કોરોના કારણે છેલ્લા 7 મહિનાથી સંકલનની મિટિંગ ન મળતા પ્રજાના પ્રશ્નો અટવાયા : ખેડાવાલા


Updated: October 21, 2020, 1:15 PM IST
કોરોના કારણે છેલ્લા 7 મહિનાથી સંકલનની મિટિંગ ન મળતા પ્રજાના પ્રશ્નો અટવાયા : ખેડાવાલા
ઇમરાન ખેડાવાલાની ફાઇલ તસવીર

છેલ્લા 7 મહિનાથી સંકલનની મિટિંગ મળી નથી.જેના કારણે પ્રજાના પ્રશ્નનોની ચર્ચા જ થતી નથી.

  • Share this:
અમદાવાદ જિલ્લામાં પ્રજાના પ્રશ્નના નિરાકરણ લાવવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિ અને વહીવટી અધિકારીઓ સાથે દર મહિને એક દિવસ સંકલનની મિટીંગ મળતી હતી.જેમાં ધારાસભ્યો પોતાના વિસ્તારના પ્રશ્નો રજૂ કરતા હતા.પરંતુ છેલ્લા 7 મહિનાથી સંકલનની મિટિંગ મળી નથી.જેના કારણે પ્રજાના પ્રશ્નનોની ચર્ચા જ થતી નથી. જોકે, કોરોના કારણે મિટિંગ થતી ન હતી.પરંતુ છેલ્લા બે મહિનાથી કાર્યક્રમોની ચર્ચા કરવા માટે મળતા હોય છે. પરંતુ પ્રજાના પ્રશ્નની ચર્ચા કરવા સંકલન મીટીંગની વાત આવે તો કોરોનાનું સંક્રમણ ફેલાય ના ડરથી મિટિંગ મળતી નથી.

અમદાવાદ જમાલપુરના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ ન્યુઝ18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સંકલન મિટિંગમાં ધારાસભ્ય, સાંસદ, વહીવટી અધિકારી ઉપસ્થિત રહેતા હોય છે.

સખત નિર્ણય : દુષ્કર્મીઓને ફાંસીના માંચડે લટકાવી શકાય તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે

પોતાના વિસ્તારમાં પાણી, રોડ,રસ્તા,સ્કૂલો રીનોવેશન, ધારાસભ્યને મળતી ગ્રાન્ટના કામ અને ધારાસભ્યોને પ્રજા દ્વારા રજુઆત કરવામાં આવતા પ્રશ્નોની ચર્ચા થતી હોય છે. પરંતુ છેલ્લા 7 મહિનાથી કોઈ ચર્ચા જ કરવામાં આવી નથી.જોકે, અમદાવાદ કલેકટર સંદીપ સાગલે જણાવ્યું છે કે, ધારાસભ્ય દ્વારા સંકલન મિટિંગ કરવા માટે રજૂઆત મળી છે. ત્યારે સંકલનની બેઠક ઝડપથી મળશે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.અને બેઠકમાં પણ કોરોનાની ગાઈડલાઇન પાલન થાય તે પણ જરૂરી છે. તેમજ મિટિંગમાં લોકોના પ્રશ્નોનો નિકાલ કરવામાં આવશે.
Published by: Kaushal Pancholi
First published: October 21, 2020, 1:14 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading