અમદાવાદ: શિવાનંદ આશ્રમનાં અધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદનું નિધન, કોરોનાની ચાલી રહી હતી સારવાર

અમદાવાદ: શિવાનંદ આશ્રમનાં અધ્યક્ષ સ્વામી આધ્યાત્મનંદનું નિધન, કોરોનાની ચાલી રહી હતી સારવાર
શહેરની એસ.જી.વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે 12 કલાકે તેમનું નિધન થયું છે.

શહેરની એસ.જી.વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે 12 કલાકે તેમનું નિધન થયું છે.

 • Share this:
  દિપીકા ખુમાણ, અમદાવાદ: રાજ્યમાં કોરોનાનો કહેર કૂદકેને ભૂસકે વધી રહ્યો છે. ત્યારે વધુ એક દુખદ સમાચાર સામે આવી રહ્યાં છે. અમદાવાદનાં શિવાનંદ આશ્રમનાં પ્રમુખ અને ટ્રસ્ટી સ્વામી આધ્યાત્મનંદજીનું આજરોજ નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસથી તેઓ શહેરની એસ.જી. વી.પી. હૉસ્પિટલમાં કોરોના સામે જંગ લડી રહ્યાં હતાં. આજે શનિવારે બપોરે 11 કલાકે તેમનું નિધન થયું છે.

  આશ્રમના ટ્રસ્ટી અરુણભાઈ ઓઝાએ આપેલી માહિતી પ્રમાણે તેઓ 13મી એપ્રિલ, 2021થી એસજીવીપી હૉસ્પિટલમાં દાખલ થયા હતા. એ પહેલાં એક દિવસ શેલ્બીમાં હતા. તેમને 77મું વર્ષ ચાલતું હતું. ગુજરાત વિશેષ કરીને અમદાવાદમાં યોગનો પ્રસાર કરવામાં તેમનું મોટું પ્રદાન હતું. આમ તો સમગ્ર વિશ્વમાં તેઓ યોગ પ્રસાર અને અધ્યાત્મ માટે જતા. તેમના હાથ નીચે અને હૃદય સાથે સેંકડો યોગ શિક્ષકો તૈયાર થયા છે.  તેમણે વધુમાં જણાવ્યું, લોકડાઉનમાં વિખ્યાત તસવીરકાર હર્ષેન્દ્રુ ઓઝા સાથે મળીને તેમણે 100થી પણ વધુ દિવસો સુધી વિશેષ કાર્યક્રમો રજૂ કરીને લોકોમાં કોરોનાથી ઊભા થયેલા તણાવને હળવો કર્યો હતો. તેઓ ઉમદા લેખક અને ઉત્તમ વક્તા પણ હતા. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી સહિત અનેક ભાષા પર તેમનું પ્રભુત્વ હતું. તેઓ નીવડેલા કથાકાર પણ હતા.

  એક સંબોધનમાં કોરોનાવાયરસ અંગેના સંબોધનમાં સ્વામીજીએ કહ્યું હતું કે, દિવસની શરૂઆત‘ઓમકાર’નાજાપથી કરવી. આ ઓમકાર 1 મિનિટમાં ચાર વખત કરવા. પ્રત્યેક ઓમકારમાં 15 સેકંડ આપવી. ઓમકારથી પ્રાણવાયુની ઊર્જા મળે છે અને શરીરમાં રહેલી નકારાત્મક શક્તિ ઓછી થતી જાય છે.

  રાહતના સમાચાર: અમદાવાદના સિવિલ મેડિસિટી કેમ્પસમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં 15%નો થયો ઘટાડો  ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસના (Coronavirus)નવા 12,064 કેસ નોંધાયા છે. જેની સામે 13085 દર્દીઓ સાજા થયા છે. આમ સતત ત્રીજા દિવસે કોરોનાથી સાજા થનાર દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોવિડ-19ના કારણે 119 દર્દીના મોત થયા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 8154 થયો છે. રાજ્યમાં સાજા થવાનો દર 76.52 ટકા છે. અત્યાર સુધીમાં 1,02,24,841 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો (CoronaVaccine) પ્રથમ ડોઝ અને 29,89,975 વ્યક્તિઓને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આજે કુલ 1,84,659 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
  Published by:Kaushal Pancholi
  First published:May 08, 2021, 13:28 pm

  ટૉપ ન્યૂઝ