સારા સમાચાર:  હવે GTUની બાયો સેફટી લેબને પણ RTPCR ટેસ્ટની ICMRની મળી મંજૂરી 

સારા સમાચાર:  હવે GTUની બાયો સેફટી લેબને પણ RTPCR ટેસ્ટની ICMRની મળી મંજૂરી 
કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડનું ચોક્કસ નિદાન તે હેતુસર યોગ્યતા ધરાવતી લેબોરેટરીઝને ટેસ્ટીંગની માન્યતા આપવામાં આવી રહી છે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડનું ચોક્કસ નિદાન તે હેતુસર યોગ્યતા ધરાવતી લેબોરેટરીઝને ટેસ્ટીંગની માન્યતા આપવામાં આવી રહી છે.

  • Share this:
અમદાવાદ: કોરોના મહામારી (corona Pandemic) વચ્ચે વધુ એક સારા સમાચાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટીમાંથી (Gujarat Technological University) સામે આવ્યા છે.  હવે, GTUની બાયો સેફટી લેબમાં પણ RTPCR ટેસ્ટ થઈ શકશે. ICMR દ્વારા આ ટેસ્ટ માટેની મંજૂરી આપી દેવામાં આવી છે. માત્ર કોરોના માટેના ટેસ્ટ જ નહીં આ બાયો સેફટી લેબમાં આગામી સમયમાં હિપેટાઈટીસ-બી, હિપેટાઈટીસ-સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર,  એચઆઈવીનું પણ પરીક્ષણ કરી શકાશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કોવિડનું ચોક્કસ નિદાન તે હેતુસર યોગ્યતા ધરાવતી લેબોરેટરીઝને ટેસ્ટીંગની માન્યતા આપવામાં આવી રહી છે. તેવામાં હાલમાં  ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ)ની બોયો સેફ્ટી લેબોરેટરીઝને કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RTPCR) ટેસ્ટની મંજૂરી આપવામાં આવી છે.આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો.ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, પેન્ડામિક સમયમાં પણ જીટીયુ દ્વારા અનેક પ્રકારના સમાજ ઉપયોગી કાર્યો કરવામાં આવેલા છે.  ICMR દ્વારા કોવિડ-19ના ટેસ્ટ માટેની મંજૂરી મળવાથી સરકારના માન્યદરે ટેસ્ટીંગ કરી આપવામાં આવશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન . ખેરે માન્યતા મળતાં જણાવ્યું હતું કે , જીટીયુ આ મહામારીમાં સરકારને દરેક પ્રકારે મદદરૂપ થવા માટે સતત કાર્યરત રહશે.

Photos: ભાવનગરમાં શિક્ષકોનો મતદાન જાગૃતિ માટેનો અનોખો પ્રયાસ, ચાર કલાકની મહેનતે બનાવ્યું EVM સેન્ડ આર્ટ

આ સંદર્ભે વધુમાં જીટીયુ અટલ ઈન્ક્યૂબેશન સેન્ટર(AIC)ના સીઈઓ ડૉ. વૈભવ ભટ્ટે જણાવ્યું હતું કે, ગત જાન્યુઆરી માસમાં જીટીયુ તરફથી કોવિડ-19ના નિદાન માટે કરવામાં આવતાં રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન (RPTCR) ટેસ્ટની મંજૂરી માટે ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR)માં અરજી કરવામાં આવી હતી.  ICMRના તમામ પ્રકારના ધરાધોરણઓ જેવા કે, બાયો સેફ્ટી લેબોરેટરીઝ ક્લાસ-2 પ્રકારની હોવી જોઈએ, દરેક પ્રકારના રીસર્ચ માટે બાયો સેફ્ટી કેબિનેટ ઈક્વિપમેન્ટ હોવા પણ જરૂરી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી બોયો મેડિકલ વેસ્ટનું સર્ટીફિકેટ પણ મેળવેલું હોવું જરૂરી છે.

અમદાવાદ: રિવરફ્રન્ટ પર યુવકે મારી મોતની છલાંગ, પોલીસકર્મીને તરતા ન આવડતું હોવા છતાં પણ એક ટ્રિકથી બચાવ્યો જીવ

આ ઉપરાંત રીયલ ટાઈમ પોલિમરેઝ ચેઈન રિએક્શન મશીન , બોયો સેફ્ટી કેબિનેટ મશીન , કુલિંગ સેન્ટ્રીફ્યૂઝ , માઈનસ 80 અને 20 ડિગ્રી તાપમાન ધરાવતાં ડિપ ફ્રિજર જેવા અદ્યતન સાધનોથી લેબોરેટરીઝ સુસજ્જ હોવી જરૂરી છે. આ તમામ પ્રકારના ધરાધોરણને ધ્યાનમાં રાખીને તથા તેની ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી કરીને જીટીયુ દ્વારા  ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ દિલ્હી ખાતે અરજી કરવામાં આવી હતી.

તમામ પ્રકારના નિયમોનુસાર જીટીયુ લેબ કાર્યરત હોવાથી ટેસ્ટીગ સંબધીત કાર્ય માટે આઈસીએમઆર દ્વારા પહેલાથી જ ટેસ્ટ કરેલાં 6 સેમ્પલ જીટીયુની લેબમાં ટેસ્ટ કરવા માટે મોકલવામાં આવ્યા હતાં. જેના પરીણામ સ્વરૂપ જીટીયુની બાયો સેફ્ટી લેબ અને આઈસીએમઆર દ્વારા કરવામાં આવેલ તમામ 6 સેમ્પલનું પરીણામ સમાન આવ્યું હતું. આ અનુસંધાને આઈસીએમઆર દ્વારા જીટીયુની બાયો સેફ્ટી લેબને RPTCR ટેસ્ટ કરવાની મંજૂરી આપવામાં આવી.  વધુમાં જણાવતાં તેઓએ કહ્યું હતું કે, આગામી સમયમાં હિપેટાઈટીસ – બી , હિપેટાઈટીસ –સી , ડેન્ગ્યુ , સ્વાઈન ફ્લૂ અને કેન્સર તથા એચઆઈવી જેવા ભયંકર રોગનું પણ પરીક્ષણ કરી શકાશે.
Published by:Kaushal Pancholi
First published:February 14, 2021, 12:46 pm