Home /News /madhya-gujarat /

કોરોનાથી એકના એક લાડકવાયા દીકરાનું નિધન, ગુજરાતી દંપતીએ દર્દીઓની સેવા કરવા 15 લાખની FD તોડાવી

કોરોનાથી એકના એક લાડકવાયા દીકરાનું નિધન, ગુજરાતી દંપતીએ દર્દીઓની સેવા કરવા 15 લાખની FD તોડાવી

અમદાવાદનાં દંપતી રસિક મહેતા અને કલ્પના મહેતાએ પોતાના દીકરા માટે રાખેલી 15 લાખની એફડીને તોડાવીને કોરોનાના દર્દીઓની સેવામાં આપવાનો નિર્ધાર કર્યો છે.

અમદાવાદનાં દંપતી રસિક મહેતા અને કલ્પના મહેતાએ પોતાના દીકરા માટે રાખેલી 15 લાખની એફડીને તોડાવીને કોરોનાના દર્દીઓની સેવામાં આપવાનો નિર્ધાર કર્યો છે.

    ગુજરાત સહિત ભારતમાં કોરોનાના (Coronavirus) રોજે રોજ રેકોર્ડ બ્રેક કેસ સામે આવી રહ્યાં છે. એકતરફ તંત્ર અને સરકાર કોરોનાના દર્દીઓની સારવાર માટે વ્યવસ્થા ગોઢવી રહ્યું છે. તો સાથે જ ગુજરાતમાં (Gujarat) એવા ઘણાં લોકો છે જે આ મહામારીમાં (corona pandemic) પોતાનું મહત્ત્વનું યોગદાન આપીને અન્યની મદદ કરે છે. આજે આપણે આવા જ એક ગુજરાતી દંપતીની (Gujarati couple) વાત કરીશું. આ દંપતીએ કોરોનાની પહેલી લહેરમાં પોતાનાં એકમાત્ર વ્હાલા દીકરાને ગુમાવ્યો છે. તો આ અમદાવાદનાં દંપતી રસિક મહેતા અને કલ્પના મહેતાએ પોતાના દીકરા માટે રાખેલી 15 લાખની એફડીને તોડાવીને કોરોનાના દર્દીઓની સેવામાં આપવાનો નિર્ધાર કર્યો છે.

    ગ્રાહકોને ઝટકો: હવે આ બેંકે બચત ખાતા પરનું વ્યાજ 2 ટકા ઘટાડ્યું, આજથી નવા દર લાગુ

    રસિક મેહતા અને કલ્પના મહેતાએ વર્ષ 2020માં પ્રથમ લહેર દરમિયાન કોરોનામાં તેમનો દીકરાને ગુમાવ્યો હતો. દંપતીએ પુત્રનાં ભવિષ્ય માટે 15 લાખની એફડી કરાવી હતી. જોકે, હવે પુત્ર તો રહ્યો નથી. તેથી દંપતી એફડીના 15 લાખ રૂપિયા કોરોના દર્દીઓની સારવાર માટે ખર્ચ કરી રહ્યા છે. એક અહેવાલ મુજબ તેઓ અત્યાર સુધી 200 આઇસોલેટ દર્દીઓને કોરોના કિટ ઉપલબ્ધ કરાવી ચૂક્યા છે. આટલું જ નહીં પોતાના ખર્ચે 350થી વધુ લોકોને તેઓ કોરોનાની રસી પણ મૂકાવી છે.

    ગુરુ કરતા પાંચ ગણો વિશાળ ગ્રહ અન્ય તારાને ગળી રહ્યો હોય તેવો નજારો કેદ કરતું નાસાનું હબલ ટેલિસ્કોપ

    નોંધનીય છે કે, દેશમાં કોરોનાની બીજી લહેર ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહી છે. દેશમાં શનિવારે આજે એક જ દિવસમાં રેકોર્ડબ્રેક ચાર લાખથી વધારે કેસ નોંધાયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Health ministry) શનિવારે સવારે જાહેર કરેલા આંકડા પ્રમાણે દેશમાં 24 કલાકમાં કોરોના સંક્રમણના કુલ 4,01,993 નવા કેસ સામે આવ્યા છે.

    મહીસાગર: કોરોનાના દર્દીઓને શહેરોમાં મોકલાય છે અને સિવિલ હૉસ્પિટલમાં વેન્ટિલેટરો ધૂળ ખાઇ રહ્યાં છે



    આ દરમિયાન 3,523 લોકોનાં મોત (Death) થયા છે. આ સાથે જ દેશમાં કોરોના સંક્રમિત કુલ લોકોની સંખ્યા 1 કરોડ 91 લાખ 64 હજાર 969 થઈ છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Corona Warrior, COVID-19, Inspiration, અમદાવાદ, ગુજરાત

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन