેટ્રિક ટન હતો. જે બાદ ઓક્ટોબરમાં કોરોના કેસની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો જેથી ઓક્સિજન અને કોરોનાની સારવારમાં વપરાતી દવાઓનો વપરાશ પણ ઓછો કરવામાં આવ્યો હતો. ત્યારે દિવાળી બાદ ફરીથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે જે ચિંતાજનક છે.
અમદાવાદ curfew: એક દિવસમાં 315 જાહેરનામાના ભંગના ગુના અને 343 આરોપીઓની થઇ અટકાયત
આ સાથે રાજ્યમાં કોરોના સંક્રમણની શરૂઆતથી અત્યારસુધીમાં રેમડેસીવીરના 6.41 લાખ ઇન્જેક્શનોનો વપરાશ થયો છે. મહત્વનું છે કે, એક દર્દીને રેમડેસીવીરના 6 ઇન્જેક્શન આપવામાં આવે છે.
જો તમારી પાસે છે Jio SIM તો બોલીને જ કરાવી શકો છો આટલા બધા કામ, સરળ છે રીત
પાટનગરમાં પણ સ્થિતિ વણસી
આ સાથે જો રાજ્યનાં પાટનગરની વાત કરીએ તો, ત્યાં પ્રથમ વખત એક જ દિવસમાં હાઇએસ્ટ 63 કેસ શનિવારે નોંધાયા છે. આ પહેલા 21મી, ઓક્ટોબરના રોજ હાઇએસ્ટ 54 કેસ નોંધાયા હતા. એ
ટલુ જ નહીં,
24 કલાક દરમિયાન સિવિલમાં સારવાર દરમિયાન કોરોના પોઝિટિવ 11 દર્દીઓએ દમ તોડયો છે.
દિવાળી પછી કોરોનાના વધતા જતા સંક્રમણને પગલે માત્ર આઠ દિવસમાં કોરોનાના પોઝિટિવ 353 કેસ નોંધાયા છે. ત્યારે પાટનગરની સાથે રાજ્યમાં કોરોનાના વધતા જતા કેસને જોતા તંત્ર એલર્ટ મોડ પર છે.
Published by:Kaushal Pancholi
First published:November 22, 2020, 08:50 am