Home /News /madhya-gujarat /અમદાવાદ: વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે છે આ ફાયદાનાં સમાચાર, ફટાફટ જાણી લો
અમદાવાદ: વિદેશ જતા વિદ્યાર્થીઓ માટે છે આ ફાયદાનાં સમાચાર, ફટાફટ જાણી લો
પ્રતીકાત્મક તસવીર
ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિડ-૧૯ વેકસીનેશનની ગાઈડલાઇન અનુસાર કોવિશિલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે ૮૪ દિવસનો સમયગાળો રાખવાનું નક્કી કરેલ છે.
અમદાવાદ : અભ્યાસ અર્થે વિદેશ જતાં વિધ્યાર્થીઓને કોવિડ-૧૯ વેકસીનનો બીજો ડોઝ આપવા કોરોના વાયરસ રોગ સામે રક્ષણ મેળવવા ભારત સરકાર દ્વારા કોવિડ રસીકરણ કાર્યક્રમ 16 જાન્યુઆરી 2021 થી શરૂ કરવામાં આવ્યો હતો .રસીકરણ અભિયાન અંતર્ગત અમદાવાદ શહેરમાં પ્રથમ તબક્કામાં હેલ્થવર્કર, ફ્રન્ટલાઈન વર્કર બીજા તબક્કામાં ૪૫ વર્ષ થી વધુ ઉંમર ધરાવતા નાગરિકોને તથા ત્રીજા તબક્કામાં ૧૮ વર્ષથી ૪૪ વર્ષ સુધીના નાગરિકોને રસી આપવાની કામગીરી હાલમાં કાર્યરત છે.
ભારત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ કોવિડ-૧૯ વેકસીનેશનની ગાઈડલાઇન અનુસાર કોવિશિલ્ડ રસીના પહેલા અને બીજા ડોઝ વચ્ચે ૮૪ દિવસનો સમયગાળો રાખવાનું નક્કી કરેલ છે. જે ગાઈડલાઇનના અનુસંધાને અભ્યાસ અર્થે વિદેશમાં જતાં જે વિધ્યાર્થીઓએ અગાઉ રસીનો પ્રથમ ડોઝ લીધો છે તેમજ હાલમાં ૮૪ દિવસ પૂરા નથી થયા તેવા વિધ્યાર્થીઓને વિદેશ પ્રવાસમાં કોઈ અડચણ કે મુશ્કેલી ઊભી ન થાય એ સારું આવા વિધ્યાર્થીઓને ૨૮ દિવસ બાદ બીજા ડોઝ આપવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.
જે વિધ્યાર્થીઓને કોવિડ-૧૯ વેકસીનનો પ્રથમ ડોઝ લીધા બાદ ૨૮ દિવસ પૂર્ણ થઈ ગયા છે અને વિદેશમાં અભ્યાસ અર્થે જવાના છે તેવા વિધ્યાર્થીઓએ બીજો ડોઝ લેવા માટે જે-તે ઝોનના ડેપ્યુટી હેલ્થ ઑફિસરશ્રીને સબમિટ કરવાના રહેશે, સબંધિત ઝોનના ડેપ્યુટી હેલ્થ ઑફિસરશ્રીના નામ અને કચેરીના સરનામા દર્શાવતું પત્રક આ સાથે સામેલ છે. તદઉપરાંત જે કોઈ વિધ્યાર્થીને ઓનલાઈન ઇ-મેલથી ડોક્યુમેન્ટ મોકલવા. હોય તો seconddoseinamc@gmail.com ઉપર ઇ-મેલ પણ કરી શકશે.
(૧) વિદેશી યુનિવર્સિટીમાં લીધેલા એડમીશનનો પત્ર (ર) જે દેશમાં અભ્યાસ માટે જવાનું હોય ત્યાંના માન્ય વિઝા (૩) કોવિશિલ્ડ વેકસીનેશનના પ્રથમ ડોઝનું સર્ટિફિકેટ
" isDesktop="true" id="1103785" >
(૪) ઓળખકાર્ડ (પાસપોર્ટ) આમ તમામ ડોક્યુમેન્ટસની ચકાસણી કર્યા બાદ જે-તે ઝોનલ ઓફિસ દ્વારા જે-તે વિધ્યાર્થીઓનો સંપર્ક કરી વેકસીનેશન માટે નિયત કરેલ સ્થળ ખાતે બોલાવવામાં આવશે. વિધ્યાર્થીઓના સાઇટ રજિસ્ટ્રેશન કરી વેકસીન આપવાની કામગીરી કરવામાં આવશે. જે જાહેર જનતાને જાણમાં લેવા વિનંતી.